વિવિધા

No

Block: Site: Subtree Block

    લોકહૃદય પર રાજ કરતું નેતૃત્વ...

    આજના વિશ્વમાં ભાગ્યે જ એવા કોઇ રાજનેતા હશે જેમના જન્મદિવસની નોંધ - એક યા બીજા પ્રકારે - દુનિયાભરમાં લેવામાં આવી હોય. આમઆદમીથી માંડીને વિશ્વના અનેક દેશના વડાઓએ શબ્દ-પુષ્પથી વધાવ્યા હોય. હા, આ વાત છે વિશ્વનિવાસી ભારતવાસીઓના હૃદય સિંહાસન પર રાજ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની.

    મજબૂત અને આત્મનિર્ભર ભારતના શ

    ભારતની આંતરિક શક્તિની સારી સમજ ધરાવતા મોદીજીનું એક વિઝન છે કે 2047માં, જ્યારે ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે આપણો દેશ ‘આત્મનિર્ભર ભારત’ અને એક મહાન દેશ તરીકે પુન: સ્થાપિત થશે પોતાની દૂરંદેશી નીતિઓ દ્વારા દેશને તેઓ આ દિશામાં ઝડપથી લઈ જઈ રહ્યા છે. તેમણે દરેક ભારતીયમાં એવો વિશ્વાસ જગાવ્યો છે કે આપણે દુનિયામાં કોઈથી ઓછા નથી. છેલ્લાં 11 વર્ષોમાં, તેમના નેતૃત્વ હેઠળ દેશે આત્મસન્માન, આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસની નવી ઊંચાઈઓ સ્પર્શી છે.

    રાષ્ટ્રધબકારથી વિશ્વશાંતિ સુ...

    તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ છે. એક વિશ્વવ્યાપી ધાર્મિક-સામાજિક સંસ્થાના સંત તરીકે હું એમના વિશે વિચારું છું ત્યારે એક વાત સ્પષ્ટ અનુભવાય છે કે age and challenge (ઉંમર અને પડકારો) એમના માટે ક્યારેય અવરોધ બન્યાં નથી.

    રસપ્રદ છે તેમના વિશે વિચારવાનું. ઘણા બધાએ તેમના જન્મદિવસે લખ્યું, વિચાર્યું. 200 જેટલાં પુસ્તકો લખાયાં. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિશે શું વિચારતા હશે? અને રશિયન પ્રમુખ પુતિન? કે પછી પાકિસ્તાનના નેતાઓ? ચીની શી જિનપિંગના મનમાં શું હશે? તેમને સાચા ભાવે માનનારાઓ, ખુશામતખોરો, વિરોધીઓ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી... રસ પડે તેવી આ ખોજ થઈ શકે. પણ મસમોટો સવાલ એ છે કે આ બધા જે બોલે છે, તેના કરતાં ભીતરમાં શું વિચારતા હશે, તેની ખબર પડે કઈ રીતે? એક ઉપાય આધુનિક વિજ્ઞાને શોધી કાઢ્યો તે બેભાન બનાવીને ‘નાર્કો’ ટેસ્ટ કરવાનો છે. પણ હમણાં એક અહેવાલ આવ્યો હતો કે એક અપરાધી એટલો ઉસ્તાદ નીકળ્યો કે નાર્કો ટેસ્ટમાં પણ તદ્દન અવળા રસ્તે તપાસનીશોને ચડાવી દીધા હતા!

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75 વ

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે 75મા જન્મદિનની ઊજવણી કરી. ગત બે દાયકા દરમિયાન તેમના નેતૃત્વની અસાધારણ યાત્રા તથા ગુજરાત અને ભારતનું નવઘડતર કરનારી નીતિઓ સંદર્ભે ગહન ચિંતન ચિંતન કરવાની આ પળો છે. એક પ્રોફેશનલ તરીકે  તેમની સરકાર સાથે કામકાજ, તેમણે વિકસાવેલી ઈકોસિસ્ટમમાં સ્ટાર્ટઅપ્સ પર નજર રાખી, એક નિવાસી તરીકે ગુજરાતના ઉત્થાનનો સાક્ષી બની રહ્યો અને ભારતના વધી રહેલા વૈશ્વિક દબદબાનું નીરિક્ષણ કર્યા પછી, હું નિઃશંકપણે એટલું કહી શકું છું કે તેમનું વિઝન પરિવર્તનકારી રહ્યું છે.

    શ્રી નરેન્દ્ર મોદી એક અનોખા ને...

    મારું એ સદ્દભાગ્ય છે કે મને શ્રી નરેન્દ્ર મોદી સાથે લાંબા સમય માટે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. જ્યારે તેઓ તેમના ભાતીગળ જીવનના 75 વર્ષ 17 સપ્ટેમ્બર 2025 ના રોજ પૂરા કર્યા છે ત્યારે તેમને હું આરોગ્યપ્રદ અને સુખી જીવન માટે હાર્દિક શુભેચ્છા પાઠવું છું.

    નરેન્દ્રભાઇનું અવતાર કૃત્ય...

    ગાંધીજીએ અવતાર શબ્દની વ્યાખ્યા આપી છે તે મૌલિક છેઃ અવતાર એટલે શરીરધારી પુરુષવિશેષ. આ વ્યાખ્યા નરેન્દ્રભાઇને લાગુ પડે છે. નરેન્દ્રભાઇએ જે પ્રદાન કર્યું છે અને દેશને બેઠો કરવા જે ફાળો આપ્યો છે તેની નોંધ ઇતિહાસ લેશે. આ માણસમાં પડેલી શક્તિનો કોઇ અંત નથી. આવા લોકોનું લાંબા સમય સુધી પદ પર રહેવું અને પદને શોભાવવું તે જેવુંતેવું પ્રદાન નથી. નરેન્દ્રભાઇની કાર્યનિષ્ઠાનું આ પરિણામ છે.

    શ્રેષ્ઠતાનો યુગઃ નરેન્દ્ર મો

    આપણે પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે માત્ર તેમની નોંધપાત્ર યાત્રા વિશે મનન કરવું જોઈએ નહિ, પરંતુ વિશ્વતખતા પર ભારતનું મજબૂત સ્થાન બનાવવામાં તેમની પરિવર્તનકારી ભૂમિકા પર પણ ચિંતન કરવું જોઈએ. હું ગત 16 વર્ષથી યુનાઈટેડ કિંગ્ડમની પાર્લામેન્ટમાં સભ્ય રહેવા સાથે બ્રિટન-ભારત સંબંધોમાં પ્રગતિ અને ગત દાયકા દરમિયાન તેમાં થયેલી વૃદ્ધિનો સાક્ષી બની રહ્યો છું.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી આદરપ

    ગત સપ્તાહે આપણે પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી- એવા રાજપુરુષ જેમની નેતાગીરીએ ભારતની ટ્રેજેક્ટરી-દિશાપથને નવો આકાર આપ્યો તેમજ માત્ર યુનાઈટેડ કિંગ્ડમ નહિ, સમગ્ર વિશ્વના દેશો સાથે સંબંધો મજબૂત બનાવ્યા-ની 75મી વર્ષગાંઠની ઊજવણી નિહાળી. 2014માં સત્તાનશીન થયા પછી મોદીએ ભારતને નોંધપાત્ર પરિવર્તનોના સમયગાળામાં નેતૃત્વ પુરું પાડ્યું છે. 

    યોગ, ઈનોવેશન અને વડા પ્રધાન મો

    જ્યારે આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સૌ પહેલા 2014માં યુનાઈટેડ નેશન્સ સમક્ષ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કરીકે માન્યતા અપાય તેવો પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે ઘણા યોગ પ્રેક્ટિશનર્સની માફક મને પણ ભારે ગૌરવની લાગણી અનુભવાઈ હતી. માત્ર ત્રણ જ મહિનામાં 177 દેશોએ ઠરાવને અનુમોદન આપી પસાર કર્યો- જે યુએનના ઈતિહાસમાં સૌથી ઝડપી અને સૌથી વધુ સમર્થન ધરાવનારા પ્રસ્તાવોમાં એક બની રહ્યો. ભારતનું પ્રાચીન જ્ઞાન આજે આધુનિક સમયમાં પણ કેટલું પ્રસ્તુત બની રહ્યું છે તેની યાદ અપાવતું આ શક્તિશાળી સ્મરણ છે.