વિવિધા

No

Block: Site: Subtree Block

    હમ સાથ સાથ હૈઃ મજબૂત સંગાથનો વ

    અમદાવાદનું વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. 3 જૂન 2025ની રાતનો સમય. સવા લાખ પ્રેક્ષકોના દિલ થંભી જાય એવી રોલર કોસ્ટરરૂપી ક્રિકેટમેચ દર્શકો માણી રહ્યા છે. IPLની ફાઇનલ છે, પંજાબ કિંગ્સ અને આરસીબીનો મુકાબલો છે. આખરે છ રને RCBમેચ જીતે છે, એ સમયે જીતના દ્રશ્યો મેદાન પર જોવા મળે છે, પરંતુ છેલ્લી ઓવરના તમામ બોલ સમયે કેમેરામેન RCB ના ખેલાડી વિરાટ કોહલીના ચહેરાના હાવ-ભાવ કેમેરામાં ઝીલ્યા કરે છે, જેમ જેમ જીત નજીક આવતી જાય છે તેમ તેમજ વિરાટની ધારદાર આંખોમાં ભીનાશ ભળતી જાય છે અને જીત પછી એ પોતાના સ્થાને જ અત્યંત ભાવુક થઈને માથું ઝુકાવી દે છે, રડી પડે છે. સાથીઓ આવે છે, વિરાટને ઊભો કરે છે, જીતનો આનંદ પરસ્પર ગળે મળીને મનાવે છે.

    ગ્રૂમિંગ ગેંગ્સઃ વધુ એક પાર્લામેન્ટરી મતદાન

    આખરે ટોરીઝ ઘેરી નિદ્રામાંથી જાગી ગયા છે. 14 વર્ષ સુધી સત્તા પર રહેવા છતાં એક પણ ટોરી લીડર કે પાર્લામેન્ટરી પાર્ટી મુખ્યત્વે પાકિસ્તાની મૂળના પુરુષો દ્વારા લાલચ અપાયેલી, બળાત્કાર કરાયેલી અને હિંસક રીતે શોષણ કરાયેલી નિર્બળ શ્વેત બાળાઓની વ્યથા કે પીડા ઉજાગર કરવા બહાર આવ્યા નહિ. હવે એ જાણીને ખુશી થઈ છે કે ટોરીઝ આશરે 50 ટાઉન્સ અને શહેરોના સામાજિક પોતને તહસનહસ કરી નાખનારા અને આજે પણ આચરાતાં દુષણ સામે જાગ્રત થયા છે. ટોરીઝે ગ્રૂમિંગ ગેંગ્સના કૌભાંડમાં સંપૂર્ણ વૈધાનિક ઈન્ક્વાયરી થાય તેની પાર્લામેન્ટરી ચર્ચા 16 જૂને કરવામાં આવે તેવું એમેન્ડમેન્ટ રજૂ કર્યું છે. આ બાબતે મેં તેમને વર્ષો અગાઉ સલાહ આપી હતી, પરંતુ કમનસીબે આ સલાહ બહેરા કાનોએ જ અથડાઈ હતી.

    વિશ્વ-રાજનીતિનો ઇતિહાસ પડખું

    શું આ પરિવર્તનની આંધી છે? શું આમાંથી કૈંક નવું, કૈંક હાશ કરે તેવું, કૈંક વિધેયક નીપજવાનું છે? કે પછી, પૂર્વજોએ દોરેલા નકશા પ્રમાણે પૃથ્વી અધ:પતન તરફ ઝડપથી ધસી રહી છે? અને આ ભૂ-રાજકીય નક્શો સાવ બદલાઈ રહ્યો છે કે શું? બધાં યુદ્ધો, ગૃહયુદ્ધો, હિજરતો, સરહદો, તખતા- પલટાઓ, છેવટે શું પ્રાપ્ત કરવાના છે અને શું ગુમાવવાના હશે? એકવીસમી સદી આવી ત્યારથી આ કલ્પના ના થાય તેવા બદલાવ દુનિયાના દેશોમાં જોવા મળી રહ્યો છે. અખબારનું પાનું ઊથલવોને ખબર પડે કે કોઈ એક દેશમાં ‘સત્તા પરિવર્તન’ થયું, ક્યાંક સેનાએ બળવો કર્યો, ક્યાંક ગૃહયુદ્ધ થયું, ક્યાંક મોટી સત્તાએ કઠપૂતલી સરકાર રચી, ક્યાંક લોકો મેદાનમાં આવ્યા...

    ઈશ્વરની અનુભૂતિ...

    પરમાત્માના ચરણોમાં ડો. શરદ ઠાકરના પ્રણામ... ઈશ્વર એ અનુભૂતિનો વિષય છે. ક્યારેક એની કૃપા વરસે છે તેના ઉપરથી સાબિતી મળે છે કે ઈશ્વર છે. તાજેતરમાં એક સુંદર ઘટના બની ગઈ. શ્રી સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનોજ ભીમાણીના ગાઢ મિત્ર શૈલેષભાઈ દેસાઈનો જન્મદિવસ હતો. તેમના મનમાં એક શુભ વિચાર આવ્યો કે જન્મદિવસની ઉજવણી શ્રી સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલના પરિસરમાં કરવી. સમગ્ર આયોજન ગોઠવાઈ ગયું.

    ઐતિહાસિક ચુકાદાના 19 વર્ષઃ ‘સિ

    શહિદ પંકજ ત્રિવેદીની હત્યા 15 જૂન 2006ના રોજ કરી નાંખવામાં આવી હતી કારણ કે ધનશ્રી આઠવલે ઉર્ફે જયશ્રી તલવલકર અને પાંડુરંગ દાદાના સ્વાધ્યાય પરિવારમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર સામે અશુભ પત્રિકાના માધ્યમથી તેમણે જનહિતમાં ચિનગારી પ્રગટાવી હતી. તે સમયે સ્વાધ્યાય પરિવારમાં માફિયાઓનું જોર વધી ગયું હતું.

    એર ઈન્ડિયાના વિક્ટિમ્સને બ્રિટિશ સરકારનો સપોર્ટ ન મળ્યો

    અમદાવાદ એરપોર્ટ પરથી ટેઈક ઓફ કરતી વેળાએ જ એર ઈન્ડિયાની ફ્લાઈટ તૂટી પડ્યાની કરૂણાંતિકાએ આપણા બધાની હવા કાઢી નાખી છે. ગુમાવાયેલી પ્રત્યેક જિંદગી પરિવાર, મિત્રો, કોમ્યુનિટી અને ચોક્કસપણે રાષ્ટ્રના આઘાત અને વ્યથાનું પ્રતિનિધત્વ કરે છે. આપણી આંખ સમક્ષ કરૂણાંતિકાને નિહાળવા આપણે બધા જ બેસી રહ્યા હતા. વિમાન તૂટી પડવાની દુર્ઘટનાની વ્યાપકતા અને તેની અસરોને સમજવાનું ભારે મુશ્કેલ હતું. માત્ર એક નસીબવંતા વ્યક્તિ સિવાય તમામ પ્રવાસીએ જિંદગી ગુમાવી એટલું જ નહિ, પોતાનું રોજબરોજનું જીવન જીવતા ભારતીયો પણ આ કરૂણાંતિકામાં લપેટાઈ ગયા અને તેમણે પણ તેમની જિંદગીઓ ગુમાવી છે.

    સંગઠન, સમાજ અને સરકારના એક પ્ર

    બારમીની બપોરથી જ એક પછી એક અને એકસામટા અહેવાલો મીડિયા પર આવી રહ્યાં હતા, ત્યારથી 16 જૂનની સાંજે અંતિમ વિદાય સુધીની ઘટનાઓને માત્ર સાક્ષી સ્વરૂપે જોઈ રહ્યો હતો ત્યારે એક વાક્ય જ મનમાં આવતું હતું, ‘સમય સર્વનાશી છે, અને સમય સર્વસ્પર્શી છે.’ આશ્વાસન આપવા માટેનું આ ભારતીય સત્ય અનેક રીતે આ દિવસોમાં – વિમાની દુર્ઘટના અને વિજય રૂપાણી સહિતના ખળભળાવી મૂકે તેવાં મૃત્યુ - માટે પ્રયોજાતું રહ્યું છે. આપણી વચ્ચેથી આમ સાવ અચાનક અને કરુણ રીતે વિદાય લેનારના સ્વજનોને બીજું તો શું કહી શકીએ?

    વીજળીની ચમકારે......

    ઈ. 18મી સદી ઉત્તરાર્ધમાં થઇ ગયેલાં ગંગાસતીના મોટા ભાગનાં પદો પાનબાઈને સંબોધીને લખાયાં છે. લખાયાં છે એ તો કહેવા ખાતર કહીએ છીએ બાકી આપમેળે ઊલટથી ગવાયાં હોય એવી પ્રતીતિ આપણને થાય છે. ઉદ્ગારમાં એક પ્રકારની સ્ત્રી-સહજતા છે.

    પિતૃદેવો ભવઃ...

    પરમેશ્વર જીવન આપે છે. જીવન જીવવા માટે હવા, પાણી, ખોરાક અને પ્રકાશ વિનામૂલ્યે પુરા પાડે છે. માતાપિતા જન્મ આપે છે અને ગુરુ આધ્યાત્મિક જન્મ આપે છે. મનુષ્ય ક્યારેય માતાપિતા, ગુરુ અને પરમેશ્વના આ ઋણમાંથી મુક્ત થઇ શકતો નથી. એટલે જ શાસ્ત્રો કહે છે કે, પરમેશ્વરનું આરાધન કરવું તથા मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव માતાપિતા અને ગુરુની પરમેશ્વરની જેમ સેવા કરવી.

    વરસાદ? માત્ર ટીપાં જ નહીં: વરસા

    જેમ જેમ ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય છે, ત્યારે આપણામાંથી ઘણા કદાચ ફક્ત એટલું જ કહેશે, ‘વરસાદ પડી રહ્યો છે.’ પરંતુ ગુજરાતીમાં નિપુણ લોકો માટે, એક સામાન્ય વરસાદ ઘણો સૂક્ષ્મ હોય છે.