વિવિધા

No

Block: Site: Subtree Block

    ઇન્દિરાનો અર્થ દેવી લક્ષ્મી, કાંતિ, શોભા અને સૃષ્ટિની શરૂઆતમાં ફૂલની પાંખડીઓથી બનેલી દેવી એવો થાય છે. એ જ રીતે પ્રિયદર્શિનીનો અર્થ જેનું દર્શન પ્રિય છે એ અથવા તો પ્રિય જોનારી એવો થાય છે.... આ બન્ને નામના સંગમ સમાં છતાં લોખંડી મહિલા તરીકે જાણીતાં ઇન્દિરા પ્રિયદર્શિની ભારતનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન હતાં ! ઇન્દિરા ૨૪ જાન્યુઆરી ૧૯૬૬થી ૨૪ માર્ચ ૧૯૭૭ તથા ૧૪ જાન્યુઆરી ૧૯૮૦થી તેમના અવસાન સુધી ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ સુધીના બે સમયગાળા દરમિયાન ભારતના વડાં પ્રધાનપદે રહ્યાં હતાં. 

    માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો

    અવિનાશ વ્યાસ લોકપ્રિય ગીતકાર અને સંગીતકાર. ચલચિત્રો માટે પણ ચિકાર ગીતો લખ્યાં. આજે પણ ગાયક કલાકારો અને પ્રજા એમનાં ગીતો હોંશે હોંશે ગાય છે. ‘રાસદુલારી’ જેવી સફળ નૃત્યનાટિકા પણ લખી. ‘પાંદડું લીલું ને રંગ રાતો’ એમનો ગીત-સંચય.

    ભારતનાં પ્રથમ મહિલા વડાં પ્રધ

    ઇન્દિરાનો અર્થ દેવી લક્ષ્મી, કાંતિ, શોભા અને સૃષ્ટિની શરૂઆતમાં ફૂલની પાંખડીઓથી બનેલી દેવી એવો થાય છે. એ જ રીતે પ્રિયદર્શિનીનો અર્થ જેનું દર્શન પ્રિય છે એ અથવા તો પ્રિય જોનારી એવો થાય છે.... આ બન્ને નામના સંગમ સમાં છતાં લોખંડી મહિલા તરીકે જાણીતાં ઇન્દિરા પ્રિયદર્શિની ભારતનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન હતાં ! 

    ઈઝરાયેલ દ્વારા આતંકીઓનો કચ્ચરઘાણ ભારત માટે બોધપાઠ સમાન

    આપણા વિશ્વે ઘણા લાંબા સમયથી આતંકવાદીઓને તેમની શેતાની વિચારધારાના દરેક પ્રકારના પાગલપણા સાથે બચી નીકળવાની છૂટ આપેલી છે. આ પરંપરાગત ડહાપણ (હું આ સલાહ વિચારવિમર્શ હેઠળ કહું છું) એવું રહ્યું છે કે જો આતંકવાદીઓ વિદેશી રાષ્ટ્રોમાં પોતાને બિનસરકારી ખેલાડીઓ સ્વરૂપે સંગઠિત કરતા હોય તો તમારે વ્યાપક યુદ્ધના ભય હેઠળ તેમના પર હુમલા કે આક્રમણ કરવું ન જોઈએ. ઈઝરાયેલે 21મી સદીમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે આ ત્રાસવાદીઓ સાથે કામ પાર પાડવાનો માત્ર એક જ માર્ગ છે. તેઓ જ્યાં પણ છુપાયા હોય ત્યાંથી તેમનો વિનાશ કરી નાખો.

    વિચારધારાથી એક્શનઃ સંઘ અને ભાજપ

    ગત છ મહિનામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS -સંઘ)ના નેતાઓ દ્વારા વિવિધ નિવેદનો રહસ્ટસ્ફોટ કરનારા અને ચિંતાજનક લાગ્યા છે. લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાએ પક્ષનું માળખું નક્કર બન્યું હોવાનું સૂચવવા સાથે ટીપ્પણી કરી હતી કે, ‘શરૂઆતમાં અમે કદાચ નાના અને ઓછી ક્ષમતા ધરાવતા હોઈશું અને આરએસએસની જરૂર રહેતી હતી. આજે અમે મજબૂત બની ગયા છીએ અને આત્મનિર્ભર પણ છીએ. ભાજપ સ્વતંત્ર રીતે કામ કરે છે.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સંઘ હવે ‘વૈચારિક આવરણ- ફ્રન્ટ’ તરીકે કામ કરે છે.

    હેરોની દેસી હાઈકર્સ બેડમિન્ટન ક્લબે માઉન્ટ કિલિમાન્જારો સર કર્યો

    સહનશક્તિ અને મક્કમતાના પ્રેરણાદાયી કાર્યમાં હેરોની દેસી હાઈકર્સ બેડમિન્ટન ક્લબે ઈસ્ટ આફ્રિકાના ટાન્ઝાનિયામાં આવેલો માઉન્ટ કિલિમાન્જારો સફળતાપૂર્વ સર કર્યો છે. આ હાઈકર્સ ટીમમાં આવા પડકારજનક ટ્રેક સંદર્ભે અનુભવ ઘણો ઓછો હોવાં છતાં, શિખર સુધી આઠ દિવસની સાહસયાત્રામાં પ્રચંડ શારીરિક અને માનસિક અવરોધો પાર પાડ્યા હતા. આ સાહસ થકી હાઈકર્સે હેરો અને બ્રેન્ટમાં પીડાશામક સારસંભાળ આપતી સ્થાનિક ચેરિટી સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે જસ્ટગિવિંગ ફંડરેઈઝિંગ પેજ મારફત 13,000 પાઉન્ડનું ભંડોળ એકત્ર કર્યું હતું.

    અંગરક્ષકો નિયુક્ત કરનાર પ્રથ

    એક એવી મશહૂર અભિનેત્રી જે અંગરક્ષકો નિયુક્ત કરનાર પહેલી સિનેતારિકા હતી, જેણે પોતાના મહેલ જેવા બંગલામાં અઢાર અલ્સેશિયન કૂતરા પાળેલા, જેના પ્રાંગણમાં બ્યૂક, શેવરોલેટ, સ્ટેશન વેગન, હિલમેન અને ટાઉન ઇન કંટ્રી એમ પાંચ મોંઘેરી ગાડીઓ ખડી રહેતી અને જે દાનની રાણી તરીકે પણ ઓળખાતી.... બોલો, આ સિતારાની ઓળખાણ પડે છે?

    તામસી વૃત્તિ પર સાત્વિક વૃત્ત

    ચારે તરફ ઊર્જા-ઉલ્લાસ, પ્રેમ-પ્રસન્નતા, ભક્તિ-ભજનનું વાતાવરણ છે, ગીત-સંગીત-નૃત્ય ત્રણેની ત્રિવેણીને કાંઠે ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં પણ વસે છે ત્યાં વિશ્વના સૌથી લાંબા નૃત્ય ઉત્સવ નવરાત્રિ અને ગરબાને માણી રહ્યા છે, ગરબા રમીને ગૌરવાન્વિત થઈ રહ્યા છે એવા સમયે એક ટીનેજર દાદાને પુછે છે, ‘નવરાત્રિ પછી આવતા દશેરાના ઉત્સવનું મહત્ત્વ સમજાવો ને દાદા.’ અને દાદા થોડું ચિંતન-મનન-વાંચન કરીને, જે લોકજીવનમાં જોયું-જાણ્યું છે એના આધારે વિજ્યાદશમીનું જે વર્ણન કરે છે એમાં ઈતિહાસ છે, ધર્મ છે, અધ્યાત્મિક સંકેતો છે, રોજિંદા જીવનની ઘટનાઓ અને માનવ મનની લાગણીઓનું પ્રતિબિંબ છે.

    દોન ધ્રૂવ એવા બે વડા પ્રધાનો

    રાજકારણમાં ‘મફત કા ચંદન ઘસ બે લાલિયા’ની ઉક્તિની માફક મફતિયા સંસ્કૃતિનું જોર વધી રહ્યું છે. તાજેતરમાં સીનિયર લેબર મિનિસ્ટર્સ અને રાજકારણીઓ દ્વારા ભેટ-બક્ષિસ, એકોમોડેશન્સ અને આનંદપ્રમોદનો સ્વીકાર કરવાના અહેવાલોએ ભારે ચિંતા પ્રસરાવી છે. વરિષ્ઠ લેબર પદાધિકારીઓએ  2019થી 642,000 પાઉન્ડના મૂલ્યના ગીફ્ટ્સ, કોન્સ્ટ ટિકિટ્સ, ફૂટબોલ હોસ્પિટાલિટી, લક્ઝરી હોલીડેઝ અને વસ્ત્રો મેળવ્યાના અહેવાલોથી જાહેર વિશ્વસનીયતાનું ધોવાણ જ થયું છે. આપણે આપણા નેતાઓ પાસેથી પ્રામાણિકતાની અપેક્ષા રાખીએ છીએ પરંતુ, આ ઉદાહરણો તો તદ્દન વિપરીત જ કશું દર્શાવે છે.

    વિજયાદશમીઃ આંતરિક વિકારો નાબ

    દશેરા એટલે વિજયનું પર્વ. ન્યાય અને નૈતિકતાના આ તહેવારનું સાચું મૂલ્ય આપણે રાવણના અભિમાનનું દહન કરીને અને રામના સત્ય અને શાંતિ જેવાં પદચિહ્નો પર ચાલીને કરવું રહ્યું. આ એવું પર્વ છે જેમાં અહંકાર પર આદર્શનો વિજય, અસત્ય પર સત્યનો વિજય ખાસ મહત્ત્વ ધરાવે છે. નવરાત્રીની ધામધૂમથી ઉજવણી પછી છેલ્લા દિવસે એટલે કે દશમા દિવસે ભગવાનના વિજયના પ્રતીકરૂપે ઉત્સવ મનાવાય છે. આસો સુદ દશમ દશેરા અથવા વિજ્યાદશમી તરીકે ઓળખાય છે. નવરાત્રીના દિવસો દરમિયાન માની શક્તિ મેળવી આપણામાં રહેલા દસ આંતરિક વિકારો નાબૂદ કરી જીવનમુક્તિ મેળવવાનો ઉત્સવ એટલે વિજ્યાદશમી.