વિવિધા

No

Block: Site: Subtree Block

    ઓલિમ્પિક હોકીમાં હેટ્રિક કરન

    ભારતની રાષ્ટ્રીય રમત એટલે હોકી. હોકી દેશની સૌથી જૂની રમત છે. હોકી વક્ર લાકડી વડે રમાય છે. લાકડીનો હેતુ બોલને આગળ ખસેડવાનો અને ગોલ કરવાનો છે. તે ગોલને રોકવાની જવાબદારી ગોલકીપરની હોય છે. ગોલકીપર ગોલ રોકવાનો પ્રયાસ કરે અને સ્ટ્રાઈકર ગોલ કરવાનો પ્રયત્ન કરે... ખેલાડી ગોલ ફટકારવામાં કુશળ હોય તો તેના શોટ સફળતાપૂર્વક ગોલ પોસ્ટમાં પ્રવેશે છે. ગોલ થાય ત્યારે ખેલાડીઓમાં દિવાળીની ઉજવણી થતી હોય છે. એવામાં કોઈ ખેલાડી એકસાથે ત્રણ ત્રણ ગોલ કરે તો ઈતિહાસ રચાઈ જાય...એ ખેલાડીને જાણો છો ?

    ઓલિમ્પિક મુક્કેબાજીમાં ચંદ્ર...

    માંગ્તે ચુંગનેઈજંગને ઓળખો છો ? આ પ્રશ્નના ઉત્તરમાં કોઈ પણ નકારમાં જવાબ વાળશે, પરંતુ જો કોઈ એમ કહે કે મેરી કોમનું નામ સાંભળ્યું છે, તો જવાબ હકારમાં જ મળશે. એમ.સી.મેરી કોમ ભારતની પ્રખ્યાત મહિલા મુક્કેબાજ છે. તે મુક્કેબાજીમાં પાંચ વખત વિશ્વ ચેમ્પિયન બની છે. 

    હરિને ભજતાં......

    આ સપ્તાહે વાંચો ગેમલનું અમર સર્જન... ગેમલ એટલે જાણે કે એક જ પદથી પ્રસિદ્ધ હોય એવા કવિ. લોકો આ પદને જાણે છે, માણે છે. આ પદ એટલું પ્રચલિત છે કે પંક્તિ યાદ હોય પણ કવિનું નામ ભુલાઈ જાય.

    26/11-- રખેને આપણે શેતાનિયતને ભૂલી જઈએ

    યાદ કરીએ, 16 વર્ષ અગાઉ 2008ની 26 નવેમ્બરે પાકિસ્તાની રાજ્યપ્રાયોજિત ત્રાસવાદીઓએ ઘૃણાના કાયરતાપૂર્વક કાર્યમાં મુંબઈના નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલાઓ છત્રપતિ શિવાજી મહારાજ રેલવે સ્ટેશન, લીઓપોલ્ડ કાફે અને હોસ્પિટલો પર કરાયા હતા. હુમલાનો આતંક નરીમાન હાઉસ (જ્યુઈશ ચાબાડ) અને વૈભવી હોટેલ્સ - ઓબેરોય ટ્રાઈડન્ટ, તાજ મહાલ પેલેસ અને ટાવર તાજ હોટેલ સહિતના લોકેશન્સ પર પણ છવાયેલો રહ્યો હતો.

    ટાગોર, મેઘાણી, વામનરાવ પરબ ...અન

    એવું લાગ્યું ને કે આ વળી એકબીજાથી સાવ અલગ યુગના અને સ્થાનોના લોકો વચ્ચે વળી શો સંબંધ? મારા મિત્રો, ઇતિહાસની આ જ મજા છે. ના જાણે , કોણ, ક્યાંથી એકબીજાંની સાથે હાથ લંબાવીને કોઈ એક કેડી તરફ હમસફર બને છે!

    હાફેશ્વર એટલે પાણી-પર્વત-પ્રક

    ‘હાફેશ્વર ગામ વિશે અમે ડોક્યુમેન્ટરી બનાવવા ગયા હતા, અને થયું કે પ્રકૃતિએ ચારેબાજુ અણમોલ પ્રાકૃતિક સૌંદર્ય વેર્યું છે. અહીં તો બે-ત્રણ દિવસ રહીને બધો થાક ઊતારવો જોઈએ, અને ખરેખર મોજ પડી ગઈ.’ આ શબ્દો કહ્યા ફિલ્મમેકર હસમુખભાઈએ. તેઓ વાત કરી રહ્યા હતા હાફેશ્વર ગામ અને આસપાસની પ્રાકૃતિક સુંદરતાની. અવસર હતો ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા વિજેતા ગામ હાફેશ્વરને બેસ્ટ ટુરિઝમ વિલેજ હેરિટેજ કેટેગરીનો પુરસ્કાર અર્પણ કરવાનો સમારોહ. ગાંધીનગરમાં એ દિવસે હાફેશ્વરના થોડા નગરજનો અને એ વિસ્તારના જનપ્રતિનિધિઓ આવ્યા હતા. પુરસ્કાર સ્વીકાર સમયે ગ્રામજનોના ચહેરા પર હાસ્ય હતું, ગૌરવની અનુભૂતિનો રણકાર એમની વાતમાં હતો.

    અજમેર શરીફ ચિશ્તી અને શ્યામજી-...

    આ હરવિલાસ શારદા (અંગ્રેજીમાં સારડા) કોણ હતા એ સવાલ અચાનક પૂછાવા લાગ્યો છે. તેનું મોટું કારણ એ છે કે તેમણે 1911માં લખેલા પુસ્તક “અજમેર: એ હિસ્ટોરિકલ નેરેટિવ “ ના આધારે વિષ્ણુગુપ્ત જૈન નામે ધારાશાસ્ત્રીએ અદાલતમા એક અરજ કરી છે કે આ ચિશ્તીની દરગાહ નથી, ત્યાં તે પહેલા શિવમંદિર હતું. વિષ્ણુ જૈન સામાન્ય વકીલ નથી, અયોધ્યામાં બાબરી મસ્જિદના સ્થાને રામ જન્મભૂમિ મંદિર હતું તેના પ્રમાણો સાથેની લાંબી કાનૂની લડાઈ કરી. હવે સંભલમાં શીખ હરમંદિરનો વિવાદ હાથમાં લીધો છે, તે પછી વારો આ અજમેર વાલે ખ્વાજાનોઆવ્યો છે.

    બાંગલાદેશનો બહિષ્કારઃ તમે જ 7મો નૌકાકાફલો છો

    પીડા સહન કરનારાઓ સાથે આપણું કશું સામ્ય હોય તેના કારણે જ આપણે કોઈ બાબતની ચિંતા કે કાળજી નથી કરતા. પરંતુ, વિશ્વ આમ જ કરે છે અને જો આપણે નહિ કરીએ તો કોણ કરશે કારણકે ઘણા ઓછાં લોકો તેમના જેવા ન હોય તેમના માટે ચિંતા કરે છે. બાંગલાદેશમાં હિન્દુઓ પર સિતમ ગુજારાય છે ત્યારે MI6 ના વડાને એવો ભય છે કે ઈસ્લામિસ્ટ કટ્ટરવાદીઓ પેલેસ્ટાઈનનો ઉપયોગ કટ્ટરતા વધારવા કરતા તેમ ISISની ઉદ્દામવાદી માનસિકતા મજબૂત બની રહી છે. પરંતુ, સવાલ એ છે કે અસરકારક કેવી રીતે બનવું. પડઘા પાડતી ચેમ્બર્સમાં બૂમબરાડા પાડવાથી કે X પર નપૂંસક રોષ ઠાલવવાથી અસર નહિ સર્જાય.

    ટ્રમ્પ 2.0 અમેરિકી રાજકારણમાં ગેમ ચેન્જર બનશે

    આજથી લગભગ એક જ મહિનામાં પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક વખત દેશનું પ્રમુખપદ સંભાળવા માટે વ્હાઈટહાઉસનો કબજો લેવાના છે. તમને ગમે કે ના ગમે, આના પરિણામે યુએસએ તેમજ વિશ્વસ્તરે પણ અભૂતપૂર્વ ઘટનાઓના યુગનો આરંભ થશે. ટ્રમ્પના શાસનના પ્રથમ 100 દિવસ સૌથી વધુ ગતિશીલ, સૌથી વધુ વિવાદાસ્પદ, સૌથી વધુ જીવન પરિવર્તનકારી, સૌથી વધુ અસરકારી અને તમે કદી કલ્પના પણ ન કરી શકો તે રીતે માનવ સંવેદનાઓના સૌથી મોટાં રોલર કોસ્ટરમાં સવારી બની રહેશે. ટ્રમ્પ 2.0 અમેરિકાના રાજકારણમાં ગેમ ચેન્જર બની રહેશે. આ સારા માટે હશે કે તેનાથી આખરે અમેરિકા તૂટી જશે, તે તો માત્ર સમય જ કહી શકે છે.

    એક્કેય એવું ફૂલ...

    પ્રિયકાન્ત મણિયારનો જન્મ વીરમગામમાં. જ્યારે વસવાટ અમદાવાદમાં. એક જમાનો એવો હતો કે જ્યારે કાવ્યસંગ્રહનાં નામ ‘ગંગોત્રી’, ‘વસુધા’, ‘આરાધના’, ‘અર્ધ્ય’, ‘ઈન્દ્રધનુષ’ - એવાં આપવામાં આવતાં. રાજેન્દ્ર-નિરંજને ‘ધ્વનિ’ અને ‘છંદોલય’ નામ આપ્યાં જે કાવ્યના આંતરજગતનાં સૂચક છે. એ જ રીતે પ્રિયકાન્તે પ્રથમ કાવ્યસંગ્રહનું નામ ‘પ્રતીક’ આપ્યું. પ્રતીક એ જ તો કવિતાની ભાષા છે.