વિમલ ટીવીમાં આવતા ન્યુઝને ધ્યાનથી સાંભળતો હતો અને ત્યાં બાના રૂમમાંથી ઘંટડી વાગી. હજુ હમણાં તો પાણી આપીને આવ્યો! ‘હવે વળી શું છે?’ બોલવાનું રોકીને પૂછ્યું, ‘શું જોઈએ છે?’ બાએ હંમેશના સંકોચ સાથે ઈશારો કરી પેશાબ લાગ્યો છે કહ્યું. અને... અને દીકરા પાસે ઝાડા-પેશાબ માટે લેવી પડતી મદદ માટે કમુબા શરમથી કોકડું વળી જતાં પણ ઘરમાં બીજું કોઈ બાઈ માણસે ય નહોતું કે જેની મદદ... અને હતી તે...
વિવિધા
Block: Site: Subtree Block
વજુભાઇ આફ્રિકાથી આવીને યુકેમાં સ્થિત થયાને ત્રીસેક વર્ષ થયા. કમાઈ-ધમાઈને સમૃદ્ધિ વધારી પણ વતનની યાદ ન જાય. એટલે ભારત અને આફ્રિકા બંને સાથે બરાબર સંબંધ જાળવી રાખ્યો. વરસમાં એકાદ બે વાર ગુજરાત આંટો મારી આવે. હવે નિવૃત થયા બાદ તો ત્રણેક વાર ગુજરાતની ચક્કર લાગી જાય. આ વર્ષે પણ ડિસેમ્બર-જાન્યુઆરી ગુજરાતમાં વિતાવવાના આશયથી મુસાફરીનું આયોજન કરેલું. એરપોર્ટ પહોંચ્યા અને સમાન લઈને કાઉન્ટર પર ગયા તો એરલાઇન સ્ટાફે તેમને કહ્યું કે તેમને પ્લેનમાં બેસવા નહિ દેવાય.
ઝાંઝીબાર એક જમાનામાં લવિંગ માટે જાણીતું. કચ્છી ભાટિયાઓની એક જમાનામાં ત્યાં બોલબાલા. ટાન્ઝાનિયાના ભાગરૂપ ઝાંઝીબારને ગુજરાતીઓ જંગબાર કહેતા. ઝાંઝીબારમાં આજે માત્ર ૪૦૦ હિંદુ અને ૩૫૦૦ જેટલા ગુજરાતી મૂળના વિવિધ કોમના મુસ્લિમ છે. ઝાંઝીબાર ટાપુને ટાન્ઝાનિયાના પાટનગર દારે સલામ સાથે જોડતી કડી છે. સલીમ અને મૂર્તઝાની બંધુબેલડી.
યુકે છોડી દેવાની મુદત વીતી ગયા પછી પણ જે યુકેમાં રહે તે ઓવર-સ્ટેયર વ્યક્તિ કહેવાય. ઈમિગ્રેશન એક્ટ, ૧૯૭૧ની સેક્શન ૨૪ હેઠળ ઓવરસ્ટેઈંગ ફોજદારી ગુનો છે, અને આ ગુનામાં દોષિત જણાયેલી વ્યક્તિને દંડ અથવા મહત્તમ છ મહિનાની જેલ થઈ શકે છે. યુકેમાં જુદા જુદા કારણોને લીધે લોકો ઓવર-સ્ટેયર બને છે. તેમાં લીવની મુદત પૂરી થઈ ગઈ હોય અને રિન્યુ ન થઈ હોય, અપીલમાં હારી ગયા હોય, પારિવારિક કારણ, તબિયતનું કારણ વગેરેનો સમાવેશ થાય છે. યુકે ઈમિગ્રેશન લો અને હ્યુમન રાઈટ્સ એક્ટ ૧૯૯૮ના દાયરામાં રહીને યુકે છોડ્યા વિના આ વ્યક્તિ હજુપણ યુકેમાં તેમનું અથવા તેણીનું સ્ટેટસ કાયદેસર અને નિયમિત કરાવી શકે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં અતૂટ શ્રદ્ધાભરી વિધવા માતાનો એ પુત્ર. ભણવામાં અને ભક્તિમાં મોખરે. એમ.એસ. યુનિવર્સિટીમાં બી.એ. અને એમ.એ. ડિસ્ટીંક્શન સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને પોલિટિકલ સાયન્સમાં યુનિવર્સિટીમાં રીડર અને પછી પ્રોફેસર. નોકરીની સાથે જ ૧૯૯૬માં ૩૧ વર્ષની વયે ‘ઠંડા યુદ્ધ’ પછીના સમયમાં આંતરરાષ્ટ્રીય સત્તા પરિવર્તન વિશે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત થઈ.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, હવે આપણે એકવીસમી સદીના ત્રીજા દસકામાં પ્રવેશ્યા છીએ અને તેના પ્રથમ અંકમાં આપ સૌને ફરી એક વખત નૂતન વર્ષાભિનંદન અને હાર્દિક શુભકામનાઓ... પશ્ચિમી સમાજમાં વર્ષાંત સાથે સંકળાયેલી એક વણલીખી પરંપરા છે. જેમાં નૂતન વર્ષારંભે વીતેલા વર્ષના અને વીતેલા દાયકાને નજરમાં રાખીને ભાવિ વહેણ કેવા રહેશે તેની સંભાવનાઓ દર્શાવતા સંશોધનાત્મક અહેવાલો પ્રકાશિત થાય છે. સર્વાંગી દૃષ્ટિએ જોઇએ તો, ૨૦૨૦થી શરૂ થયેલો દસકો સમગ્રતયા વધુ આશાસ્પદ હોવાનું સમાજશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ અને રાજકીય બાબતોના વિશ્લેષકોનું માનવું છે. આ તો વાત થઇ સમસ્ત વિશ્વના પરિપ્રેક્ષ્યમાં... પરંતુ વ્યક્તિગત મામલે કેવી સ્થિતિ હોય શકે છે? આપણે જરા વધુ ધ્યાનથી વિચારીએ...
કોઈ પણ પ્રકારના ચેપનો સામનો કરવા માટે રોગ પ્રતિકાર શક્તિને વધારવી અતિ મહત્ત્વપૂર્ણ અને આવશ્યક છે. ફ્લુ એક પ્રકારનો વાઈરલ ચેપ-ઈન્ફેક્શન છે અને તે ઘણું ચેપી છે. ડોક્ટરો તેને ઈન્ફિલુએન્ઝા કહે છે અને તેના લક્ષણોમાં ભારે શારીરિક પીડા, સ્નાયુઓમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, ભારે શરદી અને નીંગળતા નાક સાથે ભારે તાવ, ઠંડી ચડવી, ઉબકાં આવવાં અને ઉલટીનો પણ સમાવેશ થાય છે. સામાન્યપણે, પાંચ દિવસ પછી તેમાંથી સાજા થઈ જવાય છે અને ઘણી વખત સાત દિવસ પણ લાગે છે.
યુકેમાં લીવ ટુ રિમેનને આગળ વધારવાની અરજી અંગે હોમ ઓફિસ દ્વારા પ્રાઈવેટ અને ફેમિલી લાઈફ માટે નવું ગાઈડન્સ જારી કરાયું છે. હોમ ઓફિસ દ્વારા તેના કેસવર્કર્સ માટે પ્રથમ વખત આ પ્રકારનું ગાઈડન્સ બહાર પડાયું છે.
આ ગાઈડન્સની રચના KO Nigeria અને Rhuppiah [2018]ના કેસ લો પર વધુ ભાર આપીને કરવામાં આવી હતી. બન્ને કેસોમાં ફેમિલી/પ્રાઈવેટ લાઈફ અને જાહેર હિત વચ્ચે સંતુલન જાળવવાની કવાયત હાથ ધરાઈ હતી. Rhuppiahમાં કોઈ માઈગ્રન્ટ આર્થિક રીતે સંપૂર્ણપણે સ્વતંત્ર ન હોય અને તે યજમાન દેશ (યુકે)માં પોતાનું ભરણપોષણ કરી શકશે નહીં તેના આધાર પર તેને દેશનિકાલ કરવા જોઈએ કે કેમ તેના વિશે વિચારણા થઈ હતી.
૧૯૮૯માં પીજના ભદ્રેશ ભટ્ટ ઝામ્બિયાના લુસાકામાં નોકરી છોડીને કેનેડાના વિનિપેગમાં આવીને વસ્યા. બ્રાહ્મણ જીવ ભદ્રેશભાઈને ત્યારે બે પુત્રો. પાંચ અને સાત વર્ષના પુત્રોના સંસ્કાર સચવાય માટે પત્ની મિનાક્ષીબહેન અને ભદ્રેશભાઈ આતુર. આથી તેઓ પુત્રોને લઈને મેનિટોબા હિંદુ સોસાયટી સંચાલિત મંદિરે જતા. મંદિરના મોવડીઓ સાથે પરિચય થતાં માત્ર ત્રણ જ વર્ષમાં તેઓ હિંદુ સોસાયટીના સહમંત્રી બન્યા અને ૧૯૯૪માં તેના વાઈસ પ્રેસિડેન્ટ બન્યા. આમ આવીને માત્ર પાંચ વર્ષમાં વિનિપેગના જાહેરજીવનમાં આગેવાની પામ્યા. ૧૯૯૪ના અંતે સ્વેચ્છાએ હોદ્દો છોડીને ગુજરાતી કલ્ચર સોસાયટી પ્રમુખ બન્યા. આમ છતાં મંદિરે જવાનું ચાલુ રાખ્યું. ૧૯૯૭ ફરીથી હિંદુ સોસાયટી ઓફ મેનિટોબામાં વાઈસ પ્રેસિડેન્ટ બન્યા. ૨૦૦૦માં પ્રમુખ બન્યા.
‘અરે, કૈસે લોગ હો આપ? ગોવા ગયે ઔર ૩૧ ડિસેમ્બર કે દિન વાપીસ આ ગયે?’ ઓફિસમાં સખીએ કહ્યું. ‘હમ લોગ ગયે થે કેવલ ઔર કેવલ સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલ કે લીયે, અગર હમ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર મનાને ગયે હોતે તો જરૂર રુક જાતે...’ જવાબ મળ્યો, ને ઉમેર્યું, ‘છેલ્લા બે-ત્રણ વર્ષથી અમારી ઈચ્છા હતી આ મ્યુઝિક ફેસ્ટિવલ અટેન્ડ કરવાની. આ વર્ષે બધી અનુકૂળતા થઈ તો જઈ આવ્યા. મસ્તીથી ઝૂમ્યા ને ગોવામાં ગરમીમાં બીચ પર ફરીને આવી ગયા.’
