વિવિધા

No

Block: Site: Subtree Block

    ક્ષમા એ ધર્મ છે, ક્ષમાનો વિરોધીભાવ તે ક્રોધ. દ્વેષ, ઈર્ષા, નિંદા આ બધા ક્રોધના નાતીલા છે. આ અધર્મ છે. ક્ષમા એ આત્માનો ભાવ છે, આત્મ જનિત છે તે ગુણ છે. નિત્ય છે. જ્યારે ક્રોધ કર્મજનિત ભાવ છે. માટે તે અનિત્ય છે. ક્ષમા એ ચૈતન્યનો આવિર્ભાવ છે.

    ગણપતિ બાપ્પા મોરિયા......

    ગણપતિ બાપ્પા મોરિયા... આ જયઘોષ હવે ભારતમાં અને ભારતીય સમુદાય જ્યાં જ્યાં રહે છે ત્યાં ત્યાં આવનારા દસ દિવસ ગુંજશે. ભાદરવા મહિનાની સુદ ચોથનો દિવસ ગણેશ ઉત્સવ રૂપે ઊજવાશે. ઘરોમાં, પંડાલોમાં, મંદિરોમાં સવાર-સાંજ ગણપતિ બાપ્પાની આરતી-સેવા-પૂજા-પ્રસાદ થશે.

    ધરો ધીરજ...

    શેખાદમ આબુવાલાનો પહેલો પરિચય ઉમાશંકરના ‘સંસ્કૃતિ’ના અંકોમાં આવતી ગઝલ દ્વારા થયો. વાતોનો અને પ્રેમનો પાતાળકૂવો. ગઝલ એમને હથેળીમાં. પૃથ્વી છંદમાં પણ ગઝલ લખી શકે. પ્રયોગો એમને પ્રિય હતા. પરદેશમાં વસ્યા. વિશેષ તો જર્મનીમાં રહ્યા. ભારત પાછા ફર્યાં. અમદાવાદમાં મરણ. ભારતઝુરાપો એમને વેઠ્યો. સમગ્ર ગઝલો - ‘દીવાને આઝમ’.

    ‘ભાષાંતરમાં અંતર’ઃ બિકોઝ ઈંગ

    ખબર છે? કેટલાક ગુજરાતી શબ્દો અને શબ્દસમૂહો એવા તો છે, જાણે કોઈ રહસ્યમય કોડ! તમે એમને સીધેસીધા અંગ્રેજીમાં ઉતારો તો એમનો અર્થ તો બદલાઈ જ જાય, પણ સાથેસાથે એની જે મીઠાશ હોય, એની જે ઊંડાઈ હોય, એ પણ ક્યાંક ખોવાઈ જાય. આ શબ્દો ખાલી અક્ષરોના જોડાણ નથી; એ તો આપણી સંસ્કૃતિની ધરોહર છે, આપણી જીવનશૈલીનો અરીસો છે, અને ક્યારેક તો આપણી ઓળખ પણ છે. ચાલો, આજે આવા જ કેટલાક શબ્દોની વાત કરીએ અને જોઈએ કે કેમ એમનું ભાષાંતર કરવું એટલું સહેલું નથી, અને ક્યારેક તો એ પ્રયાસમાં હાસ્ય પણ છલકાઈ આવે છે!

    બિચારો બ્રાહ્મણ! હવે, લાલચુ અમ

    પીટર નવારો તેનું નામ છે. આમ તો તેને અમેરિકા સિવાય કોઈ જાણતું નહોતું, પણ તેના એક બાલિશ, પૂર્વગ્રહીત અને ઇરાદાપૂર્વકનું વિધાન થોડી ચર્ચા જગવી ગયું છે. તેણે પોતાના રાજકીય બોસ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રાજી કરવા માટે જ જાણે આ વાત કરી. તે પણ સાવ આધિકારિક પ્રવક્તા તરીકે નહિ, પ્રમુખ ટ્રમ્પના સલાહકાર તરીકે ફોક્સ ન્યુસને એક મુલાકાત આપી તેમાં કહ્યું કે ભારતમાં બ્રાહ્મણો રશિયન ઓઇલ પી જાય છે. રશિયન ઓઇલની નફાખોરી કરે છે એટલે અમે લગાવેલો ટેરિફ યોગ્ય છે.

    ભારતીય શાસકોની આર્થિક અને કૂટ

    ભારતની કૂટનીતિની સાથે સાથે આર્થિક નીતિ પણ જટિલ પરીક્ષામાંથી પસાર થઇ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાતો પર 50 ટકા ટેરિફ લદાયા બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે. આ ટેરિફના કારણે ભારતના સંખ્યાબંધ સેક્ટરની નિકાસો પ્રભાવિત થવાની છે, લાખો નોકરીઓ પર જોખમ તોળાઇ રહ્યું છે ત્યારે ભારતે હવે ચીન તરફ નજર દોડાવી છે. મહત્વનો સવાલ એ છે કે ભારતનું અમેરિકા સામેનું મક્કમ વલણ અને ચીન તરફનો ઝૂકાવ લાભદાયી નીવડશે કે કેમ... ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ઝડપથી વધી રહ્યો છે પરંતુ બંને દેશ વચ્ચેની વેપાર ખાધ અત્યંત ચિંતાજનક છે. ભારત અને ચીન વચ્ચેના વેપારમાં બેઇજિંગનું પલડું જ ભારે છે.

    યુક્રેનમાં ખેલાતી સત્તાની સાઠમારીનો હવે અંત?

    દિવસો પસાર થતાં જાય છે ત્યારે યુક્રેન માટે હવે ખેલ ખતમ થઈ ગયો હોવાં સિવાય કશું લાગતું નથી. રશિયા વિરુદ્ધ યુક્રેનને સપોર્ટ મજબૂત બનાવવાની બાહેંધરી આપનારા આશરે 31 દેશોનાં ‘ઈચ્છુક મદદગારોના ગઠબંધન’ દ્વારા જે જોરશોરથી ઢોલનગારાં વગાડાયાં હતાં, તે તો યુક્રેન માટે મજબૂત અને નક્કર  ગ્રાઉન્ડ સપોર્ટના બદલે આ દેશોના ઘરઆંગણાના રાજકારણના માટે ઉભો કરાયેલો ધૂમાડિયો પડદો જ હતો. આ 24 ઓગસ્ટે યુક્રેને તેની આઝાદીની 24મી વર્ષગાંઠ ઉજવી હતી. આ દેશ અત્યારે ક્યાં અને કેવી હાલતમાં ઉભો છે તેના તરફ નજર નાખશો તો સ્વતંત્રતાની પ્રતિષ્ઠાનો અર્થ કે ધારણા ધૂળમાંમ મળી જશે.

    મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું...

    જૈન આધ્યાત્મિક વડા, દાર્શનિક અને લેખક ગુરુદેવ શ્રી ચિત્રભાનુ  JAINA (ફેડરેશન ઓફ જૈન એસોસિએશન્સ ઇન નોર્થ અમેરિકા)ના સહ-સ્થાપકોમાંના એક. બેંગ્લૂરુમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. શ્વેતામ્બર સંપ્રદાયના પેટાસંપ્રદાય તપગચ્છના આચાર્ય સાગરાનંદસુરીને ગુરુ તરીકે જોયા. 20 વર્ષની ઉંમરે પાલિતાણામાં દીક્ષા લઇ મુનિ ચંદ્રપ્રભાસાગર બન્યા. 1970માં જિનિવામાં યોજાયેલી આધ્યાત્મિક શિખર પરિષદનું આમંત્રણ મળ્યું, પરંતુ પરંપરાગત જૈન સાધુઓને વિદેશ પ્રવાસની પરવાનગી નથી. આથી શિખર સંમેલનમાં હાજરી આપવા સંન્યાસ છોડીને સામાન્ય શ્રાવક બન્યા.

    ‘જૂનું ઘર ખાલી કરતાં...’...

    પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા એ પોતીકી માલિકીનું ઘર ખાલી કરીને હવે નજીકના વિસ્તારમાં જ વધુ સારા-મોટા અને લેટેસ્ટ સુવિધાઓવાળા ઘરમાં જવાનું હતું.

    45 વર્ષનું આયખું જીવીને ચિરવિદાય લઈ ગયેલા આ સર્જક લૌકિક અને આધ્યાત્મિક પ્રકારનાં અને મધ્યકાલીન કવિતાની પરંપરાને અનુસરતાં કાવ્યો માટે જાણીતા હતા. કવિ કેશવરામ ભટ્ટ 19મી સદીની સુધારાવિરોધી અને વૈદિક પરંપરાનો પુરસ્કાર કરતી સંસ્થા ‘વેદધર્મ સભા’ના વર્ષો સુધી મંત્રી તથા તેના મુખપત્ર ‘આર્યધર્મ પ્રકાશ’ના તંત્રી રહ્યા હતા. એ સામયિક માટે તેમણે ઘણા લેખો લખ્યા, અનુવાદો કર્યા, પણ તેમાંનું ભાગ્યે જ કશું ગ્રંથસ્થ થયું છે. ગાંધી આશ્રમ ભજનાવલિમાં સ્થાન પામેલાં તેમનાં ચાર ભજનોમાંથી એક અહીં રજૂ કરી છે. (જન્મઃ 1851 • નિધનઃ 1896)