ના, આ કોઈ ડિટેક્ટિવ કે હોરર કથા નથી. લોકતંત્ર પર જ્યારે સત્તાની આપત્તિનો અંધાર આવે ત્યારે શું બને, અને શું બની શકે તેની નજર સામે રચાયેલી ઘટના છે. આજે 25 જૂન છે. બરાબર 50 વર્ષ પૂર્વે આજની રાત્રે રાષ્ટ્રપતિ ભવનથી એક અધ્યાદેશ જાહેર થયો હતો જેણે 1977 ના જાન્યુઆરી સુધી, એટલે કે લગભગ બે વર્ષ દેશભરમાં ‘આંતરિક કટોકટી’ અને ‘પ્રિ-સેન્સરશીપ’ ચાલી અને તેની સાથે ‘મિસા’ નામે અટકાયતી ધારા તેમ જ ડીઆરઆઇ (ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)નો મનસ્વી ઉપયોગ થયો. એક લાખ, દસ હજાર નેતા-કાર્યકર્તા-શિક્ષક-પત્રકાર-વિદ્યાર્થી-મહિલા બધાને માટે અનિશ્ચિત મુદતનો કારાવાસ ભોગવવાનું બન્યું.
વિવિધા
Block: Site: Subtree Block
મને તાજેતરમાં જ બલહામ મંદિર મારફત વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા આયોજિત સ્થાનિક ઈવેન્ટમાં હાજરી આપવાનો આનંદ પ્રાપ્ત થયો હતો અને મારે કહેવું જોઈએ કે મને તેમાંથી ભારે પ્રેરણા મળી હતી. નાના બાળકોએ ભારે આનંદ અને આત્મવિશ્વાસ સાથે કૃષ્ણલીલાનું પરફોર્મન્સ આપ્યું તે મને સૌથી સ્પર્શી ગયું હતું. આ માત્ર સ્ટેજ પરફોર્મન્સ ન હતું, ઓળખની શાંત છતાં, શક્તિશાળી ઘોષણા હતી. VYO એજ્યુકેશન ટીમે આ બધાના સંયોજન, બાળકો અર્થસભર રીતે પોતાના વારસા સાથે સંકળાઈ શકે તેવું પ્લેટફોર્મ રચવાની અદ્ભૂત જહેમત ઉઠાવી હતી.
આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કરતા લાલ રક્તકણોના ઉત્પાદન સહિત મોટા ભાગના શારીરિક કાર્યો માટે અતિ સુક્ષ્મ પોષક તત્વ આયર્ન એટલે કે લોહતત્વની જરૂર પડે છે. શરીરમાં આયર્ન માટે મુખ્ય સ્રોત આહાર છે, જેમાં આંતરડા કેટલાક પ્રમાણમાં આયર્નનું શોષણ કે ઉપયોગ પર નિયંત્રણ ધરાવે છે. આહારમાં આયર્ન – હેમ આયર્ન (પ્રાણીજ માંસ, પોલ્ટ્રી, માછલી વગેરેમાંથી મળે) અને વનસ્પતિજન્ય આયર્ન એમ બે પ્રકારે અસ્તિત્વ ધરાવે છે. વનસ્પતિજન્ય લોહતત્વની સરખામણીએ હેમ આર્યન ઝડપથી શોષાય છે અને તેથી લોહતત્વનો સારો સ્રોત ગણાય છે.
નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે કે જ્ઞાન, વૈરાગ્ય જેની બે પાંખ હોય.
આપણા પ્રાઈમ મિનિસ્ટર સર કેર સ્ટાર્મર પોતાના માટે નવી રસપ્રદ પ્રતિષ્ઠા સર્જી રહ્યા છે. કમનસીબે, તે ભારે નકારાત્મક છે. તેમણે ગત જનરલ ઈલેક્શનના પ્રચારકાળમાં તેઓ કેવી રીતે હકીકતો, સત્યો અને જૂઠાણાંઓ સાથે કામ કરે છે તેનો ખયાલ આપી જ દીધો હતો. તેમણે સાતત્ય સાથે તેમનું મન બદલી નાખવાની અને તેમાંથી છટકી જવાની કળામાં મહારત હાંસલ કરી લીધી છે. સામાન્યપણે આવું વર્તન મતદારો તેમને અને તેમની પાર્ટીને ફગાવી દે તેવું પરિણામ લાવે. આમ છતાં, સ્ટાર્મરના સિતારા બુલંદ સફળતા પર રહ્યા અને ટોરીઝે ગત ચૂંટણીમાં હારવા માટે શક્ય બધું જ કર્યું હતું. પ્રામાણિકપણે કહીએ તો તમે ગધેડાને પણ લેબર પાર્ટીનું નેતૃત્વ સોંપ્યું હોય તો પણ તેઓ ગત ઈલેક્શન જીતી જ ગયા હોત.
કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ ઇંડિયન એક્સપ્રેસમાં અને વિક્રમ રાવ ટાઇમ્સ ઓફ ઈંડિયામાં. પહેલાં વડોદરા અને પછી અમદાવાદમાં. ખાનપુર ચોકમાં મહાગુજરાત આંદોલનના પ્રબળ સમર્થક રમણલાલ શેઠે ‘જનસત્તા’ની ઇમારત અને ઇબારતને સક્રિય બનાવ્યા હતાં. પછીથી એવા જ વિચાર સ્વાતંત્ર્યના મહારથી રામનાથ ગોએન્કાએ તે કાર્યાલય, અખબારને ખરીદી લીધાં અને એક્સપ્રેસ જૂથના અખબારો પણ પ્રકાશિત થવા માંડ્યાં. આશ્રમ રોડ પર ટાઇમ્સ ઓફ ઈન્ડિયાનું કાર્યાલય હતું. વિક્રમ તેના વરિષ્ઠ સંવાદદાતા હતાં.
મંજિલ નથી મુકામ નથી ને સફર નથી;
જીવું છું જિંદગી ને જીવનની અસર નથી.
જનરલ ઈલેક્શન અને લેબર પાર્ટીએ સૌથી મોટી લેન્ડસ્લાઈડ બહુમતી સાથે શાસન કરવાનો જનાદેશ પ્રાપ્ત કર્યાના એક વર્ષ પછી આપણે એક પ્રશ્ન કરીએ કે યુકેમાં વધુ એક મોટા રાજકીય પક્ષ માટે જગ્યા છે ખરી? ફાર-લેફ્ટ એટલે કે અતિ ડાબેરીઓને આખરે સમજાઈ રહ્યું છે કે લેબર પાર્ટી તરફ તેમની આજ્ઞાકારિતા થકી વધુ કોઈ પરિણામો હાંસલ થઈ શકે તેમ નથી. મારા મતે ફાર-લેફ્ટ એટલે માર્ક્સવાદીઓ, ઈસ્લામિક કટ્ટરવાદીઓ, કેટલાક યુનિઅનો, વોક્સ (પોતાને અધિક જાગ્રત માનનારા), બ્લેક લાઈવ્ઝ મેટર, જેહાદવાદીઓ, એક્સ્ટેન્શન રિબેલિઅન અને અન્યોનો સમાવેશ થાય છે. આ જૂથે ગત બે દાયકાના ગાળામાં અંદરથી જ અંકુશ મેળવવાની ઈચ્છા સાથે લેબર પાર્ટીમાં ઘૂસણખોરી કરી હતી. આપણે આ ગ્રૂપ સાથે સંકળાયેલા સ્થાનિક કાઉન્સિલરોના ઉદયના પણ સાક્ષી રહ્યા છીએ. લેબર પાર્ટીના ફાર-લેફ્ટના બેન્ડ કે ટોળીમાંથી આવેલા ઘણા સાંસદો આ લાભકારી સ્થિતિમાં છે.
ટીવી કે અખબાર, સવારે નજર કરતાં યુદ્ધના સમાચાર વિનાના હોય તો જ નવાઈ. ઈરાન, ઈઝરાયેલ, ગાઝા, જોર્ડન, સીરિયા, રશિયા, યુક્રેન... આપણાં માટે દૂર લાગે પણ રોજબરોજ તેના નગરો, મેદાનો, ઇમારતો, ખેતરો, આકાશેથી અને સમુદ્રમાર્ગે કે જમીન પર મિસાઇલ અને બોમ્બથી ભડભડ બળતાં દેખાય ત્યારે યુદ્ધ પુસ્તકનાં પાનાં પરથી ઉતરીને આપણા દિલ અને દિમાગને પ્રભાવિત કરે છે. લોકોના દિમાગમાં હજુ પહેલા અને બીજા વિશ્વયુદ્ધોની તવારીખ પડી છે, સરહદી લડાઈ, ગૃહયુદ્ધો, આક્રમણો ક્યાંકને ક્યાંક ચાલે છે. એક ગણતરી એવી છે કે અત્યારે આજની ઘડીએ 60 દેશોમાં યુદ્ધના જુદા જુદા મોરચાઓ ચાલે છે. અમેરિકા, ઈરાન, ઈઝરાયેલ, યુક્રેનની લડાઈ શાંત થતી જ નથી. સામસામા પડકાર થતાં રહે છે. વચ્ચે વચ્ચે યુદ્ધવિરામના સમાચારો તો આવે છે, પણ બીજી રાતે હુમલાઓની શરૂઆત થઈ જાય છે. જાણે કે કોઈને યુદ્ધ પૂરું કરવું જ નથી!
આહા, ગુજરાતી ભોજનના જેઓ અજાણ છે તેમના માટે, તે ભારતીય ભોજનના ભવ્ય, મસાલેદાર કુટુંબમાં એક નમ્ર છતાં ભારેખમ સભ્ય છે. પરંતુ મારા મિત્રો, મારો વિશ્વાસ કરો, તેની દેખીતી રીતે સૌમ્ય બાહ્ય સપાટી નીચે સ્વાદોની દુનિયા, મીઠા, ખાટા, ખારા અને મસાલેદારનો એક સુમેળ છે જે તમારી સ્વાદેન્દ્રીયને આનંદથી ગરબા કરાવશે. જો તમે ક્યારેય વિચાર્યું હોય કે ગુજરાતી ભોજન એટલે ફક્ત ઢોકળાં અને ફાફડાં, તો તમારા રસોઈ જગતને સારી રીતે હલાવેલા હાંડવા બેટરની જેમ હચમચાવવા માટે તૈયાર રહો.
