વડીલો સહિત સહુ વાચકમિત્રો, દરેક સમાજમાં આજકાલ જનરેશન ગેપ (પેઢી - દર પેઢી વચ્ચેનું અંતર) મોટી સમસ્યા ગણવામાં આવે છે. આજના આધુનિક યુગમાં નવાસવા પરણેલા પતિ-પત્ની પ્રાથમિક તબક્કે કારકિર્દીની યથાયોગ્ય ગોઠવણીમાં ખૂબ પરોવાયેલા હોય છે. ત્યારબાદ સંતાનોના આગમન સમયે કાર્યપ્રવૃત્તિમાં વધુ મગ્ન રહેવા મજબૂર બને છે. તે વેળાએ ભાવિ સંતાનોના સંસ્કાર-સિંચન માટે સાચે જ અવકાશ જોવામાં આવે છે. ભારત અને પૂર્વ આફ્રિકામાં દાદા-દાદી કે નાના-નાનીની હૂંફ એ અન્ય રીતે પણ ખૂબ ઉપયોગી બનતી હતી. આ પ્રશ્ન માત્ર ભારતીય સમુદાયને જ સતાવતો નથી. ગોરા અને અન્ય સમાજમાં પણ આવું જ દૃશ્યમાન થાય છે.
વિવિધા
Block: Site: Subtree Block
યુરો સ્ટાર નામની હીરા વ્યવસાયની આંતરરાષ્ટ્રીય કંપની. મુંબઈ, એન્ટવર્પ, હોંગ કોંગ અને દુબઈમાં એમની ઓફિસો, રશિયા, ચીન, મુંબઈ, બોત્સવાના અને કોઈમ્બતુરમાં એની ફેક્ટરીઓ. આમાંય એન્ટવર્પ તો વિશ્વના હીરા વ્યવસાયનું પાટનગર. ન્યૂ યોર્કની શાખાના વાઈસ પ્રેસિડેન્ટ હર્ષ મહેતા. હજી જીવનના માંડ સાડા ચાર દસકા વટાવેલા નવયુવક હર્ષ મહેતાને પૂછ્યું, ‘આવડી મોટી મલ્ટિનેશનલ કંપનીના તમે વાઈસ પ્રેસિડેન્ટ થયા, આ સિદ્ધિનું રહસ્ય શું?’
દરિયાપારના વસતા ભારતીયોમાં દર ત્રીજી વ્યક્તિ ગુજરાતી છે. દુનિયામાં ઠેર ઠેર એમણે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરી છે. કેટલાક એવા પણ છે કે તેઓ રોટલા રળતા હોય પણ જ્યાં હોય ત્યાં હમવતનીઓને આવકારતા હોય. અજાણ્યાનો આધાર બનતા હોય. સથવારો બનતા હોય. ગજા પ્રમાણે જ્યાં છે ત્યાં સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં સાથ આપીને ગુજરાતીઓની આગવી ઓળખ ચાલુ રાખવામાં પ્રયત્નશીલ હોય એવી વ્યક્તિમાં એક તે અરવિંદ પટેલ. તેમનો સાથ મેળવવા કે આતિથ્ય માણવા કોઈ ભલામણ કે ઓળખાણ ન જોઈએ, પણ તમે ગુજરાતીમાં વાત કરીને મળો એ જ તમારી ઓળખ. આ છે અરવિંદ પટેલ. જર્મનીનું સ્ટુટગાર્ટ નગર જ્યાં વિશ્વની સૌપ્રથમ ઈન્ટરનેશનલ સોશ્યાલિસ્ટ કોન્ફરન્સ ૧૯૦૭માં ભરાઈ હતી જેમાં માદામ કામાએ ભારતનો રાષ્ટ્રધ્વજ રજૂ કર્યો હતો. એની નજીકના લેન્ડાઉ નગરમાં અરવિંદભાઈ, એમનાં પત્ની ઈલાબહેન અને પરિવાર વસ્યો છે.
ગુજરાતમાં આણંદ પાસે આવેલો ભાદરણ વિસ્તાર એકસમયે પોતાની સમૃદ્ધિ અને સુવિધાઓને કારણે સયાજીરાવ સ્ટેટનું પેરિસ કહેવાતો. ઇતિહાસ કહે છે કે ત્યાં ભદ્રાસુર અને અઘાસુર નામના બે દૈત્ય રહેતા. મહાદેવજીનું વરદાન પામીને તેઓ ખુબ તાકાતવર બન્યા એટલે તેમણે લોકો પર પ્રકોપ વર્તાવવો શરૂ કર્યો. દેવોને પણ તેમણે પરાજિત કરી દીધા. આખરે દેવોની પ્રાર્થનાથી ભદ્રકાળી અને અંબાજી માતાજી પ્રગટ્યા અને બંને શક્તિઓએ સાથે મળીને અસુર ભાઈઓનો વધ કર્યો. અહીં બંને માતાઓને એક જ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આવા ભાદરણના લોકો પણ સાહસિક, સુરવીર અને સમૃદ્ધ હોય તેમાં શું શંકા?
રાજા રામમોહન રાય ભારતીય રેનેસાં - નવજીવનના પિતા કે પ્રણેતા મનાય છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે તેમના જીવનના છેલ્લા વર્ષોમાં તેઓ યુકેના બ્રિસ્ટોલમાં રહેલા અને ત્યાં જ તેમનો દેહાંત થયેલો. આજે પણ બ્રિસ્ટોલમાં તેમની સમાધિ છે.
દક્ષિણ ભારતના ઘણા-ખરા મંદિરોમાં આજે પણ ચોક્કસ જાતના ડ્રેસકોડ વગર પ્રવેશ મળતો નથી. એક સમયે તો મંદિરોમાં જ્ઞાતિ અને અન્ય સામાજિક બંધનોના આધારે પણ પ્રવેશની મનાઈ કરાતી હતી. બીજા બધા તો ઠીક પણ સમાનતા માટે આજીવન લડનારા મહાત્મા ગાંધીને પણ મંદિરના કડક નિયમોનો અનુભવ થયો હતો.
જેરેમી કોર્બીનની લેબર પાર્ટીના કપટી દરબારીઓ ભારત-બ્રિટિશ સંબંધો માટે એટલા પીડાકારી, અન્યાયી અને નુકસાનકારી સાબિત થયા છે કે ૧૨૦ વર્ષ અગાઉ લેબર પાર્ટીની કેવી રીતે સ્થાપના થઈ હતી તે વિશે મારી યાદદાસ્ત તાજી કરવાનો સમય પાકી ગયો હોવાનું મને લાગે છે. કચ્છી ગુજરાતી બેરિસ્ટર અને ઈન્વેસ્ટમેન્ટ સલાહકાર શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સહિતના મહાનુભાવોએ વર્ષ ૧૯૦૦માં લેબર પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ મુખ્યત્વે ભારતીય સ્વાતંત્ર્યનું અભિયાન ચલાવવા લંડનમાં સ્થાયી થયેલા સમાજવાદી હતા. તેમણે હાઈ ગેટમાં ઈન્ડિયા હાઉસની સ્થાપના પણ કરી હતી, જેના દ્વારા વર્ષો દરમિયાન અનેક ભારતીય વિદ્યાર્થીઓ અને રાજકારણીઓને મદદ કરાઈ હતી.
આઝાદીની લડત માટે કામ કરનારાઓની પ્રથમ હરોળમાં પારસી સન્નારી મેડમ ભીખાજી કામાએ તેમની પ્રવૃત્તિ મહાત્મા ગાંધી પહેલાં આરંભી હતી. જર્મનીના સ્ટુટગાર્ટ નગરમાં ૧૯૦૭માં, ‘ઈન્ટરનેશનલ સોશ્યાલિસ્ટ’નું વૈશ્વિક કન્વેન્શન હતું. આમાં દરેક દેશના પ્રતિનિધિઓ પોતાનો ધ્વજ રજૂ કરે અને વિશ્વ બંધુત્વ દૃઢ કરવા દરેક તેને વંદે એવી પ્રથા હતી. ભારતમાં બ્રિટિશ રાજ હતું. ફ્રાન્સમાંથી આમાં ભાગ લેવા મેડમ ભીખાજી કામા આવ્યાં હતાં. તેમણે વિચાર્યું બધા સામ્રાજ્યવાદનો વિરોધ કરે છે તો ભારતને ગુલામ રાખનારનો ધ્વજ ભારતનો રાષ્ટ્રધ્વજ ના જ હોઈ શકે. તેમણે ખૂબ વિચાર પછી રાત્રે પોતાની સાડીઓ ફાડી નાંખીને તેમાંથી ધ્વજ બનાવ્યો. ઉપર લીલો પટ્ટો રાખ્યો જેમાં આઠ કમળપુષ્પ હતાં. જે ત્યારના ભારતના આઠ બ્રિટિશ પ્રાંતોનું પ્રતીક હતા. વચ્ચે પીળા રંગનો પટ્ટો અને નીચે લાલ પટ્ટો રાખ્યો, તેમાં ચંદ્ર અને સૂર્ય રાખ્યા. આમ બન્યો ભારતનો પ્રથમ ત્રિરંગો રાષ્ટ્રધ્વજ!
પહેલું સુખ તે જાતે નર્યા (નીરોગી). આ કહેવત જાણીતી છે. તંદુરસ્ત તન અને તંદુરસ્ત મન હોય તો સુખનો સાગર છલકાય. આ તન અને મનને તંદુરસ્ત રાખતી પ્રવૃત્તિના ગુજરાતી અગ્રણી તે અંબુભાઈ પુરાણી. તેમણે બંને ક્ષેત્રે કામ કર્યું.
મેરેથોન દોડ સ્ત્રી અને પુરુષોની દોડશક્તિ અને સહનશક્તિનું માપ દર્શાવે છે ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનારી સ્ત્રીસ્પર્ધકોની સંખ્યા પુરુષો કરતાં વધતી જાય છે. આજે મેરેથોન દોડનારી સ્ત્રીઓની સંખ્યા ૫૦ ટકા કરતા વધી છે. એક અભ્યાસ અનુસાર સ્ત્રીસ્પર્ધકોનું પ્રમાણ ૧૯૮૬માં ૨૦ ટકા હતું, જે ૨૦૧૮માં વધીને ૫૦ ટકાથી થોડું ઉપર હતું. અભ્યાસનું અન્ય તારણ એ છે કે દોડવીરની સરેરાશ વય પણ વધી છે. ૨૦૧૮માં સામાન્ય દોડવીર સરેરાશ ૩૯.૨ વર્ષના અને મેરેથોન દોડવીરની સરેરાશ વય ૪૦ વર્ષની હતી.
