વિવિધા

No

Block: Site: Subtree Block

    અમે ધારી નહોતી એવી......

    મૂળ નામ અમૃતલાલ ભટ્ટ. અમૃત ઘાયલ એટલે મુશાયરાનો મિજાજ. આ વાક્યથી કોઈ એમ ન સમજે કે ગઝલકાર તરીકેની એમની સિદ્ધિ, પ્રસિદ્ધિ કે સમૃદ્ધિ મુશાયરા પૂરતી જ છે. ઘાયલને શાયરી લખતાં ને રજૂ કરતાં આવડતી. ઘાયલની ગઝલોમાં સૌરાષ્ટ્રી શબ્દોની લિજ્જત માણવા જેવી છે. ‘આઠોં જામ ખુમારી’ એમનો દીવાન છે. એમને નરસિંહ મહેતા એવોર્ડ પણ પ્રાપ્ત થયો. (જન્મઃ 30-9-1915 • નિધનઃ 25-12-2002)

    ફોન તો અડધાં સફરજન વાળાનો જ, બી

    નવું વર્ષ, નવો ફોન. પત્તા બદલાઈ રહ્યા છે, હવા તેજ થઈ રહી છે, અને સફરજન ફરી એક વાર આપણને કહી રહ્યું છે કે ગયા વર્ષે આપણે જે ફોન ખરીદ્યો હતો તે હવે લગભગ એક અવશેષ છે. અને આપણે, સફરજન કિંગડમની વફાદાર પ્રજા, કાન સતેજ રાખી, પાકિટ ખુલ્લા કરી, ‘મધ્યરાત્રિ’ના થોડા અલગ રંગમાં મૂળભૂત રીતે સમાન ફોન માટે આપણી મહેનતથી કમાયેલી રોકડ આપવા તૈયાર છીએ.

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જયપ્...

    આ બધાંનો પરસ્પર સંબંધ છે. વિજયાદશમીએ જન્મ્યા હતા, જયપ્રકાશ નારાયણ. બિહારનું સંતાન અને છેલ્લો પડાવ પણ બિહારનો. પહેલા માર્કસવાદનું આકર્ષણ, પછી ગાંધીજીની સાથે, કોંગ્રેસમાં સમાજવાદી દળની સ્થાપના, આઝાદી પછી પ્રજા સમજવાદના નેતા, ત્યાંથી વળી વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં અને છેવટનો વિરામ એટલે આંતરિક કટોકટી. પ્રિ-સેન્સરશીપ સામેની લડાવ, સંપૂર્ણ ક્રાંતિનું આહ્વાન અને દેશમાં પહેલી વાર બિન-કોંગ્રેસી જનતા પક્ષની વિજયી સરકાર. પણ, થોભો, છેલ્લે અંતિમ દિવસોમાં તેમણે પોતાના હાથે જેને રાજઘાટ પર પ્રતિજ્ઞા લેવડાવી હતી તે કેન્દ્ર સરકારમાં કોનું વર્ચસ્વ રહે, કોણ વડાપ્રધાન બને તેનો સંઘર્ષ પણ જોયો અને વિદાય લીધી.

    ગ્રાહકો માટે સોનાનું વિક્રમી વળતરઃ 21 મહિનામાં 85 ટકાની વૃદ્ધિ

    શેરબજાર તૂટી  શકે પરંતુ, સોનાની કિંમત કદી ઘટતી જોવા મળી નથી. વર્ષ 2024માં સોનાની કિંમતમાં 37 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આ વર્ષના 9 જ મહિનામાં તેની કિંમતમાં 36 ટકાનો વધારો થયો છે. સોનાની કિંમત એક ઔંસના 3800 યુએસ ડોલરને વટાવી જવા સાથે વિશ્વના બજારોમાં મહાવિક્રમ સર્જાયો છે. ઈન્વેસ્ટર્સ હોય કે સંસ્થાઓ  અથવા પરિવારો હોય, બધા અનિશ્ચિતતાના સંજોગોમાં સંકટની સાંકળ તરીકે સોનામાં ભારે વિશ્વાસ મૂકે છે.

    દિવાળીનું કામ: સફાઈનું મહાપર્

    દિવાળી એટલે રોશની, રંગો અને મીઠાઈઓનો ઉત્સવ. પણ આ બધાં પહેલાં એક પર્વ આવે, જે દિવાળીની ખરી તૈયારી છે, ‘ઘરની સફાઈનું મહાપર્વ’. ગુજરાતીમાં કહેવત છે, ‘પહેલાં ઝાટકો, પછી ફાટકો’. દિવાળીની સફાઈ કંઈ ખાલી ઝાડુ-પોતું નથી, આ તો આપણી વર્ષોજૂની પરંપરા છે, જેમાં ઘરની સાથે મન અને આત્મા પણ સ્વચ્છ થાય છે. 

    સંઘ શતાબ્દીના વિચાર અને કાર્ય

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભ નાગપુરમાં ડો. કેશવ બલિરામ હેડગેવારના નિવાસ ‘શુક્રવાડી’ની એક બેઠકમાં થયો તે દિવસ વિક્રમ સંવત 1982ની વિજયાદશમીનો હતો. પછી મોહિતેના વાડામાં દૈનિક શાખા શરૂ થઈ. ડો. હેડગેવારને બાકી સંઘચાલકોએ સરસંઘચાલક બનાવ્યા. 1928માં પહેલો શિબિર થયો, પથસંચલન થયું. ભગવા ધ્વજની ગુરુ તરીકેની વંદના થઈ, ગુરુદક્ષિણાની શરૂઆત થઈ. 84 રૂપિયાની તે પ્રથમ ગુરુદક્ષિણા હતી! મોહિત વાડાની શાખામાં વીર વિઠ્ઠલભાઈ (સરદાર વલ્લભભાઇના મોટા ભાઈ) પણ આવ્યા હતા.

    મતદારોનો મહાપ્રશ્નઃ ટોરીઝ કોણ છે?

    ગયા વર્ષે સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ સૌથી વિનાશક રીતે પરાજયનો સામનો કર્યો હોવા છતાં, મતદારો હજુ પણ પૂછી રહ્યા છે કે, ‘ટોરીઝ કોણ છે?’. આ પ્રશ્ન તદ્દન યોગ્ય છે કારણ કે ગત દસ વર્ષમાં તેમની પાસે પાંચથી ઓછા નેતા નથી આવ્યા અને તેમાંથી ચાર તો પ્રાઈમ મિનિસ્ટર રહ્યા છે.

     ‘દિવાળી સ્ટોરી- એ મ્યુઝિકલ’ના સથવારે રોયલ આલ્બર્ટ હોલ ઝગમગી ઉઠ્યો

    રોયલ આલ્બર્ટ હોલમાં ‘દિવાળી સ્ટોરી- એ મ્યુઝિકલ’ શોની ટિકિટો સપ્તાહો પહેલાથી વેચાઈ જવા સાથે 5000 બેઠકોની ક્ષમતા પણ જાણે ઓછી પડી હતી. રોયલ આલ્બર્ટ હોલની વિશાળતામાં લોકો એક સાથે ઉભાં થઈને હનુમાન ચાલીસા ગાતા હોય તેવું ભક્તિભાવ સાથેનું કલ્પનાતીત દૃશ્ય લંડન કદી ભૂલી શકશે નહિ. ટ્રફાલ્ગર સ્ક્વેરની દિવાળી ઊજવણી પાછળની કલ્પનાશીલ ટીમે નીતિનભાઈ પલાણ MBEની રાહબરી હેઠળ ‘દિવાળી સ્ટોરી- એ મ્યુઝિકલ’ કળા, આસ્થા અને સામુદાયિક ભાવનાની વિજયગાથા બની  રહી છે. 

    સ્વાધીન ભારતની સીમા: સાવ સમીપે...

    સમજવા જેવી છે ભારતીય સીમાઓ. ભારતીય સૈન્ય તેને વધુ સમજે છે, પણ પ્રત્યેક ભારતીયે તેનો પરિચય કરવો જોઈએ, પાઠ્યપુસ્તકોમાં તેનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓને તેનો પ્રવાસ પણ કરાવવો જોઈએ. ત્યારે તેમને ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિની સાચી સમજ આવશે કે કેવી રીતે, ક્યારે આપણી સીમાઓમાં પરિવર્તન આવતું ગયું, યુદ્ધ-આક્રમણ અને રાજકીય રીતે આ સીમાઓનું સંકુચન થયું, આકાર બદલાતો ગયો. બૃહદ્દ ભારતનો આજનો વ્યાપ કેવી રીતે વર્તમાન ભારતમાં બદલાયો છે.

    તું ત્હારા દિલનો દીવો......

    કવિ, સંપાદક, અનુવાદ. ‘વિશ્વમાનવ’નું સંપાદન. રાજકારણનાં અનેક પાસાંઓ વિશે લખ્યું. ભારતને વિશ્વ પરિસ્થિતિના સંદર્ભમાં જોવાનો પ્રયત્ન કર્યો. કાવ્યસંગ્રહ. ‘સાધના’.