વિવિધા

No

Block: Site: Subtree Block

    સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુ

    નવીન ઋત દા કોઈ સંદેશ દેતા
    ઈસ કની દી લાજ તૂ પલના વે
    આ પંજાબી પંક્તિઓનો અર્થ છે : એક નવી ઋતુને સંદેશ પાઠવો, અને કલમની શાન કાયમ રાખો, જો ધરતીનું વૃક્ષ ખીલે છે, તો એની જૈતૂનની ડાળી હંમેશ માટે આપણી છે ! આ રચના જે સંગ્રહમાંથી લેવામાં આવી છે, તેનું શીર્ષક ‘સુનેહડે’ છે. પંજાબી ‘સુનેહડે’નો ગુજરાતી અર્થ ‘’સંદેશા’ થાય...’સુનેહડે’માં સંદેશાઓ આલેખવા બદલ રચયિતાને ૧૯૫૬માં સાહિત્ય અકાદમીના પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવી. એ સાથે સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત એ પ્રથમ મહિલા બની ગઈ... ૧૯૬૯માં દેશનો ચોથો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી, ૧૯૮૨માં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર, અને ૨૦૦૪માં દેશનો બીજો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મવિભૂષણ !

    જો આપણે ક્ષણને જીવી નહીં શકીએ

    શ્યામલ મુન્શીના એક ગીતનો ઉઘાડ છે - સુખનું સરનામું આપો. સંતો-મહંતોના ચરણોમાં જઈને એમના ભક્તો મેળવે છે ખુશ થવાનું માર્ગદર્શન. મસ્સમોટી રકમની ફી ચૂકવીને બૌદ્ધિકો સાંભળે છે મોટીવેશનલ સ્પીકરોના પ્રવચનો. કેમ? સુખી થવાના રસ્તાઓ જાણવા... માણસ વધુને વધુ પૈસા ઈચ્છે છે, આધુનિક સુવિધાઓ ઈચ્છે છે કારણ કે એને વધુને વધુ સુખી થવું છે અથવા એવા દેખાવું છે.

    સર્જક મહેન્દ્ર જોશી વ્યવસાયે શિક્ષક. રાજકોટમાં વસવાટ. તેમની કવિતા એટલે પહેલાં અડે ને ફરી-ફરીને વાંચો તો એમાંથી નવા-નવા અર્થના આકાશ ઊઘડે. કાવ્યસંગ્રહ ‘તંદ્રા’.

    ગુજરાતનાં સંદર્ભે કટોકટી-સેન

    1975ની 26 જૂનથી ભારતમાં આંતરિક કટોકટી રાષ્ટ્રપતિ ફખરૂદીન અલી અહમદના અધ્યાદેશથી ઘોષિત કરાઇ અને 21 માર્ચ 1977ના દિવસે તેને તત્કાલીન રાષ્ટ્રપતિ બી. ડી. જત્તીના અધ્યાદેશથી પરત ખેંચી લેવામાં આવી. તેની ભારતીય રાજકારણ, બંધારણ, ન્યાયતંત્ર, કાનૂન, પોલીસ, ચુંટણી, સાર્વજનિક જીવન પર એવી ઘેરી અસર રહી કે આજે, 50 વર્ષે પણ તે યાદ કરતાં હચમચી જવાય છે.

    ભારતના એરપોર્ટ ટર્મિનલ્સમાં ઐતિહાસિક વારસાને આધુનિકતાનો ઓપ

    ભારતમાં હવાઈપ્રવાસ નિરાશાજનક કે શિરદર્દ જેવો હોઈ શકે છે. મુખ્ય એરપોર્ટ્સ પરની ફ્લાઈટ્સ મોટા ભાગે મોડી થાય છે, એકથી બીજાં શહેરોમાં સિક્યોરિટી પ્રોટોકલ્સ અલગ હોઈ શકે છે. એરપોર્ટ્સ પર મળતા બિયરની પ્રાઈસથી કદાચ હીથ્રો એરપોર્ટ પણ શરમાઈ જાય. આમ છતાં, એક પાસું એવું છે જે આ બધી નારાજગીઓને સરભર કરી શકે છેઃ ભારતીય એરપોર્ટ્સ વિશ્વમાં સૌથી સુંદર એરપોર્ટ્સમાં ગણાય છે. તેઓ ભારત શું કરી શકેની ક્ષમતા દર્શાવે છે અને તે ક્યાં ઉણું ઉતરે છે તે પણ દર્શાવે છે.

    કટોકટીની અર્ધ શતાબ્દીએ વીતેલ

    ઝવેરચંદ મેઘાણીને કોઈએ પૂછેલું, ‘આ તમે મરી ગયેલાઓનો ભૂતકાળ શા માટે વાગોળો છો? વર્તમાનની વાતો કરોને?’ ત્યારે તેમણે જવાબ આપ્યો હતો: ‘એ બધાં મારા પૂરતાં તો મરી નથી ગયાં. મર્યા હોય તો યે મારાં સ્વજનો બની ગયાં છે. સ્વજનો સાંભર્યા જ કરે છે. કોઈ પણ યુગ અન્ય યુગને નરી વર્તમાનની તુલાએ ન તોળી શકે. ભૂતકાળના સંસ્કારો મૂલવવા બેસતાં પહેલાં સર્વદેશીય, ઉદાર અને સાચો પ્રાણ દાખવનારી દૃષ્ટિ જરૂરી છે. યુગ એટલા વેગથી ધસે છે કે ગઇકાલ અને આજની વચ્ચે પણ દૃષ્ટિભેદના દરિયા ખોદાય છે. એટલે વેગીલી મનોદશાની સામે તો ભૂત-વર્તમાનનો કલ્યાણ-યોગ સંભવતો જ નથી, પણ આવાં ઇતિહાસ-પ્રકરણોમાંથી તેજસ્વી વર્તમાન સર્જાવવા માટે મહાન પ્રાણબળ જડી રહેશે.’

    વિરાસતઃ ગુજરાતનું પ્રથમ ગ્રા

    ધંધુકા તાલુકાના આકરુ ગામે ગુજરાતનું પહેલું ગ્રામીણ લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ સ્થપાયું છે, જેના સ્થાપક છે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ. લોકકળાથી લઇને લોકકલાકારોના જતન-સંવર્ધન માટે પોતાનું આયખું ખપાવી દેનાર જોરાવરસિંહજીના પ્રદાનથી ભાગ્યે જ કોઇ અજાણ હશે. ‘ગુજરાત સમાચાર’ના માનવંતા લેખક અને સંગીત નાટક અકાદમી-નવી દિલ્હીના વાઇસ ચેરમેન જોરાવરસિંહ જાદવે આ લેખમાં તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ખુલ્લા મૂકાયેલા આ અનોખા સંગ્રહાલયનું વિચારબીજ કઇ રીતે રોપાયુંથી લઇને આ વિચાર મૂર્તિમંત કઇ રીતે થયો તેની વાત માંડી છે.

    પ્રથમ મહિલા મહાવત : પાર્વતી બર

    પાર્વતી બરુઆને જાણો છો ? આસામની પાર્વતી બરુઆ માત્ર ભારતની જ નહીં, દુનિયાની પણ પહેલી મહિલા મહાવત છે. ચૌદ વર્ષની નાની ઉંમરથી હાથીઓને અંકુશમાં રાખવાનું શીખી ગયેલી પાર્વતી હાથીઓની પરી કે હસ્તી કન્યા તરીકે જાણીતી છે. તે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વર્ઝેશન ઓફ નેચર-આઈયુસીએન ની સભ્ય પણ રહી ચૂકી છે. ભારત સરકારે પાર્વતીને સામાજિક કાર્યના ક્ષેત્રે કરેલા પ્રદાન બદલ વર્ષ ૨૦૨૪માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીના સન્માનથી પુરસ્કૃત કરી છે.

    તમારી બાલ્કનીને બનાવો ઘરનું એ

    બાલ્કની એ ઘરનો એવો ખૂણો છે જ્યાં આપણે પ્રકૃતિ સાથે સમય વિતાવી શકીએ છીએ. અહીં ચા પીવાની મજા અલગ જ હોય છે, તો ક્યારેક અહીં બેઠાં બેઠાં વાંચનનો આનંદ પણ માણી શકાય છે.

    ઈન્સ્ટિટ્યૂશનલાઈઝ્ડ હિન્દુવિરોધી ઘૃણામાં ભારે ઉછાળો?

    હું હાલમાં જ પોર્ટુગલમાં મારી રજાઓ વીતાવી પાછો આવ્યો છું અને જોયું કે જે વિશ્વને હું જાણતો હતો તેમાં નાટ્યાત્મક બદલાવ આવી ગયો છે. મારું ધ્યાન ખેંચે તેવું ઘણું બધું ચાલી રહ્યું છે પરંતુ, આ સપ્તાહે તો હું ઘણા હિન્દુઓ માને છે તેમ ઈન્સ્ટિટ્યૂશનલાઈઝ્ડ-સંસ્થાગત હિન્દુવિરોધી ઘૃણામાં આવેલા ભારે ઉછાળાના મુદા પર જ ધ્યાન કેન્દ્રિત કરીશ. ભૂતકાળમાં પણ મેં આ મુદ્દો ઉઠાવ્યો છે પરંતુ,નવી લેબર સરકાર ચૂંટાઈ આવ્યા પછી એમ જણાય છે કે આપણી કોમ્યુનિટી પર હુમલો કરવા માટે હિન્દુવિરોધી બળોને લીલીઝંડી આપી દેવાઈ છે.