‘મેં આ પ્રયત્નને સત્યના પ્રયોગો એવું પહેલું નામ આપેલું છે. આમાં સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જશે, પણ મારે મન સત્ય જ સર્વોપરી છે. આ સત્ય તે સ્થૂલ - વાચાનું સત્ય નહીં. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તો આપણે કલ્પેલું સત્ય જ નહીં, પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય, એટલે કે પરમેશ્વર જ.’
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
આ વ્યક્તિત્વ - આ કલાકાર આજે ૭૮ વર્ષની ઊંમરે પણ અનેક શારીરિક મર્યાદાઓ સાથે રોજ ૧૫ કલાક કામ કરે છે. ૫૧ વર્ષની એમની ફિલ્મ કારકિર્દીમાં છ જનરેશનની હીરોઈન સાથે ફિલ્મોમાં રોલ કર્યા છે. અંગદાન માટેનો સંકલ્પ તેમણે હમણાં જ લીધો છે. હિન્દી સિનેમા માટેની તેમની પહેલી સફળ ફિલ્મ ‘ઝંઝીર’ ટર્નિંગ પોઈન્ટ બની રહી છે. હિન્દી સિનેમાને એંગ્રી યંગમેનની હીરોની ભેટ આપનાર એ કલાકાર એટલે અમિતાભ બચ્ચન, જેમનો ૧૧ ઓક્ટોબરે જન્મદિવસ છે. અમિતાભ બચ્ચન એક વ્યક્તિ માત્ર નહીં, બલ્કે એક સંસ્થા છે. ગુજરાતના સંદર્ભે વાત કરીએ તો ગુજરાત ટુરિઝમ માટે ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ પંક્તિ સાથે તેઓ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે.
‘અરે, એક વર્ષ ગ્રાઉન્ડમાં ગરબા ન રમ્યા તો શું થયું? આવતા વર્ષે બમણા જોરથી રમીશું...’ ચાહત બોલી. ‘મારા ડેડી ટોપ એફએમ રેડિયોમાં આરજે છે, તેમના રેડિયો દ્વારા ટેક-તાલી ૨૦૨૦નું આયોજન કરાયું છે. ઘરમાં ગરબા રમશું. વીડિયો મોકલશું ને મળે તો ઇનામોની મૌજ પણ લઈશું...’ સ્તુતિએ કહ્યું. ‘મને તો થાય છે કે ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરવાનો અવસર મળ્યો છે આપણને...’ રૂદ્રીએ કહ્યું. વાત એમ છે કે, આ વર્ષે ૨૦૨૦માં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા ગુજરાત સરકારે નવરાત્રીમાં પાર્ટી પ્લોટના ને શેરી ગરબા, એમ બધા પર પ્રતિબંધ ફરમાવ્યો એની ચર્ચા સખીઓ-યુવતીઓ કરતી હતી. માત્ર માતાજીની મૂર્તિ કે ગરબીની સ્થાપના કરીને આરતી કરી શકાશે, એ પણ તમામ નિયમોનું પાલન કરીને.
નવરાત્રિ પર્વે અમદાવાદના શિવાનંદ આશ્રમમાં અષ્ટલક્ષ્મી મંદિરે દર્શને જવાનું થયું. દર્શન કરીને આવ્યો અને ઘરમાં દીકરીરૂપી લક્ષ્મીએ ગરબા રમતાં રમતાં એનાં મનમાં રહેલા નવરાત્રિ વિશેના સાંપ્રત સમયના અર્થો સાથેના જાણે નવ પ્રશ્નો પૂછી નાંખ્યા.
મૂળ નામ વલ્લભભાઈ પટેલ તો સરદાર ઉપનામ કેમ પડ્યું? એમના જીવનપ્રસંગનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના સફળ નેતૃત્વ પછી આ નામથી ઓળખાયા. સરદાર પટેલ ‘લોખંડી પુરુષ’ - આયર્ન મેન તરીકે કેમ ઓળખાયા? ભારત સ્વતંત્ર થયા બાદ દેશી રજવાડાંઓને એક કરવામાં નિર્વિવાદ રૂપે સરદાર પટેલનું પ્રભાવી યોગદાન હતું અને એથી નીતિગત દૃઢતાને લીધે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ એમને લોહપુરુષની ઓળખ આપી. એમને ભારતના બિસ્માર્ક કેમ કહેવાયા? જવાબ હતો કે ભારતના દેશી રજવાડાંઓને એકીકરણમાં એમણે કુશાગ્ર બુદ્ધિ અને રણનીતિથી શાંતિપૂર્ણ રીતે કામ પાડ્યું એટલે ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાયા.
શ્લોકથી લઈને લોક સુધી ગવાયું છે, ઉજવાયું છે દિવાળીનું પર્વ. આમ જુઓ તો વિશ્વવ્યાપી એવી કોવિડ-૧૯ની બીમારીના કારણે લગભગ આખ્ખુયે ૨૦૨૦નું વર્ષ એક અર્થમાં અંધકારમય બની રહ્યું છે. હવે ધીમે ધીમે જનજીવન પુનઃ ગોઠવાતું જાય છે. જે છે તે પરિસ્થિતિમાંથી સાવચેતીપૂર્વક બહાર આવવા લોકો રોજિંદા કામોમાં જોડાતા જાય છે. એવા સમયે આવેલા દિવાળીના પર્વે અનુલક્ષીને પરમ પિતાને પ્રાર્થના કરીએ કે ‘અમને - વિશ્વને અંધકારથી પ્રકાશ તરફ લઈ જજો. કલ્યાણ કરજો.’
દરિયે ચાલતા ચાલતા દાદાએ કહ્યું, ‘જો, બેટા, નવું વર્ષ હવે શરૂ થશે, તારા અભ્યાસકાળમાં, નોકરી-ધંધામાં ને સામૂહિક, વ્યક્તિગત જીવનમાં ઉપયોગી થાય એવા પાંચ મહત્ત્વના સંકલ્પો તું લઈશ અને બનેતેટલી સચ્ચાઈથી પાળીશ તો તું સુખી થઈશ.’
‘રેખા કી આંખોં મેં ગિરકર ઊઠને કી એક કૈફિયત થી. જિંદગી લોગોં કો હિલા કર રખ દેતી હૈ! ઇન્સાન બાર બાર ગીરતા હૈ મગર જબ તક વો હર બાર ઉસી તાકત સે ના ઉઠે, ઉસકે અંદર જીને કા અંદાઝ પૈદા નહીં હોતા. ટૂટકર બિખરને કે બાદ વાપસ સંભલને કી ઇસી તાકત કા અહેસાસ રેખા કી આંખો મેં થા!’ આ વાક્ય વાંચ્યા પછી વાચકોને થશે કે કઈ રેખાની વાત છે?
‘જલારામ બાપાની અપાર કૃપા ડગલે ને પગલે અનુભવી છે’ લેસ્ટર સ્થિત જલારામ મંદિરના ટ્રસ્ટી-ચેરમેન શ્રી પ્રમોદ ઠક્કરે કહ્યું. ‘સાચ્ચે જ જલારામ બાપાના નામ સાથે જોડાયેલી આ વર્ચ્યુઅલ વર્લ્ડવાઈડ ઉજવણી સહુના માટે ધન્યતાનો અવસર બની રહી’... લંડનના મુરબ્બી શ્રી ધીરૂભાઈ સાંગાણીએ પ્રતિભાવ આપ્યો. આવો જ ઉલ્લાસ-ઊર્જા અને ભક્તિથી ભર્યોભર્યો લાગણીનો ભાવ પ્રગટ કર્યા સમગ્ર ઉજવણીની કોર કમિટીના અજય જોબનપુત્રા, સંજય રૂઘાણી, ભદ્રશીલ ત્રિવેદી, નરેશ પોપટ અને તમામ ટ્રસ્ટીઓએ આવા આનંદદાયક ઉદ્દગારો વિશ્વભરમાંથી ઉચ્ચારાયા એના મૂળમાં હતા - છે અને રહેશે વીરપુરના સંત શ્રી જલારામ બાપા અને તેમના માટેની ભક્તોની ભક્તિ તથા ભજન.
‘એ ધોરણ ૧૨ની પરીક્ષા આપવાની હતી. હું જ રોજ એને સેન્ટર પર લેવા ને મૂકવા સ્કુટર પર જાઉં. પહેલું પેપર હતું, અમે બંને સ્કુટર પર જતાં હતાં. મેં સ્કુટર ચલાવતાં સહજભાવે કહ્યું કે, બેટા પેપરમાં તને કાંઈક ન આવડે તો સ્હેજ પણ ચિંતા ન કરતી. કોઈ ચોરી કરતું હોય તો એમાં ધ્યાન ન આપતી અને ચોરી કરવાની તક મળે તો પણ ના કરતી... તો તેણે પાછલી સીટ પરથી મારા ખભે પ્રેમાળ હાથ મૂકીને કહ્યું કે મા, તને નથી લાગતું કે તેં અમને બહુ જ સરસ અને સાચી રીતે જીવતા શીખવ્યું છે?... મારો જિંદગીભરનો જાણે થાક ઉતરી ગયો અને મા તરીકે મને ભરપૂર ટાઢક મળી...’
