બિહાર ભારતનો ગંગા કિનારાનો મોટા ભાગનો વિસ્તાર ધરાવે છે અને ત્યાંની સંસ્કૃતિમાં ગંગાનું ખુબ મહત્ત્વ છે. તેમની ભાષા ભોજપુરી સાંભળવામાં ખુબ મીઠી લાગે છે અને હિન્દી જેવી સંભળાય છે. ખભે ગમછો - એક કપડાનો ટુકડો - નાખીને ફરતા બિહારીઓને મહેનત કરવામાં કોઈ ન પહોંચે. તેમના આ મહેનતી સ્વભાવને કારણે જ અંગ્રેજો તેમને અઢારમી સદીમાં ગિરમીટિયા મજુર - એગ્રીમેન્ટવાળા મજુર - બનાવીને મોરેશિયસ, ફીજી, સુરિનામ વગેરે કોલોનીઓમાં લઇ ગયેલા અને ત્યાં શેરડીની ખેતીમાં કામે લગાડેલા. પરંતુ આ રાજ્ય બીજા પ્રદેશોની સરખામણીમાં ગરીબ રહ્યું છે.
વિવિધા
Block: Site: Subtree Block
અમદાવાદમાં વસતા શરાફ અંબાઇદાસ પાસે બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની, પૂનાના પેશ્વા અને વડોદરાના ગાયકવાડના પ્રતિનિધિઓ આંટાફેરા કરતા. આ અંબાઈદાસ કડવા પાટીદાર શરાફ. મુત્સદ્દીગીરીમાં કાબેલ તેથી તો જ્યારે પેશ્વાઈ તૂટી હતી, કાયદો અને વ્યવસ્થા કથળ્યાં હતાં, માથાભારે મવાલીઓ અને ટોળકીઓના નેતાની ધાકથી ભલભલા ધ્રુજતા ત્યારે અંબાઈદાસ ગૌરવ અને હિંમતથી ધંધો કરતા. એમના પુત્ર બહેચરદાસ ૧૮૧૮માં જન્મ્યા.
ચિનાઈ મોટીનો એક સુંદર કુંજો બનાવવાના સંકલ્પ સાથે એક કુંભારે માટી કેળવવાનું શરૂ કર્યું ત્યાં જ માટીએ કહ્યું કે, ‘અરે ભાઈ! મને છોડી દે! તારા આ ઢીંકાપાટુ મારાથી જરાય સહન નથી થતા!’
બહેચરદાસ લશ્કરીએ કરેલા ઠરાવો માત્ર કાગળ પર જ ન રહી જાય અને અમલી બને માટે એક કમિટી બનાવી. ઠરારનો ભંગ કરનાર પાસે ૭૦૦ રૂપિયા દંડ લેવાનું નક્કી કર્યું. પાટીદાર સમાજમાં સુધારાની જરૂરનો પાયો ઊભો કરવામાં અગાઉ પણ તેમનો સાથ હતો. મુંબઈ સરકારે ૧૮૪૮માં ન્યાયાધીશોને બાળહત્યાની તપાસનો આદેશ આપ્યો હતો. આ માટે છોકરા અને છોકરીની સંખ્યા ગણવામાં અમદાવાદના કલેક્ટરને તેમણે મદદ કરી હતી. તેમાં ૭૧,૭૪૦ છોકરા હતા અને છોકરી હતી માત્ર ૫૧,૭૦૩. જો છોકરીઓની હત્યા થતી હોય તો જ છોકરીઓ કરતાં છોકરાઓની સંખ્યા દોઢી હોય એમ તારવ્યું. છોકરીઓની હત્યા રોકવા પાટીદારોના લગ્નમાં કન્યાના પિતાને બોજો ના પડે તેવા સરકારી હુકમો અને જ્ઞાતિપંચના ઠરાવોમાં તેમણે ભાગ ભજવ્યો.
ગુજરાતી ફિલ્મોએ નવો વળાંક લીધો છે અને તેમાં એક પરિપક્વતા આવી ગઈ જણાય છે. ‘છેલ્લો દિવસ’, ‘રેવા’, ‘ચાલ જીવી લઈએ’ અને હવે ‘હેલ્લારો’. આમ તો બીજી પણ સારી ફિલ્મો બની છે પણ કેટલીક સૌથી વધારે વખણાયેલી આ ફિલ્મોએ ગુજરાતી દર્શકને ગૌરવાન્વિત કર્યો છે. પોતાની માતૃભાષાનું સિનેમા પણ ઉત્તમ સ્તરની ફિલ્મો બનાવે તેવું કોણ ન ઈચ્છે? હિન્દી ફિલ્મો જોવા ટેવાયેલા દર્શકો ગુજરાતી ફિલ્મો નહિ જુએ તેવું વિચારીને કદાચ શહેરી અને ઉચ્ચ શિક્ષિત દર્શક સુધી પહોંચવાનો પ્રયત્ન જ ગુજરાતી સિનેમાએ માંડી વાળ્યો હતો.
‘અંકલ, આ પુસ્તક આપોને અને હા, એમઆરપી છે કે ડિસ્કાઉન્ટ ખરું?’ એક યુવતીએ સ્ટોલધારકને કહ્યું. જવાબ મળ્યોઃ ‘ડિસ્કાઉન્ટ પર છે’. અને એ દીકરીએ ‘ભદ્રંભદ્ર’ પુસ્તક ખરીદ્યું. નજરે જોયેલું દૃશ્ય છે તો સાવ નાનું, પણ મજાનું છે. વાત છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પર તાજેતરમાં યોજાયેલા પુસ્તક મેળાની. દસ દિવસના આ આઠમા રાષ્ટ્રીય પુસ્તક મેળામાં બહુભાષી પુસ્તકોના સ્ટોલ્સ પર યુવાઓની ભીડ વધુ જોવા મળતી હતી જે આનંદની અનુભૂતિ કરાવનારું દૃશ્ય હતું. આવી જ એક યુવતી ઢળતી સાંજે એક બુક સ્ટોલ પર આવી. થોડા પુસ્તકો જોયાં. ગુજરાતી સાહિત્યની અમર હાસ્યરચનામાં સ્થાન ધરાવતા લેખક રમણભાઈ નીલકંઠના પુસ્તક ‘ભદ્રંભદ્ર’ની પસંદ કરી.
વડીલો સહિત સર્વે વાચકમિત્રો, થોડાં દિવસ પહેલા ૧૯ નવેમ્બરે યુકેમાં મારા વસવાટને ૫૩ વર્ષ પૂરાં થયા છે. યુકે મારું ઘર, કર્મભૂમિ તો ભારત જન્મભૂમિ છે. થોડાં મહિનામાં મારા જીવનના ૮૩ વર્ષ પૂરાં થશે અને હું કહીશ કે યુકેએ મને ભૌતિક તેમજ અન્ય રીતે પણ ઘણું બધું આપ્યું છે. હું સંપૂર્ણ સચ્ચાઈ સાથે એમ પણ કહીશ કે મારી આ દીર્ઘ અને સફળ જીવનયાત્રામાં વિવિધ પશ્ચાદભૂ સાથેના લોકોએ પુષ્કળ સાથ આપ્યો છે અને આગળ વધવામાં વિવિધ પ્રકારે સહકાર આપ્યો છે. પસાર થતા પ્રત્યેક દિવસ સાથે હું ઘણું શીખી રહ્યો છું. એમ કહું તો હું નસીબદાર અને વિનીત રહ્યો છું અને આ માટે આપ સહુનો અત્યંત આભારી છું. ગત ૫૩ વર્ષના સંસ્મરણો વાગોળું તો તે એ પુસ્તક બની રહેશે, શા માટે નહિ? એનો પણ સમય આવશે પરંતુ, આજે તો હું જેનો પાસપોર્ટધારક અને નાગરિક છું તે દેશમાં માઈગ્રન્ટ તરીકે આવવાની કથા સંક્ષિપ્તમાં જણાવવા પ્રયાસ કરીશ.
જેનો જન્મ મોઝામ્બિકના પાટનગર લોરેન્સમાર્ક (મપુટુ)માં થયો હતો તેના પિતા દાઉદ અને મા ઝુબેદા. દાઉદે ૧૯૪૦માં એક પારસીની દુકાને નોકરી શરૂ કરી. પછીથી પોતાની દુકાન કરી. બંને અત્યંત મહેનતુ અને ધાર્મિક છતાં ધર્માંધ નહીં. બંનેને છ સંતાન. આમાં ચાર દીકરી અને બે દીકરા. દાઉદે બધાં સંતાનોને ધર્મના પાઠ ભણાવ્યા. તે જમાનામાં મુસ્લિમ સમાજમાં છોકરીઓને ખાસ ભણાવતા નહીં. માને કે સંતાનોને જન્મ આપવાનું, ઉછેરવાનું અને ઘર ચલાવવાનું કામ સ્ત્રીઓનું. સ્ત્રીને ભણતર ના જોઈએ. આવી માન્યતાવાળા સમાજમાં દાઉદે દીકરીઓને ય ભણાવી.
ગાંધીજી કરતાં ઠક્કરબાપા બે માસ નાના. ગાંધીજી પણ તેમને ‘બાપા’ કહીને સંબોધતા. ઠક્કરબાપાનું નામ અમૃતલાલ. તેઓ ભાવનગરના મધ્યમ વર્ગીય કુટુંબના વિઠ્ઠલદાસ ઠક્કરના દીકરા. નાનપણમાં તે ખૂબ તેજસ્વી વિદ્યાર્થી.
ક્યારેય તમે ફરવા માટે ભારત ગયા હોય, ત્યાં ઇમિગ્રેશનની લાઈનમાં ઉભા હોય ત્યારે અચાનક યાદ આવે કે કસ્ટમ ડિક્લેરેશનનું ફોર્મ ભરવાનું તો ભુલાઈ ગયું તેવું થયું છે? પછી એ ફોર્મ માટે અહીંતહીં કાઉન્ટર શોધવા પડે. જયારે ફોર્મ મળી જાય ત્યારે ખબર પડે કે એ તો કોઈએ છેકછાક કરીને ફેંકેલું ફોર્મ છે. કેટલા ફોર્મ વેડફેલા પડ્યા હોય અને તેમાંથી એકેય કોરું ફોર્મ ન મળે તેવું બને. ફરી જયારે ફોર્મ ભરતા હોય ત્યારે ફ્લાઇટ ડિટેઇલ અને પાસપોર્ટની વિગત માટે બેગ ખોલવી પડે અને એવી નાની નાની તકલીફો પડે તેનો દોષ કોને દેવો? પણ મન તો કચવાય કે જલ્દી એરપોર્ટની બહાર નીકળવાની ઈચ્છા હોય અને તેમાં આવા વિઘ્નો આવી ચડે.
