વિવિધા

No

Block: Site: Subtree Block

    અંતરિક્ષયાનની પ્રથમ મહિલા પા

    ત્રણ અંતરિક્ષ અભિયાનનો અનુભવ કરનારી એ પ્રથમ મહિલા છે, અંતરિક્ષયાનની પ્રથમ ભારતીય મહિલા પાયલટ પણ એ જ છે, અંતરિક્ષની પ્રથમ મેરેથોન દોડવીર એ જ છે, અંતરિક્ષમાં વિક્રમસર્જક સ્પેસવોક કરનાર પ્રથમ અવકાશયાત્રી છે અને સૌથી લાંબો સમય અંતરિક્ષમાં વિતાવનાર પ્રથમ અવકાશયાત્રી પણ એ જ છે.... કહો જોઉં, એ કોણ છે ?

    સ્ટાર્મરની મોટી છેતરપીંડીઃ બળાત્કાર પીડિતો માટે ન્યાય નહિ

    જેને ‘સદીની છેતરપીંડી’ તરીકે વર્ણવી શકાય તેવી ઘટનામાં લેબર પાર્ટીના સાંસદોએ પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સના ઘૃણાસ્પદ કૌભાંડમાં કોઈ વૈધાનિક પબ્લિક ઈન્ક્વાયરીને અટકાવવાનું મતદાન કર્યું હતું. પીડિતોનો આટલો દ્રોહ જાણે ઓછો હોય તેમ ઈવેટ કૂપરે વ્યાપક જાહેર રોષને ઠંડો પાડવા પાછળથી સૌથી કરૂણાજનક શક્ય ઈન્ક્વાયરીની જાહેરાત કરી હતી. વાંચકોએ અવશ્ય નોંધ લેવી જોઈશે કે મેં ખુદ 15 જાન્યુઆરીએ પ્રાઈમ મિનિસ્ટરને પત્ર પાઠવી સરકારે આવી ઈન્ક્વાયરી હાથ ધરવા શું વિચારવું જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી હતી.

    બાંગ્લાદેશી લેખિકા રાણી ચંદન

    મકરસંક્રાંતિથી મહાશિવરાત્રી, બૃહસ્પતિ ગ્રહ જ્યારે મીન રાશિમાં પ્રવેશે ત્યારે હિન્દુ વિજ્ઞાન નદી કિનારે ‘મોક્ષ’નો અદ્દભુત અવસર પૂરો પડે છે, અને તેને નામ આપ્યાં છે - કુંભ, અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ. ભાગીરથી ગંગા, તત્ર લુપ્ત સરસ્વતી, મનોહારી ગોદાવરી અને શાંત-પ્રશાંત ક્ષિપ્રા.. આ તેના નિશ્ચિત સ્થાનો છે. એટલે પ્રયાગ રાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં નિશ્ચિત સમયે કુંભનો ઉત્સવ ઉજવાય છે.

    અને એ દિવસે બાપુની સરદાર સાથેન...

    આવતા સપ્તાહે 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ એક પછી એક 3 ગોળી છોડીને બાપુની ક્રૂર હત્યા કરી નાખી હતી. ગોળી વાગતાં જ બાપુ ઢળી પડ્યા હતા અને ‘હે રામ...’ શબ્દો સાથે દેહ છોડ્યો હતો. સ્થળ તો હતું નવી દિલ્હીસ્થિત બિરલા ભવન, પણ આ ગોળીબારના પડઘા દેશભરમાં પડ્યા હતા. આખો દેશ નિઃશબ્દ થઇ ગયો હતો. દરેક ભારતીય જાણે પરિવારના મોભી ગુમાવ્યા હોય તેવી લાગણી અનુભવતો હતો. નાથુરામ ગોડસે બિરલા ભવનમાં લોકોની ભીડ વચ્ચે કઇ રીતે બાપુ સુધી પહોંચ્યો? ઘટનાના દિવસે બાપુ છેલ્લે કોને મળ્યા હતા? દરેક ભારતીયને હચમચાવી નાંખનાર તે દિવસના ઘટનાક્રમ પર એક નજર.

    પ્રથમ પ્રણયાનુભૂતિની ગઝલ...

    રિષભ મહેતા (જન્મઃ તા. 16-12-1949) 

    જન્મસ્થળઃ વેડછા (નવસારી). કાવ્યસંગ્રહોઃ ‘આશકા’, ‘સંભવામિ ગઝલે ગઝલે’, ‘તિરાડ’.
    કોલેજમાં આચાર્ય.

    વિશ્વભરમાં વસતાં ભારતીયો 26 જાન્યુઆરીના રોજ દેશના 76મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરશે. આ પૂર્વે આવો આપણે જાણીએ દેશની રાજધાની દિલ્હીમાં કેવી રીતે ભારતનો પહેલો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો હતો. પ્રથમ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની રસપ્રદ ઝાંખી...

    માઉન્ટ એવરેસ્ટનું બે વાર આરોહ

    માઉન્ટ એવરેસ્ટનું આરોહણ કરનાર પહેલી મહિલા બચેન્દ્રી પાલ છે એ સહુ કોઈ જાણે છે, પરંતુ બબ્બે વાર એવરેસ્ટનું આરોહણ કોણે કરેલું એ જાણો છો ?
    એનું નામ સંતોષ યાદવ... માઉન્ટ એવરેસ્ટનું આરોહણ એક વાર નહીં, બબ્બે વાર કરનાર ભારતની જ નહીં, વિશ્વની પણ પ્રથમ મહિલા. પર્વતારોહણની અસાધારણ સિદ્ધિઓ માટે કેટલાયે પુરસ્કારો અને સન્માનો મળેલા એને. અર્જુન પુરસ્કાર, તેનજિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ, દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત, કે.કે. બિરલા ફાઉન્ડેશન ખેલ વિશેષ પુરસ્કારથી સન્માનિત, લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ દ્વારા સન્માન અને સર એડમન્ડ હિલેરી માઉન્ટેન લિગેસી મેડલ...

    વ્હાલમની વાતો......

    ભાસ્કર વોરાનો જન્મ ભાવનગરમાં 12 ઓગસ્ટ 1907ના રોજ. રાજકોટમાં આકાશવાણી સાથે સંકળાયેલા. ગીતસંગ્રહ ‘સ્પંદન’ (1955). રેડિયો પર એમનાં ગીતો વિશેષ ગવાતાં.

    શિક્ષાપત્રીઃ માનવજીવન માટે પ

    વસંતપંચમી એટલે શુભકાર્ય માટેનો પરમ પવિત્ર દિવસ. આ દિવસ એ પ્રકૃતિની અનુપમ ભેટ છે. જેને લઈ ગીતામાં વસંતને ફૂલોની ઋતુરાણી કહી છે. જેમ વસંતઋતુ નિસર્ગને નવપલ્લિત કરે છે તેમ માનવજીવનને શિક્ષાપત્રી નવપલ્લિત કરે છે. આ શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં મહાસુદ પંચમીના રોજ સંવત 1882માં વડતાલમાં કરી છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને ગીતા કરેલી છે તેવી રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયના અનુયાયીઓ માટે જ નહીં, વિશ્વપટ પર શ્વાસ લેતાં, દરેક માનવ માટે શિક્ષાપત્રીની રચના કરેલી છે.

    બ્રિટિશ પ્રજાને ટ્રમ્પની નીતિઓ ગમવા લાગી છે

    ઓપિનીઅન રિસર્ચ અને નેપીઅન દ્વારા 22થી 24 જાન્યુઆરીની વચ્ચે 2000થી વધુ બ્રિટિશરોનો ગણનાપાત્ર સરવે હાથ ધરાયો હતો. કેટલાકને તેના પરિણામો કદાચ આશ્ચર્યજનક લાગશે પરંતુ. પ્રામાણિકતાથી કહું તો હું છેલ્લાં થોડા સમયથી જે કહેતો આવ્યો છું તેની સાથે ખરેખર સુસંગત છે.

    ચાલો આપણે પુખ્તતાપૂર્વક ડેટા પર નજર નાખીએ અને આ વર્તમાન ક્ષણે બ્રિટિશ જનતા શું કહી રહી છે તે પણ જાણીએ.