કચ્છ પ્રત્યે વર્ષોથી એક વિશેષ અનુબંધ રહ્યો એટલે આ ‘રણભૂમિ’ની સમૃદ્ધિ વિશે જાણવાની, પામવાની, સાંભળવાની અને કહેવાની જિજ્ઞાસા કાયમની છે.
વિવિધા
Block: Site: Subtree Block
હમણાં 21 માર્ચે આંતરરાષ્ટ્રીય કવિતા દિવસ ઉજવાયો. ઉત્સુકતા એ રહી કે સુરતમાં કે બીજે ક્યાંય શાયર હરિલાલ રાણાને કોઈએ યાદ કર્યો હતો ખરો? કવિતાની રચનામાં વિવેચકો તેને બહુ ઊંચા ગજાનો તો નહીં કહે પણ, તેની કવિતામાં ઐતિહાસિક ઘટનાની અભિવ્યક્તિ થઈ હતી, અને ગુજરાતની અસ્મિતાનો અંદાજ આપ્યો એ તેનું પ્રદાન.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીતેલા સપ્તાહે સંસદમાં સમયનાં એક વધુ સીમાચિહ્ન જેવું વક્તવ્ય આપ્યું કે ભારતમાંથી નક્સલવાદ સમાપ્ત થઈ ચૂક્યો છે. 370મી કલમથી નક્સલ સમાપ્તિની વચ્ચે બીજાં કેટલાંક નિર્ણાયક સંકલ્પો આ સરકારે પાર પાડયા છે, તેમાં મુસ્લિમ તલાકની ગલત સ્થિતિ અને રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ પણ આવી જાય. પણ નક્સલવાદ એક રાજકીય-સામાજિક વિચાર સ્વરૂપે આવ્યો, ખાસ કરીને જમીનદારી અને જંગલની વચ્ચે તેનો લોહિયાળ આક્રોશ પેદા થયો.
એપ્રિલ 6ના રોજ સત્તારૂઢ ભારતીય જનતા પક્ષે તેનો 45મો જન્મદિવસ ઉજવ્યો. ભારતીય સંસદીય લોકતંત્રના રાજકારણમાં પક્ષોનો જન્મ થવો, આગળ વધવું, વિલીન થવું કે સમેટાઇ જવું એ પણ રસપ્રદ કહાણી છે. કોંગ્રેસ 1885માં સ્થાપિત થઈ, અંગ્રેજ અફસર એલેન ઓક્ટએવિયન હ્યુમના પ્રયાસથી, મુંબઈમાં, લોંગ લીવ ધ કિંગ...ના જય-ગીત સાથે. સમય જતાં તેમાં જહાલ અને મવાળ જુથના ફાંટા પડ્યા, પછી પક્ષની અંદર જ સ્વરાજ પક્ષ, ફોરવર્ડ બ્લોક અને સમાજવાદી જુથ એવાં અલગ જૂથો ઊભાં થયા. આઝાદી પછી સમાજવાદી પક્ષ અલગ રચાયો, અને 2026 સુધીમાં 17 કોંગ્રેસો થઈ, તેમાંની કેટલીક હજુ પણ સક્રિય છે.
આજકાલ ગુજરાત વિશે તરેહવારના વિધાનોની ભરમાર ચાલી છે. બંગાળમાં એવું કહેવાયું કે ગુજરાતમાં આઝાદીની લડાઈ બંગાળ જેવી અને જેટલી નથી. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એવું વિધાન કર્યું કે ‘આ ભાજપ ગુજરાત અને બીજે લોકો અભણ હતા એટલે મૂર્ખ બનાવી શક્યું, કેરળમાં એવું નહિ થાય’. ખરેખર તો કેરળ વિશે કહેવું હોય તો ખડગેએ ડાબેરી મોરચા અને સામ્યવાદીઓ વિશે કહેવું જોઈતું હતું. પણ એવું લાગે છે કે તેમના અજ્ઞાત મનમાં ભારતના અન્ય પ્રદેશોની થઈ રહેલી ચૂંટણી હશે.
નરસિંહ મહેતાનું એક ભજન છે કે, આપણે આપણો ધર્મ સંભાળવો. આપણી નજર આપણા જીવન ઉપર આપણા આત્મદર્શન ઉપર નથી હોતી, પણ બીજાના ગુણ-દોષો જોયા કરીએ છીએ. આપણે આપણી જાતને સુધારવા - વ્યસનમુક્ત રહેવામાં શ્રદ્ધા - વિશ્વાસ કેળવવામાં જેટલા મથીએ છીએ, ચિંતન કરીએ છીએ, સુધારવા પ્રયત્નો કરીએ છીએ તેના કરતાં બીજાના ગુણ–દોષો જોવા માટે, ચર્ચા કરવા માટે ઈશ્વરે આપેલી મોટાભાગની અમૂલ્ય જિંદગીને વેડફી નાંખીએ છીએ.
પહેલી મેના રોજ સુરતમાં ગુજરાત રાજ્યનો સ્થાપના ઉજવાશે. ભાષણો, સન્માનો, જય જય ગરવી ગુજરાત...નું ગીત અને સૂત્ર, રાતે બજારોમાં રોશની, પૂર્વરાત્રીએ સરકારી ખાતાએ પસંદ કરેલો, આવડ્યો હોય તેવો સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ, ગરબા, નૃત્ય વગેરે પણ થશે...
ચોથી મેના દિવસે બંગાળ વિધાનસભાની ચૂંટણીનું વિસ્ફોટક પરિણામ અને પહેલી મેના દિવસે ગુજરાત રાજ્ય સરકારની સ્થાપનાની ઉજવણી. દેખીતી રીતે તો આ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. પણ, બંગાળની ચૂંટણી દરમિયાન માત્ર રાજકીય નહિ, સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભોની વાતો બંગાળમાં થઈ, તેની ભૂમિકા અને તેનું અર્થઘટન સમજવાં જેવાં છે.
કેટલીકવાર સામૂહિક અવાજ માત્ર નારો રહેવાને બદલે જીવંત પ્રાણવાન સૂત્ર બની જતા હોય છે, તાજેતરની પાંચ વિધાનસભા ચૂંટણીમાં સુદૂર અસમમાં એક સૂત્ર રણ-ઘોષ બની ગયું તે ‘જય આઈ અસમ!’ પ્રચલિત નામ આસામ તો બ્રિટીશરોના ભારતીય ભાષાના અજ્ઞાનનું પરિણામ છે. ખરો શબ્દ છે અહોમ. અહીંની આ રાજ્ય-સત્તાની સાથે જોડાયેલો બહાદુર વંશ.
ભગવાન કહે છે કે હું મારા ભક્તોની પાછળ પાછળ ચાલું છું. જેથી ભક્તોની ચરણરજ ઊડીને મારા મસ્તક પર પડે! ભક્તોની એટલે કે સંતોની ચરણરજની ભગવાન પણ સ્પૃહા (ઈચ્છા) રાખે છે, તો એ સંતોના સત્સંગની અને વાણીની સ્પૃહા માનવી કરે તેમાં કંઈ આશ્ચર્ય નથી.
