મે મહિનાની સત્તરમી તારીખે શરૂ થયેલો અધિક માસ અધિક જેઠ માસ છે. જો આમ ન બન્યું હોત તો મે મહિનામાં જેઠ મહિનો શરૂ થઈ જાત અને જૂન મહિનામાં અષાઢ મહિનો આવી જાત અને જુલાઈ મહિનામાં શ્રાવણ મહિનો આવી જાત, ઓગસ્ટમાં ભાદ્રપદ મહિનો આવી જાત અને સપ્ટેમ્બરમાં આસો મહિનો આવી જાત. આમ સૌરવર્ષ અને ચાંદ્રવર્ષની એકતામાં ખલેલ પહોંચત. હર વર્ષે શ્રાવણ મહિનામાં ઓગસ્ટનો મહિનો હોય તે સિસ્ટમમાં ખલેલ પહોંચત.
વિવિધા
Block: Site: Subtree Block
આપણું માનવશરીર અનેક વિસ્મયોથી ભરપૂર છે, તેના વિશે આપણને સંપૂર્ણ જાણકારી પણ નથી. બાયોલોજી વિશે આપણી સમજણને નવેસરથી લખવી પડે તેવા સંશોધનમાં સ્ટાનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ માનવશરીરમાં તદ્દન નવતર અને રહસ્યમય સજીવ સ્વરૂપોની ઓળખ કરી છે જે RNA (રિબો ન્યુક્લિઅક એસિડ) આધારિત છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીજંગ વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહુ ગજવેલા ‘અંગ, બંગ અને કલિંગ’ સૂત્રથી રાજકીય સમીક્ષકો વિચાર કરતા થઈ ગયા હતા! આમેય વડાપ્રધાન બન્યા પહેલાથી, નરેન્દ્ર મોદી હોઠે ચડી જાય તેવા લોકપ્રિય સૂત્રોના કર્તા રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતથી તેમણે શરૂઆત કરી. અંગ્રેજી અને ગુજરાતી જુગલબંધીનું કારણ એ હતું કે દેશ-વિદેશેથી ગુજરાતમાં ઉદ્યોગોનું રોકાણ થાય તેવું લક્ષ્ય હતું. રતન ટાટા જેવાને બંગાળમાં નંદીગ્રામમાં ઉદ્યોગ સ્થાપિત કરવાનું મુશ્કેલ બન્યું. યોગાનુયોગ તેની વિરુદ્ધમાં આંદોલન કરનારા હાલના પરાજિત મુખ્યમંત્રી અને હાલના વિજિત મુખ્યમંત્રી – બંને સાથે હતા! ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટાટાને ગુજરાતમાં ‘વેલકમ’ કર્યા, અને ટાટાએ વાઇબ્રન્ટ ગુજરાત બેઠકમાં જાહેરમાં કહ્યું કે કોઈ મૂરખ જ ગુજરાતમાં રોકાણનો ઇનકાર કરી શકે. નેનોનું સાણંદ નજીકનું થાણું ઉપરાંત ટાટા આજે ગુજરાતમાં ઘણા ઉદ્યોગો ચલાવે છે. મોદીએ તે પછી, ‘વાંચે ગુજરાત’, ‘સંકલ્પ યાત્રા‘, ‘રમશે ગુજરાત’, ‘સમરસ પંચાયત’, ‘કર્મયોગી શિબિર’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘દીનદયાળ અનાજ પૂરતી યોજના’ જેવા ઘણા નામ અને કામ કરી બતાવ્યા.
સન 1929માં મોહનલાલ દયાલ ચૌહાણે મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં એક જૂની, કાટ ખાયેલી ફેક્ટરી ખરીદી. તેઓ ટોફી, બિસ્કિટ બનાવવાની કળા શીખવા જર્મની ગયા હતા અને ત્યાંથી એક વિશાળ, અત્યાધુનિક મશીન લઈને પાછા આવ્યા હતા.
છોડો આ બધી લડાઈની રોજની વાતો. ચાલો, થોડું હસી લઈએ...
આવું કોઈ કહી શકે તો તે ઇઝરાઈલની પ્રજા છે. પરાજિત થવાનો ગમ નહિ, જીત્યાનું અટ્ટહાસ્ય નહિ. બસ, જિંદગી અને રાષ્ટ્રના અસ્તિત્વ માટે સંજીવની સમાન સ્મિત!
આજે પાંચમી મે 2026ના રોજ આપણે સૌ સોનેરી સંગતમાં ‘ગુજરાત સમાચાર’ના 54મા સ્થાપના દિનની ઉજવણી માટે ભેગા થયા છીએ. સી.બી. આપની આ યાત્રા ‘સંગ સંગ ભેરુ તો સર થાય મેરુ’ના મંત્રથી શરૂ થઈ હતી. બહુજન હિતાય, બહુજન સુખાયની ભાવના સાથે આપ અને આપની ટીમે જે સિદ્ધાંતલક્ષી અને સમાજલક્ષી કાર્ય કર્યું છે, તેના કારણે ‘ગુજરાત સમાચાર’ની આ યાત્રા માત્ર સફળતાની નહીં, પરંતુ સાર્થકતાની યાત્રા બની છે. આપે માત્ર ગુજરાતી ભાષાની સેવા નથી કરી, પરંતુ Asian Voice દ્વારા બે સંસ્કૃતિઓ વચ્ચે સંવાદનો એક જીવંત સેતુ રચ્યો છે.
કોઈ પણ બાબતે વાસ્તવિકતા સર્જાય તે પહેલા તે માટેનું સ્વપ્ન નિહાળવું આવશ્યક હોય છે. તમારા સ્વપ્નની કલ્પનાની સાથે રહેવું હોય ત્યારે તમે તેના માટે પ્રેરિત રહો અથવા પ્રોત્સાહિત રહો તે શીખ્યા સિવાય અશક્ય બની રહે છે. તમે પ્રોત્સાહિત રહો તે માટે તેમજ રોજબરોજની ખલેલ, વિક્ષેપ, ચિંતા અને ભયથી દૂર રહેવા માટે તમારે સ્વશિસ્તમાં રહેવું પણ એટલું જ આવશ્યક છે.
ઘણા સમયથી મારી 16 વર્ષની દીકરીને કીટન લેવું હતું. રીવામાં કુદરતી રીતે જ પ્રાણીઓ માટે અનન્ય પ્રેમ, અને એમાંય બિલાડી તો એને ખૂબ વહાલી. ઘણાં કારણોસર રીવાની આ માંગણીને હું ટાળતી રહી. જવાબદારી અને સ્વચ્છતામાં માનનારી હું કહું કે તારો આ શોખ થોડા સમયમાં ઉતરી જશે. પછી મારે બિલાડીની સેવા કરવી પડશે. તું પણ ભાઈની જેમ બે વર્ષમાં યુનિવર્સિટી ચાલી જઈશ. તું પોતાનું ધ્યાન રાખતી નથી, બિલાડીનું કેવી રીતે રાખીશ? આપણા ઘરમાં કોઈ જીવ આવે અને એ દુઃખી થાય એ મને નહીં ચાલે. પણ મારો આ વાદવિવાદ લાંબો ન ચાલ્યો અને દીકરીની જિદ પાસે માની મમતા હારી ગઈ. મહિના પહેલાં અમે 3 મહિનાનું નાનકડું કીટન ઘરે લઈ આવ્યા. દીકરીએ તેનું નામ પાડ્યું - મીમો.
તેમના વિશે જ્યારે જાણ્યું ત્યારે આશ્ચર્યસ્તબ્ધ થવું સ્વાભાવિક હતું. અરે, મ્યાંમારમાં પોસ્ટમાસ્તરની નોકરી કરતા શ્યામતાપ્રસાદ પાંડેની આ એકમાત્ર લાડકી કન્યા, નેતાજી સુભાષચંદ્ર બોઝની સમક્ષ જઈને કહે છે, ‘નેતાજી, મારે દેશભક્તિની શિક્ષા લેવી છે, આઝાદ હિન્દ ફોજમાં ભરતી થવું છે’. તે બોલી તો હતી બંગાળીમાં, જવાબ નેતાજીએ હિન્દીમાં આપ્યો અને સાથે આવેલાં કેપ્ટન લક્ષ્મી સ્વામીનાથનને સોંપી. સમય જતાં તે ઝાંસી રાણી રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ બની. 15 મહિના, સ્વાતંત્ર્યયુદ્ધમાં ભાગ લીધો. જરૂર પડી તો ફોજના વીર સૈનિક દુર્ગામલ ગોરખા (જેનું સ્મૃતિચિત્ર વર્તમાન ભારતીય સંસદમાં શોભે છે.)ની સાથે બ્રિટિશ છાવણીઓમાં જઈને આઝાદ હિન્દ ફોજ માટે જાસૂસી કરી.
માનવજીવનમાં કેટલીક એવી બાબતો હોય છે જે સમય, ધીરજ અને સહિયારા અનુભવથી ધીમે ધીમે ખીલે છે. સાહિત્ય પણ એવી જ એક અણમોલ સંપત્તિ છે. તેને માત્ર વાંચી લેવાથી કે સાંભળી લેવાથી સંપૂર્ણપણે સમજી શકાતું નથી. શબ્દોની પાછળ રહેલા ભાવ, અનુભવોની પાછળ રહેલી પીડા અને કલ્પનાની પાછળ રહેલું જીવન ધીમે ધીમે ખુલતું જાય છે. કદાચ એટલે જ મને વારંવાર લાગે છે, કે સાહિત્યનો સાચો આસ્વાદ ત્યારે મળે છે જ્યારે તે સહહૃદય લોકોની સંગતમાં, સંવાદોમાં અને અનુભવોની આપ-લે વચ્ચે જીવંત બને છે. તેથી કહી શકાય કે ‘સાહિત્ય ઉતાવળથી નહીં, સંગતથી ખુલતું હોય છે’.
