દેવીશક્તિની આરાધનાનું રમતું, ભમતું અને ઝળહળતું પ્રતીક એટલે ગુજરાતનો ગરબો. નવલાં નોરતાં (નવરાત્રિ)ને અજવાળતો ઘૂમતો અને ધડકતો ગરબો તો ગુજરાતને વાઈબ્રન્ટ કરી દે છે!
વિવિધા
Block: Site: Subtree Block
ગણેશજી પધાર્યા અને હવે એમને પધરાવવાની (વિસર્જન)ની તૈયારી... જે ઋષિઓએ ગણપતિ-પૂજન દ્વારા જીવનનું આવું અલૌકિક દર્શન આપ્યું તેમજ જીવનમાં સાકારિત થતાં અનંત વિઘ્નો પાર કરવાનું સામર્થ્ય આપ્યું તે ઋષિઓને અનંત પ્રણામ. અને હા, ગણેશજીનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ. જે શાંત છે તેને અનંતમાં અને સાકારને નિરાકારમાં વિલિન કરીએ છીએ. રિદ્ધિ-સિદ્ધિના દાતાને કોટિ કોટિ પ્રણામ.
‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી થઈ હોવાના પુરાવા બહાર આવ્યા ત્યારે તેમણે ભારે ઝડપે દોષનો ટોપલો તેમને કહેવાતી સલાહ આપનારા પોતાના ‘ટેક્સ સલાહકારો’ને માથે મઢતી કથા જાહેર કરી દીધી. આ કથા જેમ જેમ ફેલાતી ગઈ ત્યારે જે થવાનું હતું તે જ થઈને રહ્યું અને કથિત ટેક્સ સલાહકારો પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા નિવેદન સાથે બહાર આવ્યા. વાસ્તવમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે તેમણે આવી કોઈ ટેક્સ સંબંધિત સલાહ કદી આપી નથી. તેમણે તો એટલે સુધી જણાવ્યું કે તેમણે જે કાંઈ કર્યું તે સંપૂર્ણપણે તેમના ક્લાયન્ટ-નામે રેનેર દ્વારા પૂરી પડાયેલી માહિતીને આધારિત જ હતું.
લોકપ્રિય ગીતકાર અને સંગીતકાર. ચલચિત્રો માટે પણ ચિકાર ગીતો લખ્યાં. આજે પણ ગાયક કલાકારો અને પ્રજા એમનાં ગીતો હોંશે હોંશે ગાય છે. ‘રાસદુલારી’ જેવી સફળ નૃત્યનાટિકા પણ લખી. ‘પાંદડું લીલું ને રંગ રાતો’ એમનો ગીત-સંચય. (જન્મઃ 21-7-1911 • નિધનઃ 20-8-1984)
સૌથી મજાની વાત ત્યારે આવે છે જ્યારે કોઇ મોટા દેશના રાજા સવારમાં કંઈક બોલે, બપોર સુધીમાં પોતાનું જ નિવેદન ફેરવી તોળે અને સાંજે તો ત્રીજી જ વાત કરે. જાણે કોઈ નાના બાળકને રમકડાંથી રમતા રમતા કંટાળો આવે અને તે ફેંકી દે, તેમ આ ટેરિફના નિયમોનું છે. આજે આના પર ટેરિફ, કાલે તેના પર છૂટ. પરમ દિવસે ફરીથી તેના પર ટેરિફ!
એમ કહેવાય છે કે શનિવાર 13 સપ્ટેમ્બરે આશરે 150,000 લોકો (કેટલાક અંદાજ મુજબ આ સંખ્યા 350,000 જેટલી ઊંચી હતી) ગેરકાયદે માઈગ્રન્ટ્સ, ટેક્સીસ, એનર્જી કોસ્ટ્સ, ગ્રૂમિંગ ગેંગ્સ, હાઊસિંગ અપરાધો અને અર્થતંત્ર સહિતની સમસ્યાઓ પરત્વે પોતાની ચિંતા વ્યક્ત કરવા બહાર આવી ગયા હતા. સામાન્ય રીતે ટોમી રોબિન્સન દ્વારા આયોજિત આવી વિરોધકૂચને પ્રચંડ પ્રતિભાવ મળતો નથી. આમ છતાં, ઘણા મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ સંદર્ભે પ્રાઈમ મિનિસ્ટર દ્વારા નજરઅંદાજ અને લેબર સરકારની અકાર્યક્ષમતાનો અર્થ એમ રહ્યો કે ચિંતા ધરાવનારા લોકોને દેશના ફ્લેગ હેઠળ વિરોધ પ્રદર્શિત કરવાની તક સાંપડી હતી. આપણે સાક્ષી રહ્યા છીએ કે લેબર કાઉન્સિલોએ નેશનલ ફ્લેગ અને યુનિયન જેક ફરકાવવા ઈનકાર કર્યો હતો. જ્યારે સ્ટાર્મરે એમ જણાવ્યું હતું કે તેઓ ગેંગ્સનો ખાતમો બોલાવશે, આમ કહ્યાને વર્ષ પણ વીતી ગયું અને એમ જ લાગે છે કે ગેંગ્સે જ સ્ટાર્મરનો ખાતમો બોલાવી દીધો છે.
હમણાં વરિષ્ઠ સાંસદ અને સૌરાષ્ટ્રના રાજકીય નેતા પુરુષોત્તમ રૂપાલાને મળવાનું થયું. સાથે ગુજરાતમાં 1975ની આંતરિક કટોકટી પર એક ફિલ્મ બનાવવાનો ઇરાદો રાખનાર સમાજસેવી જીયા શૈલેષ પરમાર પણ હતા. તેમાં આરઝી હકૂમતની વાત નીકળી. રૂપાલા પોતે પણ કાઠિયાવાડના, એટલે સોરઠ પર 1947માં અલગાવનું વાવાઝોડું આવ્યું, અને તેમાં જૂનાગઢ સહિતની પ્રજા, સંતો, નાગરિક નેતાઓ, રાજવીઓ, સૈન્યનો જૂનાગઢ નવાબના નિર્ણયની સામે સંઘર્ષ કર્યો, તે ઇતિહાસને અવિસ્મૃત કરી શકાય તેની ચર્ચા થઈ.
આવી નોરતાની રાતડી ચાલો કુમકુમ ચોક પુરાવીએ
મા ગરબામાં દીવા કરી ચાલો ગરબે રમવા જાઈએ
આવી નોરતાની રાતડી ચાલો કુમકુમ ચોક પુરાવીએ
રસપ્રદ છે તેમના વિશે વિચારવાનું. ઘણા બધાએ તેમના જન્મદિવસે લખ્યું, વિચાર્યું. 200 જેટલાં પુસ્તકો લખાયાં. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિશે શું વિચારતા હશે? અને રશિયન પ્રમુખ પુતિન? કે પછી પાકિસ્તાનના નેતાઓ? ચીની શી જિનપિંગના મનમાં શું હશે? તેમને સાચા ભાવે માનનારાઓ, ખુશામતખોરો, વિરોધીઓ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી... રસ પડે તેવી આ ખોજ થઈ શકે. પણ મસમોટો સવાલ એ છે કે આ બધા જે બોલે છે, તેના કરતાં ભીતરમાં શું વિચારતા હશે, તેની ખબર પડે કઈ રીતે? એક ઉપાય આધુનિક વિજ્ઞાને શોધી કાઢ્યો તે બેભાન બનાવીને ‘નાર્કો’ ટેસ્ટ કરવાનો છે. પણ હમણાં એક અહેવાલ આવ્યો હતો કે એક અપરાધી એટલો ઉસ્તાદ નીકળ્યો કે નાર્કો ટેસ્ટમાં પણ તદ્દન અવળા રસ્તે તપાસનીશોને ચડાવી દીધા હતા!
નરેન્દ્ર મોદીજી... માત્ર એક નામ નથી, પરંતુ - છેવાડાના માનવીના ચહેરા પરના સુખનું સરનામું છે. શાળા પ્રવેશોત્સવથી શાળામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી સુયોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરી મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવે ત્યારે તેના આત્મવિશ્વાસનો આધાર છે. આયુષ્માન ભારત યોજનાથી વગર ખર્ચે શ્રેષ્ઠ સારવાર પ્રાપ્ત કરનારા વ્યક્તિના ભાવાશ્રુનું કારણ છે મોદીજી. પોતે સંઘર્ષ વેઠીને અને પડકારો ઝીલીને પણ રાષ્ટ્રના જન-જનના જીવનને સમૃદ્ધ કરનારા અને વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ લઈને ચાલતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિગત જીવનનું 75મું વર્ષ એ રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વ માટે એક અમૃતમય બાબત ગણી શકાય.
