આ સપ્તાહે અવિનાશ વ્યાસ... લોકપ્રિય ગીતકાર અને સંગીતકાર. ચલચિત્રો માટે પણ ચિક્કાર ગીતો લખ્યાં. આજે પણ ગાયક કલાકારો અને પ્રજા એમનાં ગીતો હોંશે હોંશે ગાય છે. ‘રાસદુલારી’ જેવી સફળ નૃત્યનાટિકા પણ લખી. ‘પાંદડું લીલું ને રંગ રાતો’ એમનો ગીત-સંચય.
વિવિધા
Block: Site: Subtree Block
આમ તો આ બંને શબ્દ પ્રયોગો પશ્ચિમમાં પ્રયોજાય છે,પણ આપ્ણે થોડાક પાછા વળીને ઇતિહાસ તરફ જોઈએ તો સમાજ જીવનના કેટલા બધા સંકેતો મળી આવે!
બોર્ડર ફિલ્મ યાદ છે ? આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલા યુદ્ધકાળમાં બનેલી સત્યઘટના પર આધારિત હતી. યુદ્ધ દરમિયાન મેજર કુલદીપ સિંહ ચાંદપુરીના નેતૃત્વમાં રાજસ્થાનના લોંગેવાલા પોસ્ટ પર ૧૨૦ ભારતીય જવાનોએ રાતભર પાકિસ્તાનની ટોંક રેજીમેન્ટનો મુકાબલો કરેલો. આ સત્યઘટનાને આધારે ૧૯૯૭માં પ્રદર્શિત થયેલી ‘બોર્ડર’ ફિલ્મમાં સની દેઓલ અને જેકી શ્રોફ સહિતના કલાકારોએ અભિનયનાં અજવાળાં પાથરેલાં...આ ફિલ્મનું નામ પડતાં જ સહુના હોઠ પેલું ગીત ગણગણવા લાગે છે : સંદેશે આતે હૈં....
‘બહાર બહુ ફર્યા, હવે અંદર ફરો...’ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યોગગુરુ શ્રી આર.જે. જાડેજાએ આ શબ્દો તાજેતરમાં ભાવનગરમાં એક મિલન ઉત્સવમાં કહ્યા હતા. કેમ કહ્યા? કોને કહ્યા? એની જાણકારી માટે હું તમને લઈ જાઉં, કલમના સથવારે છેક 1980ના વર્ષમાં.
શહેરીકરણ વધતું જાય છે અને તેમાં રહેનારા લોકોની સંખ્યા પણ વધતી જાય છે. ગામડાઓમાંથી સ્થળાંતરિત થઈને લોકો હવે ધીમે ધીમે નાના-મોટા શહેરોમાં વસવાટ માટે જઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ હોય છે રોજગારી. રોટલો રળવા માટે થઈને લોકોએ પોતાના ઘરબાર છોડવા પડે છે અને નવી જગ્યાએ સ્થાયી થવું પડે છે તે વાતનું દુઃખ તો થાય પરંતુ તેની સાથે સાથે આ વાસ્તવિકતાને સ્વીકારીને આગળ વધીએ તો અલગ પ્રકારના વાતાવરણમાં પોતાને અને પરિવારને સ્થાપિત કરવાની પ્રક્રિયા પણ સરળ થઇ રહે. નવી જગ્યાએ જઈને નોકરી શોધવાની હોય કે નોકરી મળવાને કારણે ત્યાં સ્થાયી થવા નીકળવું પડ્યું હોય તે બંનેમાં ફરક છે. પરંતુ ગમે તે કારણથી તમારે કે પરિવારને નાના સ્થળેથી મોટા સ્થળે વિસ્થાપિત થવાનું આવે તો ત્યાંની જટિલ વ્યવસ્થા તમને તરત જ માફક આવતી નથી. તેમાં ઘણો સમય લાગે છે.
21 ઓક્ટોબર કઈ રીતે યાદ કરવી જોઈએ? ઈતિહાસનું થોથું લઈને તરુણ વિદ્યાર્થી બેઠો છે. એકથી વધુ ઘટનાઓનો કોલાહલ સાંભળીને તે થાકી ગયો છે. ગુગલ તેને કેટલીક સાચી-ખોટી , ગલત નામો અને ઉચ્ચારણો સાથેની માહિતી આપે છે, પણ આ દિવસે શું બન્યું હતું કે તેને યાદ રાખવું પડે?
આ સપ્તાહે હરીન્દ્ર દવે... મુખ્યત્વે કવિ. રાધા-કૃષ્ણની કવિતા એમનો ગીતવિશેષ. પત્રકાર, નવલકથાકાર, નિબંધનકાર, વિવેચક, અનેક કાવ્યાનુવાદો કર્યા અને અનેક નવલકથાઓનાં અનુવાદો પણ. અભિવ્યક્તિની નજાકત એમની કવિતાના સ્વભાવમાં પણ રહી. ‘ચાલ, વરસાદની મોસમ છે’ સમગ્ર કાવ્યસંગ્રહ.
પાર્લામેન્ટમાં સાંસદ કાર્લા લોકહાર્ટની યજમાનીમાં અને એશિયન હ્યુમન રાઈટ્સ ફોરમના આરિફ આજકીઆના વડપણ હેઠળ 8 ઓગસ્ટે આયોજિત મહત્ત્વપૂર્ણ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા મને આમંત્રણ અપાયું હતું. મને ખાતરી જ છે કે તમારામાંથી મોટા ભાગના લોકોને પાકિસ્તાન આતંકવાદી રાષ્ટ્ર હોવા વિશે જાણકારી છે. આ એવો દેશ પણ છે જે પોતાના જ નાગરિકોનું અત્યંત ક્રૂરતા સાથે શોષણ કરે છે. પાકિસ્તાનના જ લોકો દ્વારા કોન્ફરન્સનું આયોજન કરાયું હતું તે તેમની હદ પારની મજબૂરી દર્શાવે છે કે તેમનો દેશ છેક 1947થી સરમુખ્યારોના હાથમાં રહેલો છે અને નિષ્ફળ રાષ્ટ્ર છે.
ટેબલ ટેનિસના ખેલમાં જે નિપુણ હોય અને જે કોલેજ ક્વીન પણ રહી ચૂકી હોય એ યુવતી આગળ ઉપર પ્રસિદ્ધ ખેલાડી બને અથવા તો ભારતસુંદરી બને તો નવાઈ ન લાગે, પણ આ બે ક્ષેત્રને બદલે એ રાજકારણના ક્ષેત્રમાં કાઠું કાઢીને ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર ખેડે...
વાચકમિત્રોને એ જાણવામાં અવશ્ય રસ પડશે કે BBCનો પર્દાફાશ કરતી નવી ડોક્યુમેન્ટરી 25 ઓક્ટોબર 2024ના દિવસે રીલિઝ થવાની છે. તેનું પ્રીમિયર દિલ્હીમાં 25થી 28 ઓક્ટોબર સુધીમાં યોજાનારા કુખ્યાત ‘જયપુર ડાયલોગ્સ - Jaipur Dialogues’ ઈવેન્ટમાં થશે. જેઓ ‘Jaipur Dialogues’ વિશે ન જાણતા હોય તેમના માટે એ માહિતી પૂરતી થઈ રહેશે કે તે પુનરુત્થાન કરતા ભારતના મૂળિયાના અવાજોને સ્થાન આપતું એકમાત્ર પ્લેટફોર્મ છે અને રાહુલ શિવશંકર, ડો. સુધાંશુ ત્રિવેદી, આનંદ રંગનાથન, માધવી લતા, પ્રદીપ ભંડારી, DGP એસ પી વૈદ્ય સહિત નામી વક્તાઓને આકર્ષે છે.
