વિવિધા

No

Block: Site: Subtree Block

    કતારમાં એમ.એફ. હુસૈનને સમર્પિત વિશ્વનું પ્રથમ મ્યુઝિયમ ‘લોહ વા કલમ’

    આધુનિક કળાના ઇતિહાસમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એકઅને ભારતના ‘પિકાસો’ તરીકે ઓળખાવાયેલા મકબૂલ ફિદા (એમ.એફ.) હુસૈન (1915–2011)ના જીવન અને કાર્યને સમર્પિત વિશ્વનું પ્રથમ અને સૌથી મોટું મ્યુઝિયમ ‘લોહ વા કલમ’ (કેન્વાસ અને કલમ) 28 નવેમ્બર 2025ના રોજ કતાર ફાઉન્ડેશનના એજ્યુકેશન સિટી દોહામાં જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું. 3,000 ચોરસ મીટરથી વધુ વિસ્તામાં ફેલાયેલા ‘લોહ વા કલમ’ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કતાર ફાઉન્ડેશનના અધ્યક્ષ અને લાંબા સમયથી હુસૈનના પેટ્રન શેખા મોઝા બિંત નાસેર દ્વારા કરવામાં આવ્યું હતું. હુસૈનના પોતાના 2008ના સ્કેચ પર આધારિત મ્યુઝિયમની ડિઝાઇનને આર્કિટેક્ટ માર્તંડ ખોસલાએ આકાર આપ્યો છે. એમ.એફ. હુસૈનની 1954ની અનટાઇટલ્ડ (ગ્રામ યાત્રા) કૃતિ 2025માં ક્રિસ્ટીઝમાં  13.8 મિલિયન યુએસ ડોલરમાં વેચાઈ હતી, જે ભારતીય પેઈન્ટર્સ માટે નવો ઓક્શન રેકોર્ડ છે.

    એસ.એસ. ટિલાવાની 83મી પૂણ્યતિથિએ....

    તાજેતરમાં લેસ્ટર ખાતે એક અનોખો સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં આજથી 83 વર્ષ પૂર્વે મધદરિયે જળસમાધી લેનાર એસ.એસ. ટિલાવા જહાજના મૃતકોને અંજલિ અપાઇ હતી. આ કરુણ દુર્ઘટનામાં પોતાના મોભીને ગુમાવનાર એમિલી સોલંકીએ આ કાર્યક્રમ યોજ્યો હતો. લગભગ ઇતિહાસના પાનામાં સમેટાઇ ગયેલી આ ઘટનાની યાદ જીવંત રાખવા સોલંકી પરિવાર છેલ્લા 18 વર્ષથી દેશવિદેશમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી રહ્યો છે. 23 નવેમ્બર 2023ના રોજ ગ્રીનવીચ મેરિટાઇમ મ્યુઝિયમે પણ પહેલી વખત કાર્યક્રમ યોજીને મૃતકોને અંજલિ આપી હતી.

    તમે અને તમારી કારકિર્દીનો વિકાસ: ઘરે રહીને કામ કરવાની પદ્ધતિ

    આપણે વર્ષ2020ના આગમનને આવકારી રહ્યા હતા ત્યારે COVID ત્રાટક્યો હતો. આ મહામારીએ વિશ્વમાં સાત મિલિયન લોકોનો ભોગ લીધો. જોકે, આનાથી આપણામાં ઘેર રહી કામ કરવા (WORKING FROM HOME) ની જાગરુકતા વધી. ફોર્બસ વેબસાઈટના રિપોર્ટ અનુસાર હાલ 39 ટકા વર્કર્સ ઘેર રહીને કામ કરે છે. આ પદ્ધતિમાં બે બ્રેઈનચાઈલ્ડ છે-હાઈબ્રીડ વર્કર્સ અને રિમોટ વર્કર્સ. પ્રથમ પ્રકાર એવા વર્કર્સનો છે જેઓ કામ માટે ઓફિસ અને ઘર બંનેનો ઉપયોગ કરે છે. બીજો પ્રકાર ઓફિસથી દૂર રહીને કામ કરે છે, પરંતુ તે ઘર જ હોય તે આવશ્યક નથી. આના બદલે તેઓ કાફે અથવા અન્ય દેશમાંથી કામ કરતા હોઈ શકે છે.

    કોલમ્બસ અમેરિકાનો શોધક નથીઃ 20,000 વર્ષ પહેલા જાપાનમાંથી લોકો અમેરિકા પહોંચ્યા હતા

    યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) એટલે સ્વપ્નો સાકાર કરવાની દુનિયા. સમગ્ર વિશ્વમાંથી સ્થળાંતર કરીને લોકો અહીં ખડકાતા રહ્યા છે. આપણે બધા તો એમ જ માનીએ છીએ અથવા એમ કહેવાયું છે કે ભારતને શોધવા સ્પેનથી નીકળેલો મૂળ ઈટાલિયન ક્રિસ્ટોફર કોલમ્બસ આડા માર્ગે ફંટાઈ ગયો અને તેણે 1492માં બહામા ટાપુતટે પહોંચી અમેરિકાની શોધ કરી.

    જાન્યુઆરીનું તેજ-નક્ષત્રઃ ને

    23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જન્મતિથી. કટકમાં જન્મ્યા, સરકારી ઉચ્ચ નોકરી નથી કરવી એમ કહીને આઈ.સી.એસ.ની પરીક્ષા આપી. બંગાળના યુવા નેતા તરીકે લોકપ્રિય થયા, દેશબંધુ ચિત્તરંજન દાસના પ્રિય શિષ્ય બન્યા. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રતિનિધિ બન્યા. કોંગ્રેસ અધિવેશન દરમિયાન સુસંગઠિત સ્વયંસેવક મંડળ બનાવ્યું, તેનાથી કોંગ્રેસ મોવડીઓ નારાજ થયા. તમામ આંદોલનોમાં ભાગ લીધો, ક્રાંતિકારોની સાથે ગાઢ સંબંધો બાંધ્યા, હરીપુરા-ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ બન્યા. બીજી વાર ગાંધીજીની ઇચ્છાના ઉમેદવાર પટ્ટાભિ સીતારમૈયા સામે જીત મેળવી. તે જવાહરલાલ, સરદાર વલ્લભભાઇ, મૌલાના આઝાદ અને ગાંધીજીને પસંદ ના પડી, કોંગ્રેસ કારોબારીનો સહયોગ ના મળ્યો. અત્યંત બીમાર સુભાષચંદ્ર રાજીનામું આપીને કોંગ્રેસમાં જ ફોરવર્ડ બ્લોક જૂથની રચના કરી, કોંગ્રેસે બરતરફ કર્યા.

    ખુશ રહેવાની ચાવી તમારા મગજમાં...

    ખુશ રહેવું માનવીના હાથની જ વાત છે કારણકે ખુશી કે પ્રસન્નતાને નાણા, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા કે નસીબ સાથે કોઈ સંબંધ નથી. સંશોધનો અનુસાર હેપીનેસ કે ખુશી મગજની ઈનામ- વળતર અને મોટિવેશન (ચાલકબળ) સિસ્ટમ્સ તેમજ ખાસ કરીને મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ અને ડોપામાઈન અને સેરેટોનિન જેવાં હોર્મોન્સના સ્રાવ સાથે સંકળાયેલી બાબત છે.

    વર્ણશંકરોથી બનેલા ધૂર્ત રાષ્

    એક જ વાક્યમાં મેં વાપરેલ ત્રણે શબ્દો પૈકી અમેરિકા માટે વાપરેલ વર્ણશંકર, ધૂર્ત રાષ્ટ્ર અને તેના હાલના પ્રમુખ ટ્રમ્પ માટે વાપરેલ મદોન્મત્ત શબ્દો પ્રથમ દ્રષ્ટિએ કઠોર લાગે. આ અતિકટુ શબ્દોનો ઉપયોગ કોઈ પૂર્વગ્રહ વગર સમજી વિચારીને અમેરિકાના ઇતિહાસથી વર્તમાન સુધીની વરવી વાસ્તવિકતાને ધ્યાને રાખીને જ કરેલ છે. જે બાબતે નીચે દર્શાવેલ હકીકતો જાણીને તમે પણ મહદ અંશે મારી વાત સાથે સહમત થશો જ.

    સુભાષ-સ્મૃતિની સાથે યાદ કરવા જ...

    23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી છે. સદૈવ યાદ કરવા જેવા એ ક્રાંતિ-નાયક છે. તેમના અલગ અલગ પડાવ રહ્યા. જન્મ્યા હતા ઓરિસામાં (હા, બંગાળમાં નહિ), પિતા જાનકીનાથ બોઝ. આઈસીએસ ભણીને સરકારી સર્વોચ્ચ નોકરીમાં યશ મેળવે એવી માતા-પિતાની ઈચ્છા. પણ અલગ ઈચ્છા-શક્તિ હતી સુભાષની. કિશોરવયે હિમાચલના રસ્તે નીકળી પડ્યા હતા. માધ્યમિક શિક્ષણમાં અંગ્રેજ અધ્યાપકને તેની ગુસ્તાખી માટે પાઠ ભણાવ્યો. લંડનમાં ઉચ્ચ અભ્યાસ દરમિયાન જ નિશ્ચય કરી નાખ્યો કે મારે સરકારી બાબુ નથી બનવું. ગુલામ દેશના ગુલામ અધિકારી બનીને શું કરું? એટલે અભ્યાસમાં શ્રેષ્ઠ હોવા છતાં પાછા વળ્યા.

    ભારતની લોકશાહીનો આત્માઃ ભારત

    ‘અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ અને બિનસંપ્રદાયિક સમાજવાદી લોકશાહી બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દૃઢ સંકલ્પ કરીને આ બંધારણ સભા આજે 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ અપનાવે છે અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ.’