સર્જક રાજેન્દ્ર એમ. જાની વ્યવસાયે એડવોકેટ અને આરાસુરી અંબાજી માતા મંદિરના નિવૃત્ત અધિકારી છે. તેઓ નિજાનંદ માટે વાર્તા-કવિતાના સર્જન ઉપરાંત રાજકીય વિશ્લેષણ, સંશોધનાત્મક લેખો વગેરેના લેખનમાં પ્રવૃત્ત છે.
વિવિધા
Block: Site: Subtree Block
અશક્ય એટલે હિંદીમાં નામુમકિન અને નામુમકિન એટલે ગુજરાતીમાં અશક્ય.... પણ આ બે નામ ગુજરાતી સાહિત્યની એક લેખિકાના તખલ્લુસ છે. જાણો છો એ લેખિકાનું નામ ? નકારમાં ઉત્તર વાળતાં પહેલાં આ સાંભળી લ્યો : એ લેખિકા પ્રવાસિની, ચિરપ્રવાસી, વિશ્વપ્રવાસી અને વટેમાર્ગુ તરીકે જાણીતી છે !
ભારતમાં અને ખાસ કરીને દિલ્હીમાં 8 ફેબ્રુઆરી 2025નો દિવસ લાંબા સમયગાળા સુધી યાદ રાખવામાં આવશે. આ એ દિવસ હતો જ્યારે ધોખેબાજ અરવિંદ કેજરીવાલની દિલ્હીમાં તેની રાજગાદી પરથી હકાલપટ્ટી કરી દેવાઈ. એક દાયકા સુધી દિલ્હીની જનતા ભારે મૂર્ખ રમતમાં ફસાયેલી રહી હતી. તેમણે બનાવટી વચનો અને અણઆવડતોના ધૂર્ત વેપારીને ખોબલા મત આપી સિંહાસન પર બેસાડ્યો અને પોતાની મૂર્ખતાના પરિણામો સહન કર્યાં.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગુજરાતી ભાષા સાથે કે પછી તળપદી ભાષા કે કહેવતો સાથે જરાક લગાવ ઓછો હોય તો પણ આ કોલમના મથાળામાં લખેલા શબ્દો વિશે વધુ કંઇ ફોડ પાડીને સમજાવવાની જરૂર નથી. ગુજરાતીમાત્રને ગળથૂંથીથી જ એક બાબતની ત્રેવડ પહેલેથી જ હોય છે એવું કેટલાય બિનગુજરાતીઓનું માનવું છે. ગુજરાતીના મનમાં બે સવાલ સદા ગુંજતા રહેવાનાઃ મારે શું? અને મારું શું? હમણાં ગયા સપ્તાહે ભારતમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2025-26ના બજેટની ઘોષણા કરી. વિદેશના આર્થિક બાબતના નિષ્ણાંતોથી માંડીને ટોચના અર્થશાસ્ત્રીઓનું મહદ્ અંશે માનવું છે કે ભારતનું બજેટ રચનાત્મક અને વિકાલસક્ષી છે.
માનનીય તંત્રીશ્રી, માદરે વતન ગુજરાતથી પાંચ વર્ષ પૂર્વે રોજગારીના કારણસર અહીં લંડનમાં આવીને વસવાટ કરવાનું બન્યું છે ત્યારથી આપના સમાચાર સાપ્તાહિકો ગુજરાત સમાચાર અને એશિયન વોઇસનો નિયમિત વાચક તો હતો જ. પરંતુ સમયના વીતવા સાથે ચાહક પણ બની ગયો છું એમ કહું તો પણ ખોટું નહીં ગણાય.
ભાવનગરમાં 14 ફેબ્રુઆરીની એ સાંજ જાણે વાસંતી વાતાવરણમાં પુરુષોત્તમ પર્વ ઉજવાયું હતું. સ્વરસંગતિ અને કવિતા કક્ષ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમ ‘ને... તમે યાદ આવ્યા’ દ્વારા પુરુષોત્તમ ઉપાધ્યાયના ગીતો-સ્વરાંકનો રજૂ કરાયા
તમે કેટલો લાંબો કૂદકો મારી શકો છો ? ના કૂદયા હો તો કૂદી જોજો. પાંચ ફૂટથી માંડીને દોઢબે મીટર જેટલું તો માંડ કૂદી શકશો. જો ખેલકૂદમાં રસ ધરાવતા હશો તો થોડી વધુ લાંબી છલાંગ લગાવી શકશો. પણ અંજુ બોબી જ્યોર્જ કેટલી લાંબી છલાંગ લગાવી શકે છે એ જાણો છો ?
વડીલો સહિત સહુ વાચક મિત્રો, પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા અને આપ સહુના આશીર્વાદથી આજે આપની સમક્ષ જીવંત પંથનો વધુ એક મણકો રજૂ કરી રહ્યો છું. જગતનિયંતાની રચના અલૌલિક છે. માનવંતા વાચકો-મિત્રો-શુભેચ્છકો-સમર્થકોને એક યા બીજા પ્રસંગે હળવા-મળવાનું બનતું રહે છે અને આપની સાથે વિચારવિનિમયનો અવસર પ્રાપ્ત થાય છે. ‘ગુજરાત સમાચાર’ની પ્રિન્ટેડ કોપી - વેબસાઇટ પર કે ઓનલાઇન કે સોશિયલ મીડિયા સહિતના વિવિધ માધ્યમ દ્વારા હજારો વાંચકો - એક અંદાજ પ્રમાણે દોઢથી બે લાખની જનસંખ્યા વધતું-ઓછું, વહેલું-મોડું આમાંથી કંઇક પ્રાપ્ત કરતા રહે છે. મારા સાથીઓ સહિત અમને સહુને આ હકીકતનો આનંદ છે. આપના જેવા વાચકોના - સમર્થકોના અને સાથીઓના અમે ઋણી છીએ.
હું એક દાયકા કરતાં વધુ સમયથી યુકેમાં ઈસ્લામિસ્ટ સત્તાનો પાયો સુનિયોજિતપણે અને અવિરતપણે આગળ વધી રહ્યો હોવાનો પર્દાફાશ કરતો આવ્યો છું. શરૂઆતના દિવસોમાં જ્યારે લેબર પાર્ટી સત્તા પર હતી ત્યારે લેબર પાર્ટીના સભ્યો હું ખોટો હોવાનું કહેતા હતા તે મને યાદ છે. વાસ્તવમાં, તેઓ ઈસ્લામિસ્ટ્સ કેટલા અદ્ભૂત છે અને તેઓ જ્યુઝ, હિન્દુઓ અને શીખોના મિત્રો હોવાનું પણ ગાઈવગાડીને કહેતા રહ્યા હતા.
શિકાયત ભૂલથી પણ હું નથી કરતો સિતમગરથી...
