તમે બધા જ જાણો છો કે આરામખુરશીમાં બેઠા રહીને ટીકાઓ કરવાનું ઘણું સહેલું હોય છે. આખરે મારે તો મારા મંતવ્યો જ દર્શાવવાના હોય છે. જોકે, જિંદગી ધારીએ એટલી સરળ હોતી નથી. લેખકો તો ઘણા હોય છે પરંતુ, ઘણા ઓછા લેખકો હોય છે જેઓ ગળે ગાળિયો ભરાવીને એવી વાતો જણાવે છે જે મોટા ભાગના લોકો મગજની અંદર વિચારે છે ખરા પરંતુ, જાહેરમાં અભિવ્યક્ત કરતા ઘણા ડરે છે. સારા નસીબે, મને આવા કોઈ અવરોધ કે ખચકાટ નડતા નથી.
વિવિધા
Block: Site: Subtree Block
સરદાર પટેલ એટલે ભારતના એક એવા રાજનેતા તથા સમાજનેતા જેમને દેશવાસીઓ આજે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેટલા જ પ્રેમ અને આદરથી યાદ કરે છે. સરદાર વલ્લભભાઇ પટેલ નામના આ લોખંડી પુરુષે દેશની સ્વતંત્રતાની લડતમાં તો મહત્ત્વનો ફાળો આપ્યો જ, પરંતુ તેથીય વિશેષ યોગદાન એ રહ્યું કે અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. તેમના દૃઢ મનોબળ અને હિમાલય જેવા અડગ સ્વભાવના કારણે તેઓ ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.
દેવદિવાળીના મંગળ પર્વે ધરતીલોક અને વૈકુંઠલોકનો અનેરો સંગમ થાય છે, દેવો અને મનુષ્યો બંને ઝગમગતા દીવડાઓની સાથે પ્રમોદ અને પ્રકાશનો આ મહોત્સવ ભારે હર્ષોલ્લાસ અને આનંદપૂર્વક ઊજવે છે.
કલ્પના કરવાથી કલ્પના સાકાર થાય છે ! પૂર્વાપર ભૂમિકા આપીને આ વાક્ય સમજાવવાનું હોય તો એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ કલ્પના ચાવલા સિવાય બીજું કોઈ જ ન હોઈ શકે ! કલ્પના ચાવલાએ કલ્પનાની પાંખે સવાર થઈને ધરતીથી આકાશ અને આકાશથી અંતરિક્ષમાં ઊડવાની કલ્પના કરી અને એ કલ્પના સાકાર પણ કરી....પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી બનીને ભારતનું ગૌરવ વધાર્યું !
29 ઓક્ટોબરે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળીનું આયોજન કરનારા રાક્ષસોનો પર્દાફાશ કરવા સિવાયનો કોઈ વિકલ્પ મારી પાસે રહ્યો નથી. નંબર 10 ખાતે દિવાળીની પરંપરા હવે લાંબા સમયથી ચાલતી આવે છે. જોકે, આટલાં વર્ષોમાં મહેમાનોને કદી બિનશાકાહારી ભોજન પીરસાયું નથી. નવી લેબર સરકારના વહીવટ અને 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં નવા પ્રાઈમ મિનિસ્ટર રહે છે ત્યારે બિલિયન્સ હિન્દુઓની આસ્થા પ્રત્યે આદર દર્શાવવાના દિવસો હવે રહ્યા નથી તેમ લાગે છે.
1892ના બરાબર આ દિવસોએ એક ઐતિહાસિક ઘટનાને આકાર આપ્યો હતો, અને તે પણ સૌરાષ્ટ્રના જેતલસર જેવા નાનકડા ગામમાં. હમણાં સ્વામી વિવેકનંદની ગુજરાત યાત્રા( જે દેશભરમાં સૌથી વધુ દિવસોની હતી, દિવસો જ નહિ, નિર્ણાયક પડાવો માટે પણ. ) પર લખેલી દસ્તાવેજી નવકથા “ ઉત્ત્તિષ્ઠત, ગુજરાત!” ના હિન્દી અનુવાદના પ્રકાશન નિમિત્તે તપાસી રહ્યો હતો. મઝાની વાત એ છે કે કચ્છી ભાષામાં (ભલે પંડિતો તેને બોલીના પિંજરમાં બંધ રાખે, તે બોલી નથી, સમૃદ્ધ ભાષા પણ છે.) પણ એક કચ્છી ભાષાના આકંઠ જાણકાર મિત્ર આ ન્વલકથાનો કચ્છીમાં અનુવાદ કરી રહ્યા છે. જન્મભૂમિ પત્રોને માટે ગૌરવ થાય એવી વાત છે કે ગુજરાતીમાં તે આ અખબારોમાં ધારાવહી સ્વરૂપે પ્રકાશિત થઈ હતી.
ગત વર્ષ, ગત થોડા દાયકાઓ અને તેથી પણ આગળના સમયગાળામાં ઘણું બધું થઈ ગયું છે. બ્રિટિશ સમાજના ભદ્ર વર્ગ માટે રોજબરોજની સંસ્કૃતિ બની ગયેલા હોય તેમ જણાતા અપ્રામાણિકતા અને શોષણના પડતર ઉદાહરણોનું નિરાકરણ લાવવાના પ્રયાસ કોઈ કરી શકે નહિ. આમ છતાં, આપણે તાજેતરના થોડાં ઉદાહરણો પર નજર નાખી શકીએ.
વિશ્વના સૌથી મોટા એન્ટ્રેપ્રીન્યોરશિપ ફેસ્ટિવલનો સોમવાર 18 નવેમ્બરથી આરંભ થઈ ચૂક્યો છે. 18-24 નવેમ્બર 2024ના ગાળામાં 17મા ગ્લોબલ એન્ટ્રેપ્રીન્યોરશિપ વીક (GEW)માં 200થી વધુ દેશના લાખો લોકો ભાગ લઈ રહ્યા છે. આ સપ્તાહ દરમિયાન. યુકેના દરેક વિસ્તારોમાં સેંકડો ઈવેન્ટ્સ યોજાશે જેને બ્રિટિશ લાઈબ્રેરી, સ્કૂલ્સ અને અગ્રણી યુનિવર્સિટીઓ સહિત પાર્ટનર્સનો સપોર્ટ છે. સમગ્ર યુકેમાં એન્ટ્રેપ્રીન્યોરશિપ ફૂલીફાલી રહેલ છે તેવા સંદેશા સાથેના આ ઈવેન્ટ્સમાં યુકેના અર્થતંત્ર માટે સ્ટાર્ટઅપ્સ અને લઘુ બિઝનેસીસના મહત્ત્વને હાઈલાઈટ કરાશે.
બ્રિટિશ ઈન્ડિયન જ્યુઈશ એસોસિયેશન (BIJA)નું વિન્ટર રિસેપ્શન સોમવાર 18 નવેમ્બરે પંજાબ રેસ્ટોરાંની શાફ્ટ્સબરી વિંગ ખાતે યોજાયું હતું. મશહૂર બેરિસ્ટર અને શેડો એટર્ની જનરલ લોર્ડ ડેવિડ વોલ્ફ્સન KC તેમજ એન્ટ્રેપ્રીન્યોર અને લંડન માટેના પૂર્વ ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલ મહેમાન વક્તા હતા. મહેમાનોમાં ભારતીય અને જ્યુઈશ કોમ્યુનિટીમાંથી પ્રોફેશનલ્સ અને કોમ્યુનિટી લીડર્સનો સમાવેશ થયો હતો.
નવેમ્બરના બીજા સપ્તાહમાં દયાળ માવજીભાઇ પરમાર, એટ્લે કે મુનિ દયાળે 88 વર્ષે વિદાય લીધી.
