વિવિધા

No

Block: Site: Subtree Block

    ભારતના સ્વાતંત્ર્ય પર્વ સાથે

    ભારતની આઝાદીના આંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું, પરંતુ જ્યારે દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી તો તેઓ તેની ઉજવણીમાં સામેલ થયા નહોતા. સ્વતંત્રતા દિન સાથે જોડાયેલી આવી જ કેટલીક રસપ્રદ વાતો...

    બ્રિટિશ રાજની અત્યાચારી છળકપટલીલા

    241 વર્ષ અગાઉ બ્રિટિશ રાજની છળકપટ લીલાનો આરંભ જ ન હતો થયો, પરંતુ, કોઈ પણ અટકળ કરી શકે તેમ તે સંપૂર્ણ થઈ હતી. બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન વિલિયમ પીટ, ધ યંગરનું નામ અપાયેલો કાયદો ધ ઈસ્ટ ઈન્ડિયા કંપની એક્ટ 1784ની 13 ઓગસ્ટે પસાર કરાયો હતો. કાયદાનો હેતુ 1773ના રેગ્યુલેટિંગ એક્ટના છીંડાને દૂર કરવાનો તેમજ સરકાર માટે ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ભારતના વહીવટીતંત્રનો વ્યૂહાત્મક અંકુશ લેવાનો હતો.

    આજની ઘડી રળિયામણી...

    ગુજરાતી કવિતાનું પ્રભાત નરસિંહના ‘પદે પદે ઊઘડે છે’ માત્ર નરસિંહની જ નહીં પણ સમગ્ર ગુજરાતી મધ્યકાલીન કવિતા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનાં પદોથી ધબકે છે. નરસિંહે કૃષ્ણને ગોપીભાવે ભજ્યાં. એમની દૃઢ પ્રતીિત છે કે ભક્તિ જેવો પદારથ નથી અને ‘કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી.’

    છાપાના ફેરિયાને ફ્રાન્સનું શ

    પેરિસની સાંકડી ગલીઓમાં છાપું વેચતો ફેરિયો બૂમો પાડે છે ‘આજની તાજા ખબર! યુદ્ધ પૂરું થયું... પુતિને માફી માંગી’ આમ પોતાની વ્યંગાત્મક આગવી રીતે છાપું વેચતા ફેરિયા અલી અકબરને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાનું જાહેર કર્યું છે. સપ્ટેમ્બર મહિનામાં ‘નાઈટ ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ મેરીટ’થી અકબરને નવાજવામાં આવશે. તમને થશે કે અલી અકબરે એવું તો શું કર્યું કે એ સન્માનપાત્ર બન્યા. ડિજિટલ યુગમાં હવે છાપાં કોણ વાંચે છે? ભારતમાં તો હજુ વંચાય છે પણ નવી પેઢી સમાચારરૂપી કાગળના વારસાથી હવે દૂર થવા માંડી છે. આ સ્થિતિમાં ફ્રાન્સમાં તો છાપાં ભૂતકાળ બનવા માંડ્યાં છે. પણ ત્યાં એકમાત્ર ફેરિયો અલી અકબર છેલા 50 વર્ષથી છાપાં વેચે છે. તેની આ અણમોલ સેવા માટે ફ્રાન્સ તેનું ઋણી અને આભારી બન્યું છે.

    ગોત્ર: પૂર્વજોની પગદંડીનું દસ

    હા. આજકાલ શ્રાવણ મહિનો ચાલે છે. શિવ, શ્રીગણેશ, શ્રીકૃષ્ણ અને બીજા દેવી-દેવતાઓ પ્રત્યે ભક્તિનું ઘોડાપૂર દેખાય છે. મંદિરોમાં ભીડ, યજમાન પંડા-પૂજારીઓની મોસમ, સાચા-ખોટા સંસ્કૃતમાં પૂજા-પાઠ, શ્રદ્ધા અને પરમ શ્રદ્ધાની સરવાણી... દરેક દેવાલય શ્રાવણના દેવતાઓને અર્ધ્ય માટે ખુલ્લા છે. એકલી ગંગા, યમુના, નર્મદા, કાવેરી, કૃષ્ણા, બ્રહ્મપુત્ર જ નહિ, નાની મોટી તમામ નદીઓ અને વગડે ઉભેલા મંદિરોનું માહાત્મ્ય છલકાય છે. કથા, મહાકથા, યજ્ઞ, પાઠ સર્વત્ર.

    ટ્રમ્પનું ફૂલેકું ફેરવવાની ભારતીય શૈલી

    ટેરિફ ટ્રમ્પ હવે સતત મગજનું સંતુલન ગુમાવી રહ્યા છે. આપણે એક બાબતે સ્પષ્ટ થવું રહ્યું કે ટેરિફ્સની બાબતે તેમજ અમેરિકા અને કેટલાક દેશો વચ્ચે રહેલી મોટી ખાઈ વિશે તેઓ સાચા છે. કોઈ પણ વેપારના દરેક ડોલરમાંથી થોડું વધારે કમાવા મળે તો શા માટે ટેરિફ્સ સાથે રમત માંડે નહિ તેનું કોઈ કારણ પણ નથી. આમ છતાં, ટેરિફ્સનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો થવા અન્ય દેશો પર પ્રભુત્વ અને અંકુશ જમાવવા ટેરિફ્સનો ઉપયોગ કરવો, તે બંને તદ્દન અલગ હેતુ ધરાવે છે.

    ટૂથપેસ્ટની છેલ્લી ધાર સુધી નિ

    પોતાના ગામ અને દેશ છોડીને જેઓ બહાર આવી વસ્યા છે, તેમણે ઘણો સંઘર્ષ વેઠ્યો જ છે. પોતાનું ગામ, શહેર અને પરિવાર છૂટે, પણ બાળપણ ના છૂટે. અહીં, ભારતથી દૂર જન્મેલા બાળકોને આ મિડલ ક્લાસની વાતો કદાચ વિચિત્ર લાગે, પણ રસપ્રદ તો લાગશે જ! આજે હું ભારતનાં એ જ મિડલ ક્લાસ ઘરની વાત લઈને આવ્યો છું, જ્યાં મોટાભાગનાં આપણે સૌ મૌટા થયા છીએ.

    ટ્રમ્પે સર્જેલી અરાજકતાએ કેરને બચાવી લીધા

    ટ્રમ્પનું પાગલપણું સમગ્ર વિશ્વતખ્તા પર દેખાઈ-છવાઈ રહ્યું છે. ટ્રમ્પને સત્તા પર આવ્યાને તો હજું એક વર્ષ પણ થયું નથી, પરંતુ તેમણે માત્ર અમેરિકામાં જ નહિ, સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. આ અરાજકતા વચ્ચે ટ્રમ્પ અને તેમનો પરિવાર અને મિત્રમંડળી તેમના બિઝનેસ સાહસો થકી બિલિયન્સ ડોલર ઉભા કરી રહ્યા છે.

    માધવ ક્યાંય નથી મધુવનમાં...

    મુખ્યત્વે કવિ. રાધા-કૃષ્ણની કવિતા એમનો ગીતવિશેષ. પત્રકાર, નવલકથાકાર, નિબંધનકાર, વિવેચક, અનેક કાવ્યાનુવાદો કર્યા અને અનેક નવલકથાઓનાં અનુવાદો પણ. અભિવ્યક્તિની નજાકત એમની કવિતાના સ્વભાવમાં પણ રહી. ‘ચાલ, વરસાદની મોસમ છે’ સમગ્ર કાવ્યસંગ્રહ.
    (જન્મઃ 19-9-1930 • નિધનઃ 29-3-1995)

    ભક્તિનો દીવો મારો જોજે બુઝાય ન...

    પ્રિય સાધક, ધર્મલાભ. પત્ર મળ્યો. આ વખતે તારા એકસાથે બે પત્ર મળ્યા. આ પત્રમાં તારા ભીતરનું સ્વરૂપ પ્રગટ થાય છે. હૃદય વ્યક્ત કરવા માટેનું શ્રેષ્ઠ સાધન પત્ર છે. આ સમયનો તબક્કો તારે ભીતર વિશે જાગૃત થઈ જવાનો છે. સાકરનો ટુકડો પાણીમાં નાંખીએ અને પીગળી જાય છે, જળ મધુર બની જાય છે, પણ કાચની લખોટી પાણીમાં નાંખો તો ન એ પીગળે, ન એ જળને મધુર બનાવે. જીવન કેવું બનાવવું છે તે સ્વયં નક્કી કરવાનું હોય છે. સાકરના ટુકડા જેવું કે કાચની લખોટી જેવું!