પોરબંદરનો નાતો સરવા સોરઠની સાથે. બરડાથી ગિરનાર સુધીની લકીર એક સરખા મિજાજની. પણ ૧૯૯૭માં બે જિલ્લા થયા. પોરબંદરમાં રાણાવાવ અને કુતિયાણાને ભેળવીને નવો જિલ્લો રચાયો.
તસવીર-એ-ગુજરાત
Block: Site: Subtree Block
બિહાર પછી પણ ભારતમાં ચૂંટણીનો વાયરો ચાલુ છે. ડિસેમ્બરની ઠંડીમાં કાશ્મીરે સ્થાનિક વિકાસ પરિષદોમાં મોટા પાયે મતદાન કર્યું તેમાં બે નવી નવાઈની વાત હતી. એક તો, આતંકવાદીઓનો ડરામણો માહોલ હતો ત્યાં મોટા પાયે મતદાન માટે બુરખાધારી મહિલાઓ બહાર આવી. બીજી વાત એ બની કે પોતાના સ્વાર્થ માટે જાણીતી તમામ પ્રાદેશિક પાર્ટી મહેબુબા અને અબદુલ્લાના વડપણ હેઠળ એકજૂટ થઈ, કોંગ્રેસે પણ તેમની સાથે હાથ મેળવ્યો.
સાચુકલો સંઘર્ષ અને ભીતર સુધી ખળભળાટ મચાવતી યુવા પ્રણયની અદ્દભુત કથા? હા, પુસ્તક એક ચીની વિદ્રોહી યુવકે લખ્યું હતું. ‘મૂવિંગ માઉન્ટેઈન’. લેખકનું નામ લી લુ. ૧૯૮૯ના વર્ષમાં ખ્યાત ટીનાનમેન ચોકમાં યુવા છોકરા છોકરીઓએ ચીની સામ્યવાદી શાસનની ખિલાફ લોકશાહી માટે જંગ છેડ્યો હતો તેની દાસ્તાન છે.
૨૫મી ડિસેમ્બરે જન્મ્યા હતા અટલ બિહારી વાજપેયી. ૧૯૨૪માં. પિતા કૃષ્ણ બિહારી અને માતા કૃષ્ણા દેવી. નાનકડા બટેશ્વરથી પૂર્વજો ગ્વાલિયર આવીને વસી ગયા, અને એક તેજસ્વી વિદ્યાર્થીથી વિપક્ષ નેતા, ત્યારબાદ ત્રણ વાર વડા પ્રધાન બનેલા આ કવિ અને રાજપુરુષની જિંદગી વિચાર, રાજનીતિ, લોકતંત્ર અને રાષ્ટ્ર માટેની, ઉબડખાબડ જમીન પરની દીર્ઘ સફર રહી.
તાજેતરમાં કરાચીમાં એક કાર્યક્રમ યોજાઈ ગયોઃ જૂનાગઢના નવાબે પોતાના કુંવરને ‘વઝીરે આઝમ’ની પાઘડી પહેરાવી! જૂનાગઢ તો ભારતમાં છે, સૌરાષ્ટ્રનું માતબર નગર છે, અને પાકિસ્તાનમાં તેના નવાબ-દીવાનનો સોગંદવિધિ? આમાં નવું કશું નથી. છેક ૧૯૪૭થી જ પાકિસ્તાન કાશ્મીર, જૂનાગઢ, માણાવદરને પોતાનું ગણે છે.
નવા વર્ષનું એક સપ્તાહ શુક્રવારે પૂરું થશે. પછીના ૩૫૮ દિવસો કેવા જશે તેના રાજકીય અને સામાજિક ભવિષ્યનો સામાન્ય અંદાજ એટલા માટે મેળવવો જોઈએ કે દેશ અને દુનિયાની ઘણી બાબતોમાં ગુજરાત તરફ નજર હોય છે. એક સમયે આંદોલનમાં એવું કહેવાતું કે આજે જે ગુજરાતમાં થાય તે આવતીકાલે દેશમાં થશે.
શનિવારે માધવસિંહ સોલંકીનું અવસાન થયું. નેવુંથી વધુ વર્ષ ‘જીવી જાણનારા’ આ આપણા મુખ્ય પ્રધાનને અનેક રીતે યાદ કરવામાં આવ્યા છે. પાછલા વર્ષોમાં તેમણે સ્વાસ્થ્યની દૃષ્ટિએ બહાર જવાનું ટાળ્યું છે. ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને એકાંતિક જિંદગી જીવતા, પુસ્તકો વાંચે, મુલાકાતીઓ (જેની સંખ્યા ક્રમશઃ ઓછી થઈ રહી હતી)ને મળે, આરામ કરેઃ આ તેમનો નિત્યક્રમ.
પંજાબ અને હરિયાણાના કિસાનોનું આંદોલન અડતાળીશમા દિવસે સમેટાઇ જશે એવો ભરોસો છેતરામણો નીકળ્યો અને સર્વોચ્ચ અદાલતે ચીલો ચાતરીને નિયુક્ત કરેલી નિષ્ણાત સમિતિને આંદોલનકારીઓએ ઘસીને ના પાડી દીધી તે વાતને ય એક સપ્તાહ વીતી ગયું, અને અટપટા આટાપાટા ચાલુ રહે ત્યારે મોટો સવાલ સામાન્ય નાગરિકને હજુ સુધી રહ્યો છે કે આવું કેમ બન્યું?
ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે ભારે મથામણ, વિશદ્ ચર્ચા અને સંકલ્પની સાથે એક આદર્શ લોકતંત્ર અને તેનું સંવિધાન રચ્યું હોય તેને માટે આવતીકાલની ચિંતા અને સજ્જતા અનિવાર્ય બની જાય છે. દેશવાસી નાગરિક, તેની બંધારણીય સંસ્થાઓ, તેના વિદ્યાધામો, તેના સાધુસંતો, ભાવિ નાગરિક માટે કેવો દેશ મૂકી જશે તેની સજ્જતા ના રાખે તો ખલિલ જિબ્રાનના પેલા ગીતની જેમ ‘એ દેશની ખાજો દયા...’નું બદનસીબ ભોગવવું પડે અને સમાજ તેમજ રાષ્ટ્રની અસ્મિતા, સુરક્ષા અને સાર્વભૌમત્વ સમાપ્ત થતાં વાર લગતી નથી. કોઈ એક તારણહાર તેને બચાવી શકે નહિ એટલે તો ‘જનતા જનાર્દન’ શબ્દ છેક ગીતાના સમયથી કહેવાયો છે. સામૂહિક પ્રજાકીય સમજ એક જ અસ્મિતાનો ઉપાય છે.
બ્રિટિશ ગુજરાતીઓએ લોકશાહીના વૈભવને અને જાગૃતિને છાજે તેવી રીતે મતદાન કર્યું અને શૈલેષ વારા, પ્રીતિ પટેલ જેવા પ્રતિનિધિ બન્યાં અને પાર્લામેન્ટમાં પહોંચ્યા તેનો ‘હરખ’ ગુજરાતને ન થાય તો જ નવાઈ! છેલ્લાં કેટલાક સમયથી ‘બ્રિટનમાં ગુજરાત’ની ચર્ચા સુપેરે ચાલી ત્યારે સૌપ્રથમ ચૂંટાયેલા એમ. પી. દાદાભાઈ નવરોજીનું સૌને સ્મરણ થઈ આવ્યું. નવસારી એટલે દાદાભાઈ અને જમશેદજી બન્નેની જન્મભૂમિ.
