કવિતાનું વૃક્ષ જ એવું છે કે તેની ડાળીઓ, પાંદડાઓ અને ફૂલોની યે વિવિધતા છે. નગર, મહાનગર, અરણ્ય, રણ, પર્વત અને નાના સરખા ગામડાંમાં, ગમે ત્યાં અવતરિત થાય છે. આજે એવા એક ઓલિયા કવિ (આ નામ તેમના પરમ મિત્ર મકરંદ દવેએ સ્વામી આનંદને લખેલા પત્રમાં આપ્યું હતું) મનુભાઈ ત્રિવેદીનું સ્મરણ થઈ આવ્યું. હમણાં કોઈ સંપાદકોએ એક પુસ્તક તૈયાર કર્યું છે. પુસ્તક વેચાણ કેન્દ્રમાં તે જોયું ને મનુભાઈ યાદ આવ્યા. આ પુસ્તકમાં સંપાદકોએ દુનિયાના નગરો કે ગામો વિશે કવિઓએ રચેલી કવિતાઓ પ્રસ્તુત કરી છે. પોતે જે માટીમાં રમ્યો છે, રડ્યો છે, ઊભો થયો છે, દોડ્યો છે, સ્થળાંતર કર્યું છે તેના વિશે તે કશુંક લખે તે પણ રસપ્રદ સાહિત્યિક ઘટના છે.
વિવિધા
Block: Site: Subtree Block
સરકારે ઈસ્લામોફોબિયાની વ્યાખ્યા સંદર્ભે સલાહ આપવા ફેબ્રુઆરી મહિનામાં સ્વતંત્ર વર્કિંગ ગ્રૂપની સ્થાપના કરી હતી. આ ઈનિશિયેટિવ બાબતે ભારે ગુપ્તતા જળવાઈ છે. કોઈને ખરેખર ખબર નથી કે વર્કિંગ ગ્રૂપની રચના કેવી રીતે થઈ, અથવા ગ્રૂપ તેની પરામર્શ કવાયત કેવી રીતે કરશે, અથવા આવા કન્સલ્ટેશન બાબતે તેઓ કોનો સંપર્ક સાધશે. તમે કોની સાથે વાતચીત કરો છો તેના આધારે હાલ આમ કરવાનું કારણ લેબર પાર્ટીએ જેને ખરેખર અપનાવી લીધી છે તે APPG (મુસ્લિમ) વ્યાખ્યા (પરંતુ, આ વ્યાખ્યાને તેના વિષય અને હેતુસર ભ્રષ્ટ હોવા બદલ વ્યાપકપણે હાસ્યાસ્પદ ગણનાવાઈ છે)ને વાજબી ઠરાવવાનું છે અથવા અન્ય વ્યાખ્યા મેળવવાનું છે જે સારી રીતે ગળે ઉતરી જાય અને પાછળથી સરકારી નીતિ અને લેજિસ્લેટિવ પ્રક્રિયાનો હિસ્સો બની શકે.
ગુણવંત શાહનો જન્મ 12 માર્ચ 1937ના રોજ. ખૂબ જ લોકપ્રિય નિબંધકાર અને ઉત્તમ વક્તા તરીકે આગવી ઓળખ. ‘વિસ્મયનું પરોઢ’ કાવ્યસંગ્રહ.
જંગી અને જોરદાર બહુમતી સાથે જનરલ ઈલેક્શન જીત્યાના એક જ વર્ષ પછી એમ જણાય છે કે કેર સ્ટાર્મર અને લેબર પાર્ટી નબળી પડી રહી છે. ગત 6 મહિના દરમિયાનના દરેક પોલ્સ દર્શાવે છે કે લેબર પાર્ટી આગામી ઈલેક્શન હારી જશે અને કોઈ પણ પાર્ટીની સરખામણીએ આ સૌથી ખરાબ પરાજય હશે.
દુનિયામાં જાતજાતના લોકો જોવા મળે છે. એમાં અમુક લોકો એવા હોય છે જે, એક વખત પોતાના ગોલને નક્કી કરી લે, પછી જ્યાં સુધી મંજિલ ન મળે ત્યાં સુધી જંપીને બેસતા નથી. શ્રેયા લોહિયા પણ આવી જ છોકરી છે. શ્રેયા નાની હતી ત્યારે એણે પોતાનો ગોલ નક્કી કર્યો અને જ્યાં સુધી તેને મંજિલ ન મળી ત્યાં સુધી જંપીને ન બેઠી. આ જ પ્રતિબદ્ધતાના પરિણામે શ્રેયાએ માત્ર 16 વર્ષની વયે મોટર સ્પોર્ટ્સના ઇતિહાસમાં પોતાનું નામ સોનેરી અક્ષરે નોંધાવી દીધું છે.
ઈસ્વી સન 16મી સદીમાં થઇ ગયેલાં મીરાંબાઈ એટલે પ્રેમલક્ષણા ભક્તિનું મૂર્ત સ્વરૂપ. મીરાંએ ગાયું નથી પણ એનાથી ગવાઈ ગયું છે. રજનીશજીનું નિરીક્ષણ સાચવવા જેવું છે. ટેબલ-ખુરશી પર બેસીને મીરાંએ ગીતો નથી લખ્યાં. રાણીપદ છોડ્યું એટલે એમના કૃષ્ણના પદ પ્રાપ્ત થયા.
દર વર્ષે 26 જુલાઈએ આપણે આપણા વીર નાયકોને યાદ કરવા સમય કાઢીએ છીએ જેમણે પોતાની આજનું બલિદાન આપ્યું જેથી અન્યોને આવતી કાલ મળી રહે. આ વર્ષની 26 જુલાઈ પાકિસ્તાન પર ભારતના વિજયને યાદ કરવાની 26મી વર્ષગાંઠ હતી.
રક્ષાબંધન, આ શબ્દ સાંભળતાં જ મનમાં એક મીઠી લાગણી ઉભરી આવે છે. આ ફક્ત એક તહેવાર નથી, પણ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, મસ્તી અને બાળપણની યાદોનું એક જીવંત કનેક્શન છે. આ દિવસે, બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, અને ભાઈ તેની રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ આ ધાર્મિક વિધિઓ ઉપરાંત, આ તહેવારની એક મીઠી યાદભરી મજા તો ભાઈ-બહેન વચ્ચેના નાના-મોટા ઝઘડાઓ, શરારતો અને અજોડ સ્નેહમાં છુપાયેલી છે.
ઓગસ્ટમાં ‘વંદે માતરમ’નું સ્મરણ કોને ના થાય? એક સરસ નવલકથા, એક જીવંત સૂત્ર, એક ઐતિહાસિક રાષ્ટ્રીય ગીત અને ‘વંદે માતરમ્’ નામે, એક નહિ, ચાર અખબારો. તેમાંના ત્રણ તો સ્વાધીનતા સંગ્રામના પ્રેરક મુખપત્રો બન્યા અને ચોથાએ તેમાંથી પ્રેરણા લઈને જુનાગઢ-મુક્તિની આરઝી હકૂમતનો ઝંડો ફરકાવ્યો.
આમાંથી ત્રણની આધારશીલાના નાયકોનો ગુજરાતની સાથે અનુબંધ રહ્યો.
મહર્ષિ અરવિંદને કેટલાક યોગી અરવિંદ પણ કહે છે. દેશ-વિદેશમાં તેમની યોગ સાધના અને ભારતની આઝાદી માટે ક્રાંતિકારી વિચારો અને પ્રવૃત્તિ માટે શ્રી અરવિંદ જાણીતા છે. સરદાર પટેલ કરતાં ત્રણ વર્ષ મોટા અને સુશિક્ષિત પરિવારની ભૂમિકા ધરાવતા.
