મારી કુંવારી આંખોના સમ મારા સાયબા
અંગઅંગ મળવાને આડે છે ચાર માસ,
અથરો ના થા જરા ખમ મારા સાયબા...
વિવિધા
Block: Site: Subtree Block
વલસાડ નજીકના આધ્યાત્મિક તીર્થ અને પ્રવાસન સ્થળ તીથલમાં સ્થાયી થયેલા જૈનમુનિઓ પૂજ્ય શ્રી બંધુ ત્રિપુટી મહારાજ સાથે મારે 1990ના વર્ષથી, એટલે કે 35 વર્ષથી અનહદનો નેહ છે. એ પૈકીના એક અને હવે કાળધર્મ પામી ચુકેલાં મુની ચંદ્રવિજયજી મહારાજ કવિ આનંદની એક કાવ્ય પંક્તિ હું મારા કાર્યક્રમોમાં અનેક વાર બોલી ચૂક્યો છું.
પહેલગામમાં આતંકવાદી હુમલાઓ પછી, ભારતે ઓપેરેશન સિંદૂરનું પગલું લીધું અને ફરી વાર બંને દેશોનો ઇતિહાસ બદલાઈ ગયો. આ પહેલાં છેક 1947માં કાશ્મીર પરના આક્રમણથી આજ સુધીની પાકિસ્તાની નાદાનિયત ચાલુ રહી. સરહદ પારથી ત્રાસવાદીઓને ભારતમાં મોકલીને હિંસાચાર ફેલાવવો, કાશ્મીરમાં કાયમ અલગાવવાદી થાણા ઊભાં કરવાં તેને રાજકીય અને મઝહબી રંગ આપવો (દેશમાં ત્યાંનાં અલગાવવાદી સંગઠનોમાંથી 80 ટકાના નામ સાથે મજહબ જોડાયેલો છે!), સરહદો પર આક્રમણ કરવાં, કાશ્મીર, જૂનાગઢનો મુદ્દો વિવાદાસ્પદ રાખવો... આ બધું ચાલુ જ રહ્યું. એ કેવી વિડંબના છે કે આપણાં દેશમાં હિન્દુ-મુસ્લિમ ભાઈ તરીકે ગણાતા હતા. 1857નો સંગ્રામ સાથે રહીને ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સામે લડ્યા, તે જ ‘ભાઈઓ’એ અલગ દેશ માંગ્યો અને કાયમ માટે ભારતની સાથે શત્રુવટ રાખી. આનું કારણ શું? ઇતિહાસ ભણતો વિદ્યાર્થી માથું ખંજવાળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 વર્ષના શાનદાર શાસનકાળમાં સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસનું સુત્ર સુપેરે સાર્થક કરી બતાવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નમૂનેદાર કામગીરી કરનાર નરેન્દ્ર દામોદરદાસ મોદીએ 26 મે 2014ના રોજ દેશની શાસનધૂરા સંભાળી ત્યારે તેમની સજ્જતા-ક્ષમતા અને રાજકીય કૂનેહ અંગે અનેકના મનમાં શંકા-કુશંકા હતી, પરંતુ હીરાબાના આ પુત્રે એક નેતા તરીકે એવું નમૂનેદાર કામ કરી દેખાડ્યું કે આજે તેઓ કરોડો ભારતીયોના હૃદયમાં બિરાજે છે. કાળું નાણું, ગંદકી, પ્રદૂષણ, કરચોરી જેવા દેશમાં ફેલાયેલા ‘દુશ્મનો’ને નાથવાની વાત હોય કે પછી પાડોશી દેશમાં પોષાતા આતંકવાદ જેવા દુશ્મનોને પાઠ ભણાવવાની વાત હોય, દરેક વખતે તેમણે એવો આગવો અને અસરકારક અભિગમ અપનાવ્યો કે સહુકોઇને તેની નોંધ લેવી પડી છે. આજે વિશ્વતખતે ભારતનું નામ ગાજી રહ્યું છે તેનો યશ નરેન્દ્રભાઇની રાજદ્વારી કૂનેહને આપવો રહ્યો.
બાપુ મહારાજ કે બાપુ સાહેબ તરીકે ઓળખાતા જ્ઞાનમાર્ગી કવિ.
કેટલાંક બીજ જમીનમાં ઊગે છે અને ખુલ્લાં આકાશમાં વિહાર કરે છે. વિચાર બીજનો એવો જ ઇતિહાસ છે. ભલે સમય લાગે પણ તેની શાખાઓ એકથી બીજી જગ્યાએ વિસ્તરે છે. નહિતર છેક 1905માં લંડનના હાઇ ગેટ પર ત્રણ માળની સુંદર બ્રિટીશ સ્થાપત્ય ધરાવતી ઇમારત છેક કચ્છના માંડવી ગામની લીમડાવાળી ગલીમાં અભણ મા-બાપને ત્યાં જન્મેલો ભાનુશાલી કોમનો શામુ, મોટો થઈને સંસ્કૃતનો પંડિત, ઓક્સફર્ડનો સ્નાતક અને બેરિસ્ટર-ઇન-લો બનેલ, કાશીના વિદ્વાનો દ્વારા ‘પંડિત’ સન્માન-પ્રાપ્ત પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ખરીદી લે અને ત્યાં ભારતથી ભણવા આવતા વિદ્યાર્થીઓને, છાત્રવૃત્તિ સાથે રહેવાની વ્યવસ્થા કરે એવું બને? પછી તો ન્યૂ યોર્કમાં પણ માઇરોન ફિલિપ્સ નામે ભારત-પ્રેમી પત્રકારે ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી, તે વર્ષ 1907નું.
કાશ્મીર કદી હેડલાઈન્સની બહાર રહ્યું નથી. મોટા ભાગના આર્ટિકલ્સમાં અને ખાસ કરીને પશ્ચિમી વોક પબ્લિકેશન્સ દ્વારા સપોર્ટ કરાયા હોય અથવા લખાયા હોય ત્યારે જમ્મુ અને કાશ્મીરના ઈતિહાસના પુનર્લેખનનો વ્યવસ્થિત પ્રયાસ થતો રહ્યો છે. વાસ્તવમાં, કોઈ પણ એટલું કહેવા સુધી આગળ વધી શકે છે કે મોટા ભાગના આ પ્રકાશનો સ્વાભાવિક જુઠ્ઠાણાંથી ભરેલાં હોય છે.
હરજી લવજી દામાણી એટલે ‘શયદા’ના નામે અત્યંત લોકપ્રિય શાયર. શાયરોના શાયર કહી શકાય. એમને ‘ગઝલસમ્રાટ’નું બિરુદ મળેલું. નવલકથા પણ લખતા. માત્ર ચાર ચોપડીનું શિક્ષણ. કોઠાસૂઝ એમની કલમસૂઝ.
મંજિલ એને જ મળે છે જેનાં સપનાં જીવંત હોય છે એમ કંઇ અમસ્તું નથી કહેવાયું. લોકો યુવાનીમાં પણ સપનાં જોવાનું છોડી દેતા હોય છે, પણ અમુક લોકો એવા છે જે નેવું દાયકા વટાવી ચૂક્યા બાદ સપનાં જોવાનું શરૂ કરે છે. એટલું જ નહીં સપનાંને પૂરાં કરવા મહેનત કરીને એમાં સફળતા પણ મેળવે છે. આવી જ એક હસ્તી એટલે રાજસ્થાનનાં પાના દેવી.
પ્રિય વાચકમિત્રો, ગુજરાત સમાચારના અમદાવાદ કાર્યાલયમાં 18 વર્ષથી બ્યૂરો ચીફ તરીકે સેવા આપી રહ્યો છું. ભૂતકાળમાં આપણે એક યા બીજા પ્રસંગે વાતચીત કરી ચૂક્યા છીએ, પણ આ વખતે પ્રસંગ અલગ છે. જોકે વાત આગળ વધારું તે પહેલાં થોડીક વાત જ્ઞાનયજ્ઞ - સેવાયજ્ઞનના સૂત્રને વરેલા આપણા સહુના ગુજરાત સમાચારની.
