વિવિધા

No

Block: Site: Subtree Block

    ગુજરાતીઓનું ગૌરવ સી.બી. પટેલ...

    છેલ્લા સાડા પાંચ દાયકા કરતાં વધુ સમયથી, ગુજરાત બહાર ગુજરાતીઓ માટે - ગુજરાતીઓની વચ્ચે - ગુજરાતીઓનું કામ કરતું નામ છે ચંદ્રકાંત બાબુભાઈ પટેલ. લંડનમાં આ નામના 10થી વધુ ગુજરાતીઓ રહે છે તેથી તેમણે લોકોએ આપેલું નિકનેમ અથવા ટૂંકુ લાડકું નામ - સી.બી. પટેલે સ્વીકારી લીધું અને આજે આ નામ દેશ અને દુનિયામાં ઘણું મોટું થઈ ગયું છે. નામ કામથી થયું છે અને કામ ધગશથી થયું છે. ધગશ માતાપિતા અને સંતોના આશીર્વાદથી થઈ છે. છે અને રહેશે.

    બગડેલી બાજીને સમય વર્ત્યે સુધ

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, 1948ની વાત છે. આણંદ ખાતે સ્ટેશન રોડ ઉપર મ્યુનિસિપાલિટી મથક સામે બાકરોલના શ્રી પરષોત્તમ દેવજીના આલિશાન મકાનના પ્રાંગણમાં વ્યાયામ શાળાની એક બેઠકે બેઠો હતો. મને યાદ છે તે સમયે કોઇકે ગીત કહો તો ગીત અને ભજન કહો તો ભજન લલકાર્યું કે જીવન પંથ ખૂટે ના મારો, જીવન પંથ ખૂટેના... મિત્રો, અમુક શબ્દો, અમુક સ્થળે, અમુક વાતાવરણમાં સાંભળીએ છીએ ત્યારે તે દિલોદિમાગમાં જડાઇ જતા હોય છે. આ શબ્દોનું પણ કંઇક આવું જ કહી શકાય.

    ભૂલાઈ ગયેલો બાંગ્લા દેશ... જ્યા

    આજે તેની કલ્પના પણ ના આવે. અત્યારે જે ઝનૂની અને કટ્ટર તત્વોએ બાંગલા દેશમાં લૂટફાટ, હત્યા, અને હુમલાઓનો રક્તપાત સર્જ્યો છે, બળાત્કારથી બદલો લેવાય છે, એક કઠપૂતળી સલાહકાર-જે શેખ હસીનાની સરકારના હડાહડ વિરોધી છે અને જેણે 2011 ના જંગ દરમિયાન પાકિસ્તાની આક્રમણે સંગાથ આપ્યો હતો તેવી જમાતે ઇસ્લામીના પ્રતિબંધને દૂર કર્યો છે, મંદિરો અને હિન્દુઓની હત્યા, હિજરત માટે છૂટ્ટો દોર આપી દેવાયો છે,મોતના અને હુમલાના ડરથી ન્યાયમૂર્તિઓ રાજીનામાં આપવા માંડ્યા છે, આખો દેશ અરાજક્તામાં સપડાયો છે અને કટ્ટરવાદી સંગઠનો બંધારણને બદલાવી નાખીને શરિયતના કાનૂન મુજબ “ઇસ્લામી રાષ્ટ્ર” સ્થાપવાની માગણી કરી રહ્યા છે, ત્યાં...

    ચર્ચામાં નથી હોતી...

    ‘આપણી કવિતાનો અમર વારસો’માં આ સપ્તાહે વાંચો ‘આસિમ’ રાંદેરીને. મૂળ નામ છે મહમૂદમિયાં મોહંમદ ઈમામ સૂબેદાર. કાવ્યસંગ્રહ ‘લીલા’ (1963), ‘શણગાર’ (1978)

    9/11 – બે દાયકા પછી આપણે શું શીખ્યા?

    બે દાયકા અગાઉ ઓસામા બિન લાદેનની પ્રેરણા અને આગેવાની હેઠળ ઈસ્લામિક કટ્ટરવાદીઓએ દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી અમેરિકા પરના સૌથી મોટા હુમલાને અંજામ આપ્યો હતો. મને એ દિવસ બરાબર યાદ છે. વાસ્તવિકતા તો એ હતી કે હુમલાની આગલી રાત્રે જ હું ન્યૂ યોર્કથી પાછો ફર્યો હતો. અને હા, ઘણી વખત થાય છે તેમ, ખરેખર તો હું હુમલાના આગલા દિવસે બિઝનેસ મીટિંગ માટે ટ્વીન ટાવર્સ ખાતે જ હતો, હું તો સારા નસીબે અથવા ભાગ્યના કારણે બચી ગયો પરંતુ, અન્ય હજારો કમનસીબ લોકોએ આતંકવાદીઓ દ્વારા ઉછાળાયેલા પાગલપણાની ઘણી ભારે કિંમત ચૂકવી હતી.

    નરેંદ્ર મોદીનો ‘પાંચમો અવતાર

    અવતાર શબ્દ ભલે આપણી પૌરાણિક ધાર્મિક માન્યતાની સાથે જોડાયેલો હોય, પણ ભારતીય ફિલસૂફીમાં તેનો એક બીજો અર્થ પણ છે. દરેક માણસ જન્મે ત્યારે તેની સાથે કેટલાંક કામ અનિવાર્યપણે જોડાયેલાં હોય છે તેને તે વ્યક્તિનું અવતાર કાર્ય ગણવામાં આવે છે. પોતાના જીવનકાળ દરમિયાન તે મોટેભાગે પૂરું કરે છે.
    મોદી તો વડાપ્રધાન છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા અને પછી પ્રચારક છે. પહેલા ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પક્ષની ઘણી જવાબદારી ઉઠાવી છે. પહેલીવાર ધારાસભ્ય અને પછી મુખ્યમંત્રી બન્યા અને 2014થી ગાંધીનગરથી દિલ્હી પહોંચીને વડાપ્રધાન બન્યા. ચૂટણી લડવાનું નસીબ 2002થી શરૂ થયું, અને સર્વત્ર જીત મેળવી.

    સાબરમતીના સંત પાસેથી શીખો જીવ

    ધર્મનો અર્થ અને જીવવાની કળા શીખવી હોયતો મહાત્મા ગાંધી પાસેથી શીખવી જોઈએ. સાબરમતીના આ સંતે તલવાર અને ઢાલ વગર દેશને અંગ્રોજની ગુલામીમાંથી મુક્તિ તો અપાવી પણ સાથે સાથે લોકોનો જીવન જીવવાની કલા પણ શીખવી. એક રાજનેતા હોવા છતાં ગાંધીજી સાચા અર્થમાં સંત હતા. ગાંધીજીએ રાજનીતિને ધર્મ સાથે જોડી એના કરતા પણ યોગ્ય એ કહેવાય કે તેમણે ધર્મને અનુરૂપ રાજનીતિનું આચરણ કર્યું. આ કારણોસર જ તેમને નેતા ન કહેતા રાજનેતા કહેવામાં આવે છે. ગાંધીજીએ ધર્મને રાજનીતિથી મહાન બનાવ્યોઅને ધર્મના વ્યવહારિક ઉપોયગની સમજણ આપી.

    જ્યારે પ્રણયની જગમાં......

    ‘આદિલ’ મન્સૂરીનું મૂળ નામ ફરીદમહમદ ગુલામનબી મન્સૂરી. ગુજરાતી ગઝલને પરંપરામાંથી છોડાવવાનો પ્રથમ યશ કોઈને પણ આપવો હોય તો તે આદિલ મન્સૂરીને મળે. અમદાવાદ છોડ્યા બાદ અમેરિકામાં વસ્યા હતા. સતત લખતા રહેતા. પરદેશમાં રહેતા ગુજરાતીઓને મુશાયરાઓ દ્વારા કવિતા તરફ વાળતા હતા. ‘મળે ન મળે’ એમનો કાવ્યસંચય.

    ભારતનાં પ્રથમ મહિલા મુખ્યમંત

    એક એવાં સ્વાતંત્ર્ય સેનાની જે આઝાદી મળ્યા બાદ કોંગ્રેસનાં મહાસચિવ બન્યાં, મહિલા અને શ્રમ વિભાગનાં મંત્રી થયાં અને જે ભારતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં...

    ઋષિકેશઃ સનાતન સંસ્કૃતિ, ધર્મ અ...

    ‘બેટા, આ વખતે ખાસ્સો લાંબો સમય પસાર થઈ ગયો. ગંગાજીના દર્શન નથી કરી શક્યા. તું દિલ્હીનું કામ પૂરું કરીને પરત અમદાવાદ તારા કામે આવી જજે, અમે ત્યાંથી ત્રણેક દિવસ ઋષિકેશ જઈશું.’ દીકરી સ્તુતિને મેં કહ્યું અને એમ દિલ્હીથી ઋષિકેશ બાય રોડ અમારી યાત્રાનો આરંભ થયો.