વિવિધા

No

Block: Site: Subtree Block

    હાય રે ગરીબી...

    વાડીલાલ કાકા અને ગોદાવરી કાકી લક્ષ્મીવિલાસ પેલેસ જોઈને બહાર નીકળ્યા. ગોદાવરી કાકી તો આવડા મોટા મહેલને જોઈને ગાંડા ગાંડા થઈ ગયા અને વડીલાલ કાકાને કહેવા લાગ્યાઃ ‘તમે આપણા માટે આવો મહેલ બનાવશોને? વાડીલાલ કાકા કહે અરે ભાડાના ઘરની એક રૂમને મહેલ માની લેવાનો ગોદાવરી, પણ ચાલ ગોદાવરી આજ તને સારુંયે વડોદરા બતાવું.

    સીમાડારહિત કરુણા જ માનવજાતના વિકાસનું એક પગથિયું

    થોડા મહિના અગાઉ ભારતમાં અનોખું જોવાં મળ્યું. ના, સૂર્યનો અભ્યાસ કરવા ISRO દ્વારા આદિત્ય-L1ના લોન્ચિંગની વાત નથી કે સ્વેદેશમાં નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતના લોન્ચિંગની પણ વાત નથી. આશરે 200 મિલિયન લોકો ગરીબીરેખાની બહાર લવાયા તેની   વાત નથી અથવા અટલ સેતુ સી બ્રિજ પરિપૂર્ણ કરાયો કે 2024ના ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે જીતેલા ઐતિહાસિક મેડલ્સની પણ વાત નથી. આ બધી જ સિદ્ધિઓ મહાન હોવા વિશે કોઈ શંકા નથી, પરંતુ હું જે સિદ્ધિની વાત કરું છું તે શ્વાનોના રક્ષણ માટે લાખો ભારતીયોએ કેવી રીતે અવાજ ઉઠાવ્યો તે વિશે છે.

    બાળકો માટે અન્ન અને શિક્ષણની ચેરિટી અક્ષય પાત્ર દ્વારા લક્ષ્ય સાથે ખુશીના પ્રસારના હેતુસર અનોખું દિવાળી  અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ચેરિટીનું મિશન છે કે કોઈ પણ બાળક ગરીબીના કારણે શિક્ષણથી વંચિત રહેવું ન જોઈએ. ભારતમાં વર્ષ 2000ના સ્થાપિત અક્ષય પાત્ર હવે વિશ્વમાં સૌથી મોટો સ્કૂલ ભોજન પ્રોગ્રામ એક જ દેશમાં ચલાવે છે અને દૈનિક 2.35 મિલિયન બાળકોને ભોજન પીરસે છે. યુકેમાં અક્ષય પાત્ર દ્વારા 2020માં નોર્થ લંડનના વોટફર્ડમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કિચન લોન્ચ કરાયું હતું અને ત્યારથી તેના આફ્ટર-સ્કૂલ પ્રોગ્રામ ‘એમ્પાવર અવર’ મારફત તેમજ શાળાઓની રજાઓમાં ભૂખ્યાં રહેતાં બાળકોને 800,000થી વધુ ગરમ અને પોષણયુક્ત ભોજન પુરું પડાયું છે.

    અખંડ ભારતનું નિર્માણ કરનાર ‘લ

    સરદાર પટેલ એટલે ભારતના એક એવા રાજનેતા તથા સમાજનેતા જેમને ભારતીયો આજે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેટલા જ પ્રેમ અને આદરથી યાદ કરે છે. સરદાર વલ્લભભાઇ પટેલ નામના આ લોખંડી પુરુષે દેશની સ્વતંત્રતાની લડતમાં તો મહત્ત્વનો ફાળો આપ્યો જ, પરંતુ તેથીય વિશેષ યોગદાન એ રહ્યું કે અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. તેમના દૃઢ મનોબળ અને હિમાલય જેવા અડગ સ્વભાવના કારણે તેઓ ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.

    વિક્રમ સંવત 2082: સત્તાવાર જાહેર

    ગુજરાતી નવું વર્ષ, વિક્રમ સંવત 2082, આવી ગયું! આપને નૂતન વર્ષાભિનંદન! સાલ મુબારક! જ્યોતિષીઓએ તો તેમના ગ્રહો ગણીને બધું કહી દીધું, પણ હવે મને મારી ‘વક્રી’ ટિપ્પણી કર્યા વગર પેટમાં ટાઢક નહીં વળે. અને સાંભળો, જ્યાં સુધી તમે એ નહીં જાણો, ત્યાં સુધી તમને પણ ઊંઘ નહીં આવે, એની મને ખાતરી છે! બસ, હવે તમારા ‘સ્વભાવ’ના ખાનામાં કયું ‘ફળ’ આવ્યું છે, તે જાણવા તૈયાર થઈ જાઓ! આ રહ્યું અલગ-અલગ કેટેગરીમાં વહેંચાયેલું વર્ષફળ.

    શ્વેત બાળાઓનો લડાયક મિજાજઃ લેબર અને પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ

    બે દાયકાઓ સુધી પાકિસ્તાની મૂળના પુરુષોએ નિર્બળ શ્વેત છોકરીઓનું યૌનશોષણ કર્યું, બળાત્કારો કર્યા અને શારીરિક દુરુપયોગ કર્યો, ત્યારે કોમ્યુનિટી મૌન રહી આ બધું નિહાળતી હતી. લેબર રાજકારણીઓ, લેબર મેયર્સ, પોલીસ તેમજ આપણી સ્થાનિક સંસ્થાઓ અને સેવામાં રહેલા લોકોની રહેમનજર હેઠળ આ બધું ચાલતું જ રહ્યું. વાસ્તવમાં હવે પીડિતાઓ પાસેથી પ્રાપ્ત વધુ પુરાવાઓથી સ્પષ્ટ થાય છે કે જે લોકોનું કાર્ય આ બાળાઓનું રક્ષણ કરવાનું હતું તેમણે જ આ શોષણોમાં સાથ આપ્યો હતો.

    સરદાર બનતા પહેલાં: વલ્લભભાઇ...

    સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો વહેવાર ન હતો. ભારત બ્રિટિશ સામ્રાજ્યમાં હતું. તેના લોકોનો વહેવાર અને નજર અંગ્રેજો તરફ હતી.

    નવમી નવેમ્બર: એક ભુલાયેલો સૌરા...

    દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી, કારણ કે નવાબે આખા સોરઠના પાકિસ્તાનની સાથે જોડાણની જાહેરાત કરી હતી. તેની જેમ માણાવદર નવાબે પણ એવું જ કર્યું. ખાન અને બાબી - બે નામ ઈતિહાસમાં તેના મૂર્ખ ઈરાદા માટે જાણીતા થઈ ગયા!

    સરદારનો વારસો મોદી દ્વારા જીવ

    ભારતને આખરે 15ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી, ત્યારે વિદાય લેતા અંગ્રેજોએ એક ખંડિત ઉપખંડ છોડી દીધો. ભાગલાના આઘાતની સાથે 560થી વધુ રજવાડા પણ હતા, દરેકના પોતાના શાસકો અને મહત્વાકાંક્ષાઓ હતી. નવું સ્વતંત્ર રાષ્ટ્ર એક એવી દુવિધામાં જોવા મળ્યું જ્યાં એકતા વિના, તેની મહેનતથી મેળવેલી સ્વતંત્રતા પોકળ હતી. આ નિર્ણાયક તબક્કે, એક વ્યક્તિ - સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પડકારનો સામનો કરવા માટે ઊભા થયા. દૃષ્ટિ, નિશ્ચય અને અદમ્ય ઇચ્છાશક્તિ સાથે, તેમણે આ વિખરાયેલા રજવાડાઓને એક રાષ્ટ્રમાં ફેરવી દીધા, સ્વતંત્ર ભારતને તેનો આકાર અને શક્તિ આપી.

    21મી સદીના રાવણના દસ મસ્તકો

    આપણામાંથી કેટલાકને હિન્દુ તરીકે જન્મવા અને સનાતન ધર્મની પરંપરાઓનો હિસ્સો બની રહેવાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. એ ધર્મ જે કોસ્મિક-બ્રહ્માંડીય વાસ્તવિકતાનું પ્રત્યક્ષીકરણ છે. એ ધર્મ જે બળ, જૂઠાણાં અથવા નરસંહારની ધમકીઓ દ્વારા ધર્માંતરણ  કરાવતો નથી. એ ધર્મ જે આનંદસહ માનવતાના તમામ સ્વરુપોનું મૂલ્ય કરે છે. એ ધર્મ જે તમને, તમારા વિચારો અને તમારા કાર્યો પર અંકુશમાં રાખવા તમારામાં ઈશ્વરનો ભય અંકિત કરતો નથી. આ ધર્મ એટલો વૈવિધ્યપૂર્ણ છે કે માત્ર સમર્પણ અને પ્રેમ થકી જ સમગ્ર ભારતવર્ષમાં ફેલાયેલો છે. સદીઓના દમન-જુલ્મો પછી પણ ધર્મ હજુ અસ્તિત્વમાં છે અને ફેલાતો રહ્યો છે. એ ધર્મ જેણે આપણને દર્શાવ્યું કે રાવણ દ્વારા પ્રદર્શિત માનસિકતાઓ તેમના કદરૂપાં મસ્તકો જન્માવશે કારણકે કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારની માનવીય સ્થિતિઓ હંમેશાં દુષ્ટતા, અનૈતિકતા અને અનૈતિક વર્તનની વૃદ્ધિ તરફ દોરી જાય છે. ભગવાન રામ ધર્મ માટે ઉભા રહ્યા અને રાવણને રોળી નાખ્યો. વિશ્વભરમાં દિવાળી ઉજવાઈ છે. દિવાળી અદ્ભૂત પારિવારિક ઊજવણી છે ત્યારે મને ડર છે કે આપણામાંથી ઘણા મોટા ભાગે તેનું સાચું મહત્ત્વ ભૂલવા લાગીએ છીએ.