• સત્તારૂઢ મોરચા સરકારના નિર્ણયોનું સમર્થન કરતા ડો. મોહનજી ભાગવત • કોરોનાસંકટ અને ઘૂસણખોર ચીનની રાક્ષસી મહત્વાકાંક્ષાની વિશદ છણાવટ • નાગરિકતા સુધારા કાયદાથી લઈને ૩૭૦ને અપ્રભાવી બનાવાયાની ચર્ચા • બંધારણ, હિંદુરાષ્ટ્ર અને સ્વદેશીમાં ડૉ.આંબેડકર,વિનોબા અને ઠેંગડીને ટાંક્યા
વિવિધા
Block: Site: Subtree Block
શ્લોકથી લઈને લોક સુધી ગવાયું છે, ઉજવાયું છે દિવાળીનું પર્વ. આમ જુઓ તો વિશ્વવ્યાપી એવી કોવિડ-૧૯ની બીમારીના કારણે લગભગ આખ્ખુયે ૨૦૨૦નું વર્ષ એક અર્થમાં અંધકારમય બની રહ્યું છે. હવે ધીમે ધીમે જનજીવન પુનઃ ગોઠવાતું જાય છે. જે છે તે પરિસ્થિતિમાંથી સાવચેતીપૂર્વક બહાર આવવા લોકો રોજિંદા કામોમાં જોડાતા જાય છે. એવા સમયે આવેલા દિવાળીના પર્વે અનુલક્ષીને પરમ પિતાને પ્રાર્થના કરીએ કે ‘અમને - વિશ્વને અંધકારથી પ્રકાશ તરફ લઈ જજો. કલ્યાણ કરજો.’
• ગોરખા નેતા ગુરુંગ ભાજપનો સાથ છોડી તૃણમૂલ સાથે જતાં સન્નિપાત વધ્યો • મમતા બેનરજીના શાસનમાં કાયદો-વ્યવસ્થા કથળ્યાના મુદ્દે ભાજપનો ઉહાપોહ • દાર્જીલિંગમાં એક મહિનો રહી રાજ્યપાલ ધનખડ ભગવી બ્રિગેડને સહાય કરશે • ડાબેરી મોરચો અને કોંગ્રેસ પશ્ચિમ બંગાળ અને આસામમાં હાથ મિલાવી લડશે
ગુજરાતની આઠ બેઠકોની પેટા-ચૂંટણીના પ્રચારનો શોરબકોર છેલ્લી ઘડી સુધી ચાલ્યો. મંગળવારે મતદાન પણ થઇ ગયું. આ આઠે બેઠકો કોંગ્રેસ પાસે હતી પણ ‘પક્ષની અંદરની અવગણના’ને લીધે ધારાસભ્યોએ પક્ષ છોડ્યો અને ભાજપમાં ગયા એટલે તેમના માટે આબરુનો સવાલ છે. અધૂરામાં પૂરું આઠમાંથી પાંચ બેઠકો તો પક્ષમાંથી ગયેલા જ ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. કોંગ્રેસે તેને ‘પક્ષપલટુ’ તરીકે ઓળખાવીને પ્રચાર તો કર્યો છે પણ પક્ષે કરાવેલા પક્ષપલટાઓનો ભૂતકાળ ઘણો લાંબો છે એટલે લોકોને બ્રિજેશ મેરજા જેવા કોઈ પણ પક્ષમાં હોય તેનો વાંધો નથી.
હર્ષદ મહેતાના જીવન આધારિત ‘સ્કેમ ૧૯૯૨: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ સિરીઝ આજકાલ ખુબ લોકપ્રિય બની રહી છે. એક ગુજરાતી શેરદલાલની નાના પાયે કરેલી શરૂઆતથી લઈને દેશના સૌથી મોટા એડવાન્સ ટેક્સ પેયર બનવા સુધી તથા ત્યાંથી જેલ ભેગા થવા સુધી અને અંતે કસ્ટડી દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થવા સુધીની સફર આ સિરીઝમાં બતાવવામાં આવી છે. ગુજરાતીનું ગૃહસ્થજીવન, તેમની ખાવા-પીવાની આદતો, ઘર-પરિવારની પરંપરા, યુવાનના શેરમાર્કેટમાં પ્રવેશવાથી લઈને દેશની અર્થવ્યવસ્થાને ચલાવવા સુધીના સપના - એ બધું જ ખુબ સુંદર રીતે સ્કેમ સિરીઝમાં વણી લેવાયું છે.
દરિયે ચાલતા ચાલતા દાદાએ કહ્યું, ‘જો, બેટા, નવું વર્ષ હવે શરૂ થશે, તારા અભ્યાસકાળમાં, નોકરી-ધંધામાં ને સામૂહિક, વ્યક્તિગત જીવનમાં ઉપયોગી થાય એવા પાંચ મહત્ત્વના સંકલ્પો તું લઈશ અને બનેતેટલી સચ્ચાઈથી પાળીશ તો તું સુખી થઈશ.’
હું ઈંગ્લિશ અને ગુજરાતી પુસ્તકો વાંચવાનો ભારે શોખ ધરાવું છું અને તેમાં પણ જીવનચરિત્રો વાંચવાનું મને ગમે છે. અસંખ્ય લોકો કોવિડ-૧૯ની ગંભીર અસરો સામે સંઘર્ષ ચલાવી રહ્યા છે તેવા ભારે ઉથલપાથલ અને પડકારજનક વર્ષ પછી એક ચોક્કસ જીવનચરિત્ર ‘A British Subject’ મારા મનમાં રણકાર પેદા કરે છે જે, આપણે આવી વિષમ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી શકીએ તેની કથા વર્ણવે છે. આરંભથી અંત સુધી વાંચવાનો આનંદ પ્રાપ્ત થયો હોય તેવા ઘણા ઓછાં પુસ્તકોમાં આ પુસ્તકનું સ્થાન છે.
ગુજરાત અને દેશ, તેમજ વિદેશવાસીઓ ગુજરાતીઓ - ભારતીયો પણ દીપોત્સવી પર્વ મનાવી રહ્યાં છે. થોડાક દિવસોમાં જ વાક્બારસ, ધનતેરસ, રૂપચૌદસ, દિવાળીના તહેવારો ઝમગમશે. અને પછી વિક્રમ સંવતનું નૂતન વર્ષ ૨૦૭૬.
કોરોના વાઈરસ મહામારીમાં કપરા કાળમાં સમગ્ર વિશ્વે અભૂતપૂર્વ સંજોગોનો સામનો કર્યો છે. દરેક વ્યક્તિ એક અથવા બીજી રીતે યાતના સહન કરી રહી છે. ઘણા લોકોએ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે અને ઘણા લોકોએ પોતાના જીવનનિર્વાહના સાધનો ગુમાવ્યા છે. પરિવારો પોતાના સ્નેહીજનોને મળવા માટે પણ અશક્ત છે અને મારે કહેવું જોઈએ કે આપણું વિશ્વ હવે પહેલા જેવું નહિ રહે. રેડિયો, ટેલિવિઝન પરના સમાચાર અને સોશિયલ મીડિયા પણ મહામારીના કારણે સર્જાયેલી યાતનાઓની કહાણીઓ અને માહિતીથી ભરપૂર છે.
નવા વર્ષનો આ પ્રથમ આર્ટિકલ એટલે સૌને નૂતન વર્ષના અભિનંદન. આવનારું વર્ષ આપ સૌના જીવનમાં ખુબ સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને શાંતિ લઈને આવે તેવી પ્રાર્થના.
