સેન્ટ પૌલ કેથેડ્રલ પાસે કે પછી પિકાડેલી સર્કસ પાસે વેનીસના જેવા ગોંડોલા તરતા હોય અને તેમાં બેસીને તમે ફરતા હોય તેવી કલ્પના કરી છે ખરી? િવચારી જુઅો એ દ્રશ્ય કેવું મનોહર લાગે? જી હા, આવી જ કલ્પના આજથી ૧૧૫ વર્ષ પહેલા ૧૯મી સદીમાં કરાઇ હતી અને તે કલ્પનાના આધારે લંડનના વિવિધ શેરીઅો અને સ્મારકોના ફોટો બનાવાયા હતા.
વિવિધા
Block: Site: Subtree Block
ભગવદ્દ ગીતામાં પ્રયોજાયેલો શબ્દ ‘ચિતિ’ છેક વીસમી સદીમાં સાર્વજનિક જીવનમાં કઈ રીતે, અને શા માટે આવ્યો તેનો અંદાજ આજે તો સવિશેષ જરૂરી છે, કેમ કે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર પ્રયોજાયેલો આ શબ્દ આજની વિષમ પરિસ્થિતીમાં નવી સમજ અને પરંપરાના ઉત્તમ તત્વો લઈને સુખ-શાંતિ-વ્યવસ્થા સ્થાપિત કરી શકે તેમ છે. યુદ્ધ, વર્ગવિગ્રહ, સરમુખત્યારી, સત્તાવાદ, ગરીબી અને અલગાવવાદ, હિજરત અને દીશાહીન સમાજ આટલી સમસ્યાઓ છે, એટલે ફેરવિચાર કર્યા વિના છૂટકો નથી.
વેસ્ટ યોર્કશાયરના સ્લેથવાઇટ સ્પા ખાતે કબરમાં જીવતે જીવ સમાધી લેવાનો ખેલ કરનાર ૪૩ વર્ષના એસ્કેપોલોજીસ્ટ એન્ટોની બ્રિટનને માંડ માંડ જીવતા બચાવવા પડ્યા હતા. જો થોડીક સેકન્ડનું મોડુ થયું હોત તો બ્રિટનનું મોત નિશ્ચીત હતું.
‘ઈટ વોઝ અ મોસ્ટ કલરફુલ એન્ડ મ્યુઝિકલ સેલીબ્રેશન...’ દીકરી સ્તુતિએ કહ્યું. એ સિવાય જેઓ ગયા હતા એમાંના ધ્વનિ-પિયુષ-અદિત-નંદીની-ચાહત-અક્ષત-આદિ એમ કેટલાયે યુવાનો હજી એ કાર્યક્રમની અસરમાં છે. સમય ક્યાં પસાર થઈ ગયો ખબર જ ના પડી. સ્ટેજની બિલકુલ નજીકથી સાંભળવા અમે 12-14 કલાક ઊભા રહ્યા. સમગ્ર ઓડિયન્સને જાણે કોઈ જોડતું હતું...
ચંદ્રવદન મહેતાનો જન્મ 6 એપ્રિલ 1901ના રોજ દક્ષિણ ગુજરાતના સુરતમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ સુરતમાં પૂર્ણ કર્યા બાદ 1919માં તેઓ મેટ્રિક થયા. 1924માં મુંબઈ એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. થયા. તેમણે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. 1928માં તેઓ ‘નવભારત’ના સંપાદક તરીકે જોડાયા હતા. 1933થી 1936 સુધી તેઓ મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક હતા. 1938માં તેઓ મુંબઈ તેમ જ 1954માં અમદાવાદ ‘આકાશવાણી’ના નિયામક તરીકે રહ્યા હતા.
લેબર પાર્ટીના દિલોદિમાગમાં છવાયેલી હિન્દુવિરોધી ઘૃણા કે તિરસ્કારને છુપાવવા ધૂમાડા અને અરીસાની જે વ્યૂહરચના-રણનીતિ અપનાવાતી રહી છે તેનો ફરી એક વખત પર્દાફાશ થઈ ગયો છે. ગત દાયકા અથવા તેનાથી વધુ સમયગાળામાં લેબર સાંસદો અને કાઉન્સિલરો હિન્દુવિરોધી અપ્રામાણિક વાકપટુતામાં રચ્યાપચ્યા રહેતા હોવાના અસંખ્ય ઉદાહરણો જોવાં મળેલાં છે. તેમનું એકમાત્ર લક્ષ્ય ઈસ્લામિક અને ખાલિસ્તાની કટ્ટરવાદ તરફથી ધ્યાન અન્યત્ર વાળવાનું જ રહ્યું હોવાનું જણાય છે.
શરદબાબુની ખ્યાત નવલકથા છે, “પથેર દાબી”. 1927માં તે બંગાળી ભાષામાં પ્રકાશિત થઈ અને તુરત તેના પર બ્રિટિશ સરકારે પ્રતિબંધ જાહેર કરી દીધો. એક નવલકથા આવડા મોટા સામ્રાજ્યને, જેનો સૂરજ ક્યારેય આથમતો નહોતો એટલા દેશોમાં વર્ચસ્વ હતું, તેને આ 350 પાનાની નવલકથાથી શું ભય લાગ્યો હશે?
એના નામ સાથે જોડાયેલાં પ્રથમની યાદી તો જુઓ : આયર્લેન્ડ સામે ૧૯૯૯માં પ્રથમ વન ડે મેચમાં શતક બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર, ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ, જૂન ૨૦૧૮માં ટવેન્ટી ટવેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦૦૦થી વધુ રન બનાવનાર પહેલી ભારતીય બલ્લેબાજ, એક દિવસીય આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં ૬૦૦૦ રન પાર કરનાર એકમાત્ર મહિલા ક્રિકેટર, લગાતાર સાત અર્ધશતક બનાવનાર પ્રથમ ક્રિકેટર, એકમાત્ર ક્રિકેટર જેણે એકથી વધુ આઈસીસી ઓડીઆઈ વિશ્વ કપ ફાઈનલમાં - ૨૦૦૫ અને ૨૦૧૭માં ભારતનું નેતૃત્વ કર્યું હોય, જેણે ૧૫૦થી વધુ વન ડે મેચમાં કપ્તાની કરનાર દુનિયાની એકમાત્ર મહિલા ક્રિકેટર, વર્લ્ડ કપ ફાઈનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ અઠ્ઠાવીસ મેચ રમનારી દુનિયાની પહેલી ખેલાડી.... કહો જોઉં, એ કોણ છે ?
શેખાદમ આબુવાલાનો પહેલો પરિચય ઉમાશંકરના ‘સંસ્કૃતિ’ના અંકોમાં આવતી ગઝલ દ્વારા થયો. વાતોનો અને પ્રેમનો પાતાળકૂવો. ગઝલ એમને હથેળીમાં. પૃથ્વી છંદમાં પણ ગઝલ લખી શકે. પ્રયોગો એમને પ્રિય હતા. પરદેશમાં વસ્યા. વિશેષ તો જર્મનીમાં રહ્યા. ભારત પાછા ફર્યાં. અમદાવાદમાં મરણ. ભારતઝુરાપો એમને વેઠ્યો. સમગ્ર ગઝલો - ‘દીવાને આઝમ’.
એક આધારભૂત લખાણ મુજબ ચીનની સિલ્ક રૂટની બડાશો સામે 2500 વર્ષો પહેલાંનો ભારત - અરબી સમુદ્ર - રેડ સી - ઈજીપ્ત અને એલેકઝાન્ડ્રીયા થઈને રોમ ગોલ્ડન રોડનો વહેપાર અનેક ગણો વિકસિત અને સમૃદ્ધ હતો. ચીનનો સિલ્ક રૂટ લાંબો, ખર્ચાળ, જોખમી અને વિવિધ લોકોના હસ્તક હતો.
