બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ને પ્રચંડ બહુમતી મળી ગઈ છે. તેના નેતા તારિક રહેમાન વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહેમાન અને તેઓની પાર્ટીને ભવ્ય જીત અંગે વધાઈ આપી દીધી છે. ભારત માટે આ ચૂંટણી અને તેમાં બીએનપીને મળેલ બહુમતી ભારત માટે પણ મહત્વની બની રહી છે. વિશેષતઃ તો જ્યારે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ભારતમાં રાજયાશ્રય લઈ રહ્યા છે અને બાંગ્લાદેશમાં ભારત વિરોધી જુવાળ ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. ત્યારે બીએનપીનો વિજય ખૂબ મહત્વનો બની રહ્યો છે.
વિવિધા
Block: Site: Subtree Block
અત્યાધુનિક છતાં એકદમ વાજબી દર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓને કારણે ગુજરાત મેડિકલ ટુરિઝમનું મુખ્ય કેન્દ્ર બનીને ઉભર્યું છે, જેનો વાર્ષિક 30 ટકાના દરે વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદ જ નહીં, રાજ્યના વિવિધ શહેરોની હોસ્પિટલો યુકે, યુએસ, આફ્રિકા સહિત વિશ્વના અનેક દેશોના દર્દીઓને આકર્ષે છે.
સ્ત્રી માટેનો પ્રશ્ન નવો નથી, પરંતુ દરેક યુગે નારીને આ પ્રશ્ન નવા શબ્દોમાં પૂછ્યો છે. ક્યારેક દેવી બનાવી, ક્યારેક દાસી બનાવી, પણ માનવી તરીકે સ્વીકારવાનો પ્રવાસ હજુ ચાલુ છે. આજનો વિષય ઘણો રસપ્રદ છે. પ્રાચીન કાળની વાત કરીએ તો ત્યારે સ્ત્રીને મિલકત અને પદાર્થ / object તરીકે જોતા. દા.ત મહાભારતમાં દ્રૌપદીની ઘટના યાદ અપાવે છે કે તે સમયે સ્ત્રીની agency કરતા સંપત્તિસમાન વર્તન પ્રબળ હતું.
એક વાત તો ઇતિહાસના પાનાં પર વારંવાર દેખાતી રહી છે. તે એ કે મહાન વ્યક્તિત્વને અને તેના વિચારોનો સ્વીકાર કરવામાં ઘણું મોડું થઈ જાય છે. કૃષ્ણ, સોક્રેટિસ, મીરા, આદિ શંકરાચાર્ય, શ્રી રામ, કે મહાદેવ, નરસિંહ મહેતા કે જ્ઞાનેશ્વર તો પ્રાચીન નામો છે. વર્તમાન યુગમાં તેની યાદી ઘણી લાંબી છે. ગાંધીને સમજવા તો મુશ્કેલ હતા અને છે, એમાં તેમના ભક્તો ઓછા જવાબદાર નથી. ‘અમે બાપુ તણા પગલે બધાં એવા છીએ ચાલ્યા, હવે બાપુ તણું પગલું શોધવું પડશે!’ રામધારી સિંહ દિનકર કહેતા કે મહાન પુરુષોની નિયતિ એવી જ હોય છે કે તેના ભક્તો - અનુયાયીઓ - શિષ્યો પૂજાનો અતિરેક કરીને તેને મારી નાખે છે, અને વિરોધીઓ તેની આલોચના કે હત્યા કરીને જીવાડે છે!
કચ્છી બોલીના સાહિત્યને માટે એક ઐતિહાસિક ઘટના 26 ફેબ્રુઆરીએ સ્થાપિત થઇ છે. સમગ્ર દેશની તમામ ભાષાઓ અને બોલીઓમાં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી પછી સૌ પ્રથમ વાર, તેમની સમગ્ર કવિતા અને તેની ભૂમિકા સાથેની નોંધ પુસ્તક સ્વરૂપે અવતરી રહી છે. નિમિત્ત તો દુલેરાય કારાણી પરિતોષિક પ્રદાનનું છે, જે પબુ ગઢવી ‘પુષ્પ’ને પ્રદાન થયું, તેની સાથે સોનામાં સુગંધ ભળે તેવું એક પુસ્તક ‘વાંચ વિચ જોત’નું લોકાર્પણ થયું. ‘કચ્છ મિત્ર’ અને કારાણી પારિતોષિક સમિતિના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્ર્મમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્મા વિશ્વવિદ્યાલયના કુલગુરુ ડો. મોહનભાઇ પટેલ અધ્યક્ષપદે હતા, તે પણ વિદ્યાકીય ઘટનાને ઉચિત કહેવાય.
મારી માવડી પ્રથમ પ્રણામ હંમેશા તારા ચરણોમાં. જેણે માન્યું મને રતન અને કીધા અમારા કાયાના જતન... નવ નવ મહિના પેટમાં ઉંચકી સાચવ્યા અને જન્મ પછી પણ અમને જતનથી ઉછેરીયા. અમારા માટે ઉજાગરા કર્યાં અને અમારા જીવન પંથ પર ફૂલ પાથરી અને અમારી ખુશીમાં તું ખુશ થતી.
રશિયાના વોલ્ગોગ્રાદમાં માતૃત્વના અભિવાદનનું એક સ્મારક છે. એક માતા યુદ્ધમાં શહીદ થયેલા દીકરાને ખોળામાં લઈને આંસુ સારે છે અને મુસાફરો પ્રેમસભર માતૃત્વનું અભિવાદન કરે છે. ભારતમાં માતૃત્વના બલિદાનનું સ્મારક દેશના દરેક ખૂણે આકાર લઈ શકે તેમ છે.
સાચો ઈતિહાસ અને વ્યક્તિઓનું વારંવાર સ્મરણ થવું જોઈએ. સમાજને તે શક્તિશાળી બનાવે છે. હમણાં ભુજના વિજયરાયજી ગ્રંથાલયમાં પત્રકાર હરીન્દ્ર દવે વિશેના વ્યાખ્યાનમાં જવાનું થયું. આપણાં ત્રણ સમર્થ લેખકો - કૃષ્ણલાલ શ્રીધરાણી, ઝવેરચંદ મેઘાણી, જયંતી દલાલ. કવિ અને સાહિત્યકાર તરીકે તો ખ્યાત થયા, પણ તેમના પત્રકારત્વ વિષે ઘણુંબધુ અંધારામાં રહ્યું. પછી છગન ખેરાજ વર્મા કે ભગવતી ચરણ વહોરા તો ક્યાંથી યાદ આવે? આ તમામે કલમ અને ક્રાંતિનો રસ્તો પકડ્યો હતો. શ્રી અરવિંદ પણ ‘વંદે માતરમ્’ના જ્વલંત તંત્રી હતા.
ફિલ્મઉદ્યોગમાં શિરમોરસમાન ગણાતા 98મા ઓસ્કર એવોર્ડની જાહેરાત કરાઇ છે. જેમાં પોલ થોમસ એન્ડરસનની ‘વન બેટલ આફ્ટર અનધર’ ફિલ્મે 13 નોમિનેશનમાંથી 6 એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. બીજી તરફ, રયાન કુગલરની ફિલ્મ ‘સિનર્સ’ને ઓસ્કરમાં આ વર્ષના સૌથી વધુ 16 નોમિનેશન મળ્યાં હતા પરંતુ ફિલ્મ 4 એવોર્ડ જ જીતવામાં સફળ રહી હતી. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોને મળશે તેનો અંદાજ લગાવવો બહુ સહેલો હતો. ફિલ્મ ‘હેમ્નેટ’ માટે જેસી બકલીને ઓસ્કર મળવો લગભગ નક્કી મનાતું હતું અને એવું જ થયું છે. ફિલ્મ ‘સિનર્સ’ માટે માઇકલ બી. જોર્ડનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.
રામનવમી પર્વે ભગવાન શ્રીરામના શબ્દોથી અછોવાના
