બારડોલી નજીકનું બાજીપુરા ગામ. ૧૯૫૧માં અહીંના ૨૮ વર્ષના બી.એસસી. થયેલા ડાહ્યાભાઈ રતનજી. અમેરિકામાં ત્યારની ક્વોટા સિસ્ટમ પ્રમાણે માત્ર ૧૦૦ ભારતીયને મળતા લાભનો ઉપયોગ કરીને સ્ટીમરમાં ન્યૂ યોર્ક આવ્યા અને ત્યાંથી ટ્રેનમાં કેલિફોર્નિયા પહોંચ્યા. દક્ષિણ ગુજરાતમાંથી કેલિફોર્નિયામાં સ્થાયી વસનારામાં પ્રથમ એવા કાનજીભાઈ મંછુભાઈ દેસાઈ. શરૂઆતમાં એમને મદદરૂપ થયા. ખાસ સંબંધ નહીં છતાં માત્ર ગુજરાતી હોવાને નાતે કરેલી આ મદદ ડાહ્યાભાઈને સ્પર્શી ગઈ. ત્યારથી જ મનમાં ગાંઠવાળી ‘હું પણ જાણ્યા-અજાણ્યા સૌ ગુજરાતીઓને મદદ કરીશ.’
વિવિધા
Block: Site: Subtree Block
ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં તો કેટલાય મહાનપુરુષોની જન્મતિથિ આવી રહી છે. બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મતિથિ અને તે પણ આ વર્ષે તો ૧૫૦મી - એટલે વિશ્વભરમાં ખુબ ધામધૂમથી ઉજવાઈ રહી છે. આ જ દિવસે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદુર શાસ્ત્રીની જન્મતિથિ પણ છે. આ મહિનાના અંતમાં, ૩૦મી ઓક્ટોબરે ડો. હોમી જહાંગીર ભાભાની જન્મજયંતિ આવી રહી છે. ડો. હોમી ભાભાનો જન્મ ૧૯૦૯માં બોમ્બેમાં થયેલો. તેઓ ભારતના ખુબ મહાન ભૌતિક વિજ્ઞાનિક હતા અને તેમણે પરમાણુ વિજ્ઞાન અને ક્વોન્ટમ થીઅરી ક્ષેત્રે ખુબ મહત્વપૂર્ણ યોગદાન આપેલું.
ગુજરાતી મહિલાઓ પિયર અને શ્વસુર ગૃહ બંનેને સાચવીને બંનેનો સરખો સ્નેહ પામવા સદ્ભાહગી બની તેવી જૂજ હોય છે. આમાં જન્મભૂમિ અને કર્મભૂમિ બંનેમાં સૌને ગમે અને સ્નેહ સંપાદન કરી શકે એવી જૂજ મહિલાઓમાં ભાવના પરમાર છે. ભાવના હજી હમણાં ચાલીસીમાં પ્રવેશેલી યુવતી છે. ભારતમાં જન્મ્યા પછી પિતા સાથે ઝાંબિયા, નૈરોબી અને છેલ્લે અમેરિકામાં વસવાનું થયું. આથી ગુજરાતી સમજી અને બોલી શકે. હિંદીનું પણ એવું જ. અંગ્રેજીમાં એ ગ્રેજ્યુએટ થઈ અને માબાપે પરણાવી કલ્પેશ પરમાર સાથે. કલ્પેશ ત્યારે તાઈવાન વસે. માર્ચમાં લગ્ન થયું અને મે ૨૦૦૦માં પતિએ ધંધાર્થે સાહસ કરીને શાંઘાઈમાં વસવાનું કરતાં ત્યાં વસી. ત્યારે શાંઘાઈમાં કોઈ ગુજરાતી પરિવાર નહીં. ઓળખીતા નહીં. ઘરકામમાં મદદ માટે ચીની મહિલા મળે પણ એવી સ્ત્રીઓને ચીની ભાષા જ આવડે. અંગ્રેજી જાણનાર ઓછી મળે અને વધુ પગાર માંગે.
વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં દેશ-વિદેશથી લાવવામાં આવેલી અનેક પ્રદર્શનકૃતિઓનો ખજાનો છે. ગ્રાઉન્ડ ફ્લોર પરથી મ્યુઝિયમ જોવાની શરૂઆત કરીએ ત્યારે એક ગેલેરી બૌદ્ધ ધર્મને સમર્પિત જોવા મળે છે. ત્યાં બૌદ્ધ ધર્મને લગતી મૂર્તિઓ, ગ્રંથો કે બીજા પ્રદર્શન મટીરીયલ રાખવામાં આવેલ છે. બૌદ્ધ ધર્મનો ઉદભવ તો ભારતમાં થયેલો અને એટલા માટે તેનો સંબંધ ભારત સાથે હોય તેમાં કોઈ નવાઈ નહીં, પરંતુ ત્યારબાદ જેવી રીતે બૌદ્ધ ધર્મ દેશ-વિદેશમાં ફેલાયો, ખાસ કરીને દક્ષિણ એશિયાના દેશોમાં તે અપ્રતિમ છે. એટલા માટે વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમની બૌદ્ધ ગેલેરીમાં એ બધા દેશોમાંથી આવેલી કોઇને કોઇ નિશાની જોવા મળે છે.
બ્રિટિશ યુદ્ધ કેદીઓથી આઝાદ હિંદ ફોજની રચના પછી સુભાષચંદ્ર બોઝે પૂર્વ એશિયામાંના હિન્દીઓની ભરતી કરી. હિંદીઓને તાલીમ આપીને એમાં જોડતાં. મલેશિયાના ઈપો નગરમાં વસતા સ્થાનકવાસી જૈન યુવક ગિરીશભાઈ આમાં જોડાયા. જૈનો અહિંસામાં માને છતાં ધર્મ કરતાંય દેશને પ્રથમ માનીને ગિરીશભાઈ જોડાયા. રાયફલ, પિસ્તોલ, મશીનગન, મોર્ટાર વગેરે વાપરતાં શીખ્યા અને સેકન્ડ લેફ્ટનન્ટની પોસ્ટ મળી. એક વર્ષ પછી લેફ્ટનન્ટ બન્યા.
દિવાળીનું પર્વ લંડનમાં ખૂબ ધામધૂમથી ઉજવાયું. દિવાળીના દિવસે સવારે અનુપમ મિશન દ્વારા સંચાલિત સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ, આરતી અને પ્રસાદનો લ્હાવો મળ્યો. જયારે સાંજે સ્ટેન્મોરમાં આવેલા ભક્તિધામ મેનોર સ્વામિનારાયણ મંદિર ખાતે જવાનું થયું. સેંકડોની સંખ્યામાં ભક્તોએ મંદિરમાં લક્ષ્મીપૂજન કર્યું, પ્રસાદ લીધો અને પછી લગભગ ૩૦ મિનિટ સુધી ભવ્ય આતશબાજીનો આનંદ માણ્યો. હજારો લોકો આ આતશબાજી જોવાં આવ્યા હતા. ભુજથી આવેલા કોઠારી સ્વામીએ સૌને દિવાળીના આશીર્વાદ પાઠવ્યા. મોટા ભાગના ભક્તો ગુજરાતી હતા. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ તે કવિ ખબરદારની પંક્તિ અહીં તો સાક્ષાત સાચી થયેલી જણાઇ.
‘બેટા, જુઓ આ થોડું જીર્ણ થયેલું પુસ્તક છે, પણ એમાં જે શબ્દો છે એ અમૂલ્ય છે, કારણ કે એ શબ્દોમાં પ્રાર્થનાઓ છે.’ ડેડીએ દીકરી સ્તુતિને કહ્યું. પુસ્તક બતાવ્યું. હજીયે એવું જ આમ તો સચવાયું છે પુસ્તક... પુસ્તકનું શીર્ષક ‘પરમ સમીપે’ બતાવીને દીકરીએ પુછ્યું, આનો અર્થ શું થાય?... ને ડેડીએ વાત માંડી...
કોમનવેલ્થ ૫૩ એવા દેશોનું જૂથ છે જે પૈકી મોટા ભાગના દેશ પહેલા બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતા. ૧૧ ડિસેમ્બર ૧૯૩૧માં કોમવેલ્થ સંગઠનની સ્થાપના કરવામાં આવી. આ સમૂહમાં સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ સ્વેચ્છાએ સભ્ય બને છે. કોમનવેલ્થ દેશોનો સમૂહ ૨.૪ બિલિયન લોકોનું ઘર છે અને તેમાં વિકસિત તેમજ વિકસતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. કોમન્વેલ્થના દેશો છ ભૂમિ ખંડોમાં વિસ્તરેલા છે, લગભગ ૩૦ મિલિયન ચોરસ કિલોમીટર એટલે કે વિશ્વનું ૨૦ ટકા જેટલું ભૂમિક્ષેત્ર ધરાવે છે.
સિંધુ સંસ્કૃતિના લોથલમાં ખંભાતના અકીકના મણકા મળ્યા હતા. આમ ખંભાતનો અકીક વ્યવસાય હજારો વર્ષ જૂનો છે. આજે ખંભાતના અકીક વ્યવસાયીઓમાં કૃષ્ણાભાઈ પટેલ પ્રથમ હરોળમાં આવે છે. એમની દુકાને ગમે ત્યારે જાવ તો તમને ભારતના કે વિદેશના અકીકના અલંકારો ખરીદનાર મળે. ક્યારેક તો એમની મોટી દુકાનને ય આવનાર ગ્રાહકોની ભીડ નાની બનાવી દે છે. જ્યોતિષીની ભલામણ મુજબ શનિ, મંગળ, ગુરુ વગેરે ધારણ કરનારા કૃષ્ણાભાઈની ‘કૃષ્ણા અગેટ’ પેઢીએ મોટી સંખ્યામાં ખાતરીબંધ અને વાજબી ભાવે માલ મેળવવા આવે છે. જથ્થાબંધ માલ ખરીદીને છૂટક વેચીને નફો રળનારા નાના-મોટા વેપારીઓ કૃષ્ણા અગેટના પગથિયાં ચઢતા હોય છે. કૃષ્ણાભાઈને ત્યાં વિશ્વાસે વહાણ ચાલે એવી દશા. પોતાની પ્રતિષ્ઠા ધનલોભે ના ખરડાય તેની તેઓ કાળજી રાખે છે.
મોઝામ્બિકના પાટનગર મપુટુથી ૨૦૦ કિ.મી. દૂર આવેલા શાઈશાઈ નગરને ગુજરાતીઓ ચંચાઈ કહે છે. ૧૦૦ જેટલા ગુજરાતી પરિવાર અહીં છે, પણ તેમાં ડિમ્પલ લાખાણીની નોખી ભાત છે. હજી પચાસે પહોંચવામાં એક વર્ષ ખૂટે છે એવા ડિમ્પલે ધંધામાં અને લોકપ્રિયતામાં જબરું કાઠું કાઢ્યું છે. ડિમ્પલ ભારતમાં અને ચંચાઈમાં ભાગીદારો સાથે ભાતભાતના ધંધા કરીને પ્રગતિની ટોચે પહોંચ્યા છે. ભારતમાં ભાગીદારો સાથેનું તેમનું ગ્રૂપ ‘જલ સાંઈ’ તરીકે જાણીતું છે. ધંધા મુજબ તેમણે અલગ નામે કંપનીઓ રજિસ્ટર કરાવી છે છતાં લોકો તેને ડિમ્પલ ગ્રૂપ કહે છે. ડિમ્પલ કહે છે, ‘માત્ર મારું નામ આવે છે, પણ ભાગીદારોને મારામાં વિશ્વાસ હોવાથી તેઓ ઈર્ષ્યા કરતા નથી. હું તેમના વિશ્વાસને પાત્ર રહું તેવી ભગવાનને સતત પ્રાર્થના કરું છું.’
