અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી, પરંતુ શરીરના સ્વાસ્થ્ય કરતાં તેમના હૈયે દેશના સ્વાસ્થ્યની ચિંતા વધુ રહેતી હતી. ગાંધીજીએ પણ એમને અનેક વાર આરામ લેવાની સલાહ આપી હતી, પરંતુ કર્મપરાયણ સરદાર કહેતા કે, ‘લાંબો વખત આરામ લઈને માત્ર શરીર સાચવ્યા કરીને જીવવાનો અર્થ શો? કામ કરતાં જીવવાનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે.’
વિવિધા
Block: Site: Subtree Block
વંદે માતરમ્ - ‘માતાને પ્રણામ’ આ બે શબ્દોએ દેશના ઈતિહાસમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ બે શબ્દોએ દેશમાં નીડરતા અને આત્મ-બલિદાનોનો અનોખો ઈતિહાસ રચ્યો છે.
વર્ષ 1992ની 6 ડિસેમ્બરે, સમગ્ર વિશ્વે ન્યાય મેળવવા માટે યાત્રા પર નીકળેલા બહાદુર હિન્દુઓને નિહાળ્યા. સેંકડો વર્ષોથી તેમને ન્યાય આપવાનો ઈનકાર કરાતો રહ્યો હતો. ભારત સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર બન્યાં પછી પણ ન્યાયનો ઈનકાર કરાતો રહ્યો. દાયકાઓ સુધી ભારતીયો ગુલામીની માનસિકતા સાથે પક્ષાઘાતની હાલતમાં રહ્યા હતા જેના પરિણામે, સામૂહિક નપૂંસકતા-કાયરતા જન્મી હતી. જોકે, 6 ડિસેમ્બર, 1992ના દિવસે હજારો હિન્દુઓ અને ભારતીયોએ પોતાની ધરોહર પરત લેવા અયોધ્યા તરફ પ્રયાણ આરંભ્યું.
વિશ્વમાં પાંચમા ક્રમના સૌથી મોટા જ્વેલરી રીટેઈલર તેમજ 14 દેશોમાં 415થી વધુ શોરૂમ્સ ધરાવતા માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ દ્વારા યુએસએમાં ઓસ્ટિન અને કેનેડામાં એજાક્સ ખાતે નવા બે શોરૂમ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. આમ, યુએસએમાં સાત અને કેનેડામાં ત્રણ સહિત નોર્થ અમેરિકામાં આ બ્રાન્ડના કુલ 10 શોરૂમ્સ થયા છે.
જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે ભારત આવી તો એક નક્સલ નેતાની સાથે મુલાકાત થઈ હતી) બે વર્ષ સુધી હઝારીબાગ જેલમાં કેદી હતી. 1975 માં તેને કોઈ કારણસર છોડી મૂકવામાં આવી. લંડનમાં એ સમયે ભારતમાં કટોકટી અને લોકતંત્રનો છેદ કરવાના પ્રયાસો સામે લડનારાઓને તેણે સમર્થન આપ્યું અને દેખાવોમાં જોડાઈ હતી. મેરી ટેલરનું એક પુસ્તક છે ‘ટૂ યર્સ ઇન ઇંડિયન જેલ’.
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જેલ અને જેલસાહિત્ય ઘણું લખાયું. જવાહરલાલ નેહરુએ પોતાની નજરે ભારતની ખોજ કરી. સરદાર વલ્લભભાઈએ સાબરમતી જેલમાં ડાયરી લખી. રામપ્રસાદ બિસ્મિલે ફાંસીના બે કલાક પહેલાં સુધી પોતાની આત્મકથા લખી, લોકમાન્ય ટિળકનું ગીતા પરનું પુસ્તક માન્ડલે જેલમાં લખાયું હતું.
તાજેતરમાં લેસ્ટર ખાતે એક અનોખો સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં આજથી 83 વર્ષ પૂર્વે મધદરિયે જળસમાધી લેનાર એસ.એસ. ટિલાવા જહાજના મૃતકોને અંજલિ અપાઇ હતી. આ કરુણ દુર્ઘટનામાં પોતાના મોભીને ગુમાવનાર એમિલી સોલંકીએ આ કાર્યક્રમ યોજ્યો હતો. લગભગ ઇતિહાસના પાનામાં સમેટાઇ ગયેલી આ ઘટનાની યાદ જીવંત રાખવા સોલંકી પરિવાર છેલ્લા 18 વર્ષથી દેશવિદેશમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી રહ્યો છે. 23 નવેમ્બર 2023ના રોજ ગ્રીનવીચ મેરિટાઇમ મ્યુઝિયમે પણ પહેલી વખત કાર્યક્રમ યોજીને મૃતકોને અંજલિ આપી હતી.
અપરાધીને પકડવાના હોય કે કોઈ દસ્તાવેજની સત્યતા ચકાસવાની હોય ત્યારે ફિંગરપ્રિન્ટની સહાય લેવામાં આવે છે. વિશ્વમાં કોઈ પણ બે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ્સ અથવા તો આંગળાના નિશાન એકસરખાં હોતાં નથી, જે જિનેટિક્સ અને ગર્ભાવસ્થા દરમિયાન થતી પ્રક્રિયા થતી કુદરતની કમાલ દર્શાવે છે.
રાજકીય ક્ષેત્રે પક્ષોનું હોવું નવાઈની વાત નથી, લોકતંત્રમાં તો તેનું કોઈ આયોજન જ નથી હોતું. દરેક પક્ષ તેના ‘જનતા જનાર્દન’ના સમર્થન પર ભારે ભરોસો રાખીને પક્ષની રચના કરે છે. હોદ્દેદારોની પસંદગી કરે છે. પ્રમુખ - ઉપપ્રમુખ - કારોબારી - સામાન્ય સભ્યો - જુદા જુદા મોરચાની નિયુક્તિ, બંધારણ, કાર્યાલય... આ બધું હોય જ. પછી બે વાત પર નજર કરવામાં આવે. એક, ફંડફાળો ક્યાંથી મેળવવો, અને બીજું, ચૂંટણીમાં ઝુકાવવું! કેટલાક નવોદિત પક્ષો તો જાહેરાત પણ આપે કે કોઈને આ પક્ષના ઉમેદવાર બનવું હોય તો અરજી કરે. આજકાલ તો એવોર્ડ્સથી માંડીને માન-સન્માન સુધીમાં આવો વ્યવહાર ચાલે છે. માત્ર દેશમાં નહિ, વિદેશમાથી પીએચ. ડી સુધીની ડિગ્રી મળી રહે.
જાણીતી હિન્દી ફિલ્મ ‘વિકી ડોનર’ તેના અનોખા વિષયવસ્તુને લઇને ફિલ્મદર્શકોમાં બહુ જાણીતી થઇ હતી. કથાવસ્તુના કેન્દ્રસ્થાને વીકી નામનો એક યુવાન હતો. ફર્ટિલિટી ક્લિનિકના માલિક ડોક્ટર ચઢ્ઢા (અન્ન કપૂર) સ્પર્મ ડોનેશન (વીર્ય દાન) માટે વિકી અરોરા(આયુષ્યમાન ખુરાના)ને ખાસ પસંદ કરે છે. વિકીના શુક્રાણુ ફળદ્રુપ હોવાને કારણે તેનાં સ્પર્મની માંગ વધતી જાય છે અને તેની જિંદગી બદલાઈ જાય છે. સ્પર્મ ડોનેશન જેવા ગંભીર વિષય પર બનેલી આ હળવી કોમેડી ફિલ્મમાં સંબંધો, વાંઝિયાપણું અને પિતૃત્વની જટિલતાઓને બતાવવામાં આવી છે. પણ વિકી પોતે પિતા નથી બની શકતો. અંતમાં ડોક્ટર ચઢ્ઢા વિકીને એ કાર્યક્રમમાં લઈ જાય છે જ્યાં તેનાં શુક્રાણુથી જન્મેલા 53 બાળકો ઉપસ્થિત હોય છે. ભાવનાત્મક સંવાદો સાથે ફિલ્મ પૂર્ણ થાય છે. વાસ્તવિક જીવનમાં આવા ઘણાં વિકી ડોનર છે, પણ પોતાના શુક્રાણુ દ્વારા વિકી ડોનરથી બમણા એટલે કે 106 જૈવિક બાળકોને જન્મ આપનાર પોવેલ ડયુરોવ આજકાલ ચર્ચામાં છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આવી ગયેલ છે! આથી માત્ર નોન- AI મુદ્દાઓનો સંક્ષિપ્ત ઉલ્લેખ કરાયો છે. નોકરી હાંસલ કરવાની ચાર પદ્ધતિ છે. (1) એડવર્ટાઈઝમનેન્ટને પ્રતિભાવ, (2) CV (કરિક્યુલમ વીટાઇ) સાથે કલ્પનાશીલ (સ્પેક્યુલેટિવ) પત્ર, (3) એમ્પ્લોયમેન્ટ એજન્સી મારફત અરજી, અને (4) નેટવર્કિંગ.
