ભગવદ્ ગીતાના 11મા અધ્યાય વિશ્વરૂપદર્શનમાં ભગવાન કૃષ્ણ પોતાનું દિવ્ય સ્વરૂપ દર્શાવે છે ત્યારે ભગવાનના મુખમાં અસંખ્ય બ્રહ્માંડ, તારા, સૂર્ય અને ગ્રહોનો વ્યાપ નિહાળીને અર્જૂન સ્તબ્ધ બની જાય છે. આ જ્ઞાન સનાતન ધર્મમાં છે કે આજે આપણે એલિયન્સ કે પરગ્રહવાસી કહીએ છેએ તેવા સજીવો પણ અસ્તિત્વ ધરાવે છે પરંતુ, વિજ્ઞાન તેને પ્રતિપાદિત કરી શક્યું નથી. જોકે, આનંદના સમાચાર એ છે કે ભારતીય એસ્ટ્રોફીઝિસિસ્ટ ડો. નિક્કુ મધુસૂદનના નેતૃત્વ હેઠળ ખગોળશાસ્ત્રીઓની ટીમે અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના અતિ શક્તિશાળી જેમ્સ વેબ ટેલિસ્કોપ (JWST)ની મદદથી પહેલી વખત આપણી સૌરમાળાની બહારના ગ્રહ પર જીવન હોવાના વધુ વિશ્વસનીય સંકેતો મેળવ્યા છે. ડો. નિક્કુની ટીમે પૃથ્વીથી 124 પ્રકાશવર્ષના અંતરે એટલે કે 700 ટ્રિલિયન માઈલ દૂર એક એક્ઝોપ્લેનેટ K 2-18 b શોધી કાઢ્યો છે
વિવિધા
Block: Site: Subtree Block
પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ સરકતી મેટ્રો અને અને બુલેટ ટ્રેનના આગમનનો ધમધમાટ, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ અને શિવરાજપુરનો બ્લુ બીચ, પ્રાગૈતિહાસિક ગિરનારનો રોપ-વે અને ગિરિવરની નિશ્રામાં ડાલામથ્થા સાવજની ગર્જના, ભાવનગર - સુરતને દરિયાઇ માર્ગે જોડતી રો-રો ફેરી અને મરીન નેશનલ પાર્ક, વેળાવદરનું કાળિયાર અભ્યારણ્ય અને નાના રણમાં દોડતા ઘુડખર પણ અહીં જ... ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત, નરેન્દ્ર મોદીનું ગુજરાત... ગુજરાત તો એક જ છે, પણ તેની ઓળખ આપી શકાય તેવું ઘણું અઢળક છે.
તમે મૂરખ છો એવું ના કહેવાય,
પણ કહેવાય એવું કે તમે બહુ જ ભોળા છો.
તમે બાયલા છો એવું ના કહેવાય,
પણ કહેવાય એવું કે તમે બહુ જ નરમ છો.
પાકિસ્તાનનું ત્રાસવાદી રાજ્ય તેના દાયકાઓના પાગલપણાથી છટકી જતું હતું. પાકિસ્તાને જ્યારે ભારતના કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે ભારતે તેને 1947માં જ ખતમ કરી નાખવા જેવું હતું. નેહરુની વિવેકબુદ્ધિની આ સૌપ્રથમ ગંભીર અને મોટી ભૂલ હતી અને ઈતિહાસ દર્શાવે છે તેમ પાકિસ્તાન સાથે સંબંધિત કોઈ મુદ્દો સામે આવ્યો હોય ત્યારે તેમની છેલ્લી ભૂલ પણ ન હતી. આ પછીની ભારત સરકારોએ પાકિસ્તાન દ્વારા નિકાસ કરાતા ત્રાસવાદ સામે ઝૂકી જવાનું અને તુષ્ટિકરણનું જ કાર્ય કર્યું. આ પછી, આપણે ઘણી વખત સામે લડવાની કેટલીક નિશાનીઓ નિહાળી છે. ઉદાહરણ આપીએ તો 1971માં ભારતે પૂર્વ પાકિસ્તાનને આઝાદ કરી બાંગલાદેશ બનાવ્યું હતું. જોકે, આના પછી પણ કામગીરી પૂર્ણ કરવા અને પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (POJK) પાછું લેવાના બદલે તેમણે ફરી પીછેહઠ કરી અને બદમાશ પાકિસ્તાની રાજ્યને તેનો કબજો જાળવી રાખવાની જાણે છૂટ આપી દીધી.
હા. સૌને તેનો અંદાજ છે. અગાઉ 1962ના ચીની આક્રમણ સમયે, અને પાકિસ્તાને કરેલાં તમામ આક્રમણોના સમયે સરહદો સળગી ઉઠી હતી. છેક ભીતર સુધી આકાશી આક્રમણ દ્વારા બોમ્બ ફેંકાયા હતા. ગુજરાતને નિસબત છે ત્યાં સુધી, દ્વારિકા, જામનગર અને કચ્છમાં આમ બન્યું હતું. ગુજરાતનાં મુખ્યમંત્રી બળવંતરાય મહેતા, તેમના પત્ની સરોજબહેન મહેતા, પત્રકાર કે.પી. શાહ અને પાયલોટ સહિતના તમામને લઈ જતાં વિમાનને કચ્છના સુથરી પાસે પાકિસ્તાને તોડી પડ્યું હતું.
હમણાં એક સત્સંગમાં જવાનું થયું, વિધિવિધાન કરાવી રહેલા ભુદેવે સાંપ્રત ઉદાહરણો સાથે એક સહજ સત્ય સમજાવ્યું અને કહ્યું કે સામાન્ય રીતે લગ્નજીવનના ત્રણ કે પાંચ વર્ષમાં પતિ-પત્ની એકબીજાને ઓળખી ગયા હોય, બંનેના સ્વભાવ એકબીજાએ સમજી જ લીધા હોય, એવું હોવું જ જોઈએ. આ પછી પણ બેમાંથી કોઈ એક પાત્ર જો સામેના પાત્ર માટે ફરિયાદ કરે તો એ એની ભૂલ છે, કારણ કે સામેની વ્યક્તિ આવી જ છે, એ વાત એ સમજ્યો નથી. એ વ્યક્તિના સ્વભાવ વિશે, વાણીવર્તન કે વ્યવહાર વિશે ત્રણ કે પાંચ વર્ષમાં તો એને ખ્યાલ આવી જ જવો જોઈએ, એ પછી એમાં સુધારવા કોશિષ પણ કરી હશે, એમાં નિષ્ફળ ગયા મતલબ કે સામેની વ્યક્તિ જેમ જીવે છે એમ જીવવા માંગે છે, એને સુધરવું જ નથી તો એને સુધરવાના પ્રયત્નમાં આપણો મૂલ્યવાન સમય આપણે ના વેડફવો જોઈએ.
બ્રિટિશ લોકોએ મે 2025ની પહેલી તારીખે લેબર પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટીને પણ તેમના કાર્યકાળમાં સૌથી જોરદાર લાત મારી છે. હું ઘણા વર્ષોથી ટોરી પાર્ટીના આંતરિક વર્તુળોને તેઓ જે ભયંકર ભૂલો કરતા રહ્યા હતા તેના વિશે કહેતો રહ્યો હોવાનું મને યાદ છે. તેઓ દેશની નાડને બરાબર પારખી શકતા જ નથી. મને એ પણ યાદ છે કે ટોરી પાર્ટીના આ તથાકથિત નિષ્ણાત સલાહકારોએ મને કહ્યું હતું કે તેઓ વધુ સારું જાણે છે. ઈતિહાસે આપણને 2024માં જ દર્શાવ્યું કે બ્રિટિશ લોકોએ તેમને એવો જોરદાર ફટકો લગાવ્યો હતો જેમાંથી તેઓ હજુ બહાર આવી શક્યા નથી.
સરહદ પરના યુદ્ધો એકલો ઇતિહાસ જ નહિ, ભૂગોળનો નક્શો પણ બદલે છે. સ્વતંત્રતા પછીનો આપણો અનુભવ એવો જ છે અને અનેકવારનો છે. પૂર્વેની પરિસ્થિતિ જોતાં મ્યાંમાર, નેપાળ, ભૂટાન, શ્રીલંકા ભારતીય પ્રદેશો હતા. સંસ્કૃતિ-યુગમાં તો બૃહદ ભારત એશિયામાં અનેક દેશો પર આધિપત્ય ધરાવતું હતું. દુનિયા બદલતી ગઈ. સામ્રાજ્યો બદલાયા, આક્રમણોએ તખ્ત બદલાવ્યા.
હરિશ્ચંદ્ર જોશી કવિ તો છે જ પણ ઉત્તમ કક્ષાના ગાયક પણ ખરા. ગીતના મર્મને પામીને બંદિશ પણ બાંધે છે. પ્રાધ્યાપક છે. ભાવનગર જિલ્લાના બોટાદમાં વસવાટ છે.
આપ સૌને ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા. આપણો આ ગૌરવ દિન છે, અને એની ઉજવણીનો વિચાર આવવો એ માટે વિઝન જોઇએ. જે હેરો વિમેન્સ ક્લબના પ્રેસિડેન્ટ વર્ષાબહેન બાવીસી પાસે છે એ માટે ધન્યવાદ. પ્રસંગે-પ્રસંગે આવતાં અગત્યના તહેવારો તથા આપણી સમૃદ્ધ વિરાસતના વારસાની યાદ તાજી કરાવે છે. આપણા મૂળ સાથેનું જોડાણ મજબૂત બનાવવા પ્રયત્નશીલ રહે છે. લોકો વારંવાર કહેતા હોય છે કે, જીવતાં રહીશું તો ફરી મળીશું, પણ કોઇએ ખૂબ જ સરસ કહ્યું છે કે, મળતા રહેશો તો જીવતા રહીશું. આપણા મિલનનું આ ટાણું છે.
