લગ્નના મામલે આજકાલ સંગીત સંધ્યાનું વજન એટલું વધી ગયું છે કે એને મુખ્ય જમણવાર પહેલાંનું ‘ફરસાણ’ કહી શકાય - જેનો સ્વાદ જ બધાને મોઢે પાણી લાવી દે! લગ્નના દિવસે તો વર-કન્યાનું કામ મોટે ભાગે તેમનાં માવતર અને વેવાઈઓને સોંપાઈ જાય, બાકી બધા તો ‘સાત કોઠા વીંધવા’ સિવાય શું કરે?
વિવિધા
Block: Site: Subtree Block
ભલે તેને રાષ્ટ્રગીત તરીકે બંધારણ સભાએ પસંદ નથી કર્યું, પણ વિકલ્પે રાષ્ટ્રીય ગીત તરીકે તો સ્વીકારવું પડે એવી તેની અસ્મિતા છે. કાર્તિક સુદ નવમી, શક સંવત 1717, એટલે કે 9 નવેમ્બર, 1875ના દિવસે કોલકાતા નગરની નજીકના નૈહાટી ગામના કાંટાલપાડા મહોલ્લામાં એક સાંજે, બે માળની ઇમારતના એક નાનકડા કમરામાં લાલ ટેનના અજવાળે રચાયું હતું તે ‘વંદે માતરમ્’.
ભારતના ધનપતિઓમાં ઉદ્યોગપતિ શિવ નાદર આગવી નામના ધરાવે છે. કોમ્પ્યુટર ઉદ્યોગના આ મહારથી જોકે તેમની ધનદોલતના આંકડાઓ કરતાં તેમના દ્વારા થતી સખાવત માટે વધુ જાણીતા છે. 80 વર્ષના ઉદ્યોગસાહસિક શિવ નાદર એચસીએલ ટેક્નોલોજીઝના સ્થાપક છે. એડલગિવ-હુરુન ઇન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2025 અનુસાર, તેમણે રૂ. 2,700 કરોડથી વધુનું દાન આપ્યું છે. જેનાથી ફરી એક વખત તેઓ દેશના સૌથી મોટા દાનવીર તરીકે ઉભર્યા છે. નાદરે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.
વર્તમાન યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની બોલબાલા છે, દરેક ક્ષેત્રમાં તેનો પગપેસારો થઈ ચૂક્યો છે. તમે ક્યાં હરવાફરવા ગયા હતા તેનું લોકેશન પણ નવી AI સિસ્ટમ આપી દેશે. આમાં કોઈ જીપીએસ, ટ્રેકર અથવા ચીપ જેવાં ઉપકરણો કે સેટેલાઈટથી માહિતી મેળવવાની વાત નથી, માત્ર તમારી ત્વચા જ આ કથા કરી આપશે.
પુસ્તકનું નામ છે ‘મહાબત આલ્બમ’. લેખક જી.એ. શેખ. પોરબંદરના વિકટોરિયા જયુબિલી મદરેસાના પ્રિન્સિપાલ અને પછી માનબખ્ત ઓર્ફાનેજ - જૂનાગઢના સુપરિન્ટેન્ડેન્ટ. પુસ્તક પ્રકાશનનું વર્ષ 1936નું. એંસીથી વધુ વર્ષ, એટલે કે ભારતની આઝાદી પૂર્વે અગિયાર વર્ષે છપાયું હતું.
નર અને માદાના સમાગમ સમયે 20 મિલિયનથી 100 મિલિયનની સંખ્યામાં શુક્રાણુ વછૂટે છે અને માદાનાં અંડબીજ સાથે સંપર્ક કરવા મેરેથોન દોડ જેવી સ્પર્ધા લગાવે છે. આમાંથી નબળા અને અક્ષમ શુક્રાણુ આગળ વધી શકતા નથી અને આશરે 200 જેટલા જ શુક્રાણુ અંડબીજ તરફ આગળ વધી શકે છે.
આશરે 13 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા બિલિયોનેર ઇન્વેસ્ટર વોરેન બફેટ હવે પોતાની કંપની બર્કશાયર હેથવેનો વાર્ષિક રિપોર્ટ નહીં લખે. વર્ષના અંત સુધીમાં ગ્રેગ એબલ નવા સીઈઓ બનશે. છેલ્લા 60 વર્ષથી કંપનીનું સુકાન સંભાળી રહેલા બફેટે તાજેતરમાં શેરધારકોને એક ફેરવેલ પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે બાળપણથી 95 વર્ષની વય સુધીના અનુભવો સાંકળેલા છે. સાથે જ અંદાજે 12 હજાર કરોડ રૂપિયાના શેર્સ દાન આપવાની જાહેરાત કરી છે. ‘પૈસાથી પૈસા’ બનાવવા માટે પ્રખ્યાત બફેટે બીજાની મદદ કરીને સમાજને વધુ સારો બનાવવા પર ભાર મૂક્યો હતો. વાંચો તેમના જ શબ્દોમાં જીવનસંદેશઃ
યુક્રેન અને રશિયા વચ્ચે ફેબ્રુઆરી 2022માં યુદ્ધનો આરંભ થયો ત્યારથી જ હું કહેતો આવ્યો છું કે ઈયુ અથવા યુએસએ ભલે ગમે તેટલું કૂદી લેશે, આખરે રશિયા તેનું ઈચ્છેલું મોટા ભાગે મેળવી લેશે તેના પછી જ યુદ્ધનો અંત આવશે. આ યુદ્ધના સમયગાળા દરમિયાન બિલિયન્સ ડોલર્સ ખર્ચાઈ ગયાં છે, એક મિલિયનથી વધુ લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે, યુક્રેને તેના વિસ્તારના આશરે 45,000 સ્ક્વેર માઈલ્સ (કુલ ભૂમિવિસ્તારના 19 ટકા) પરનો અંકુશ ગુમાવ્યો છે તેમજ સેંકડો હજારો ટન વિસ્ફોટકોના ધડાકાઓ થયા છે અને રશિયાએ 30થી વધુ પશ્ચિમી દેશોને હંફાવી નીચાજોણું કરાવ્યું છે.
ડિસેમ્બરનો મહિનો એટલે ગુજરાતીઓના જીવનમાં ‘મીઠો ત્રાસ’ લઈને આવતો ઋતુરાજ. આશીર્વાદ અને આળસનો અદ્ભુત સંગમ! ઠંડી પડે એટલે મજા પણ પડે અને સજા પણ થાય! આ ઋતુમાં આપણી દિનચર્યા કેવી રીતે બદલાય છે, તેના પર એક હળવી નજર કરીએ.
જૂનાગઢમાં ડો. નિષ્ઠા દેસાઇ અધ્યાપન કાર્ય કરે છે, થોડાંક વર્ષો પૂર્વે તેમણે એક માહિતી આપી કે રાજસ્થાન વિશ્વવિદ્યાલયના કુલગુરુ જનાર્દન રાય નાગરે આદિ શંકરાચાર્યનું સાહિત્યિક ચરિત્ર દસ ભાગમાં લખ્યું છે, અને તે હિન્દી ભાષાની ઉત્કૃષ્ટ મહાગ્રંથ કૃતિ છે. આનો ગુજરાતી અનુવાદ થવો જોઈએ એવી ઈચ્છા જાગી. ‘સાધના’ના તંત્રીકાર્ય ઘણો સમય લેતું હતું એટલે તે શક્ય ના બન્યું, પણ પછી વેદ પર પીએચ.ડી. કરનાર વિદુષી ડો. તિલોત્તમા જાનીએ આ તમામ ભાગોનો સુંદર અનુવાદ કર્યો તે પ્રકાશિત થયો તે જાણીને અત્યંત આનંદ થયો.
