વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ પાંગરી છે અને પાછી લીન થઈ ગઈ છે. જ્યારે ભારતીય સંસ્કૃતિ આજે પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. તેનું કારણ શું? આ સવાલનો જવાબ છેઃ ભારતની પાવન ભૂમિ ઉપર પ્રગટેલા યુગુપુરુષો...
વિવિધા
Block: Site: Subtree Block
આસો માસના શુકલ પક્ષની અજવાળી રાતોમાં આવતું મહાપર્વ એટલે નવરાત્રિ. આકાશી ચંદરવો પૃથ્વીના પગથાળે અજવાળાં પાથરે ત્યાં મા જગદંબા સોળે શણગાર સજી સખીઓ સાથે ચાચર ચોકે રૂમઝુમ ગરબે રમવા આવે છે. આ નવરાત્રિના નવ દિવસોમાં શક્તિ ઉપાસકો મા જગદંબાનું અનુષ્ઠાન કરે, પૂજા, આરતી અને આરાધના કરે છે. ગુજરાતમાં નવરાત્રિનો મહિમા અનેરો છે, નવરાત્રિ આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાઇ જાય.
શુક્રવારે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ સમાપ્ત થતાંની સાથે જ શનિવાર, ૧૭ ઓકટોબર, આસો સુદ એકમના રોજ શારદીય નવરાત્રિ પ્રારંભ થશે. આસોની નવરાત્રિમાં નવ દિવસ મા અંબાને શરણે જઇ શક્તિ સ્વરૂપ મા જગદંબાની સ્તુતિ, આરાધના, પૂજા કરવાથી જીવન ધન્ય થાય છે. ગુજરાતમાં શરદ એટલે કે આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિની વિશેષ ઉજવણી થાય છે. નવ દિવસ પ્રાચીન-અર્વાચીન ગરબા-રાસના લોકનૃત્ય દ્વારા મા જગદંબાની ભક્તિ- આરાધના થાય છે. કેરાલામાં શરદ નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રિ પર્વે અમદાવાદના શિવાનંદ આશ્રમમાં અષ્ટલક્ષ્મી મંદિરે દર્શને જવાનું થયું. દર્શન કરીને આવ્યો અને ઘરમાં દીકરીરૂપી લક્ષ્મીએ ગરબા રમતાં રમતાં એનાં મનમાં રહેલા નવરાત્રિ વિશેના સાંપ્રત સમયના અર્થો સાથેના જાણે નવ પ્રશ્નો પૂછી નાંખ્યા.
હજારો વર્ષ પહેલાં હસ્તિનાપુરના પાંડવવંશીય રાજાના એક મંત્રી આજિશકને પ્રજાએ રાજા તરીકે સ્વીકાર્યા હતા
ગુજરાતી ભાષાને વિકસાવવા અને સમૃદ્ધ બનાવવામાં અનેક લેખકો અને કવિઓનો ફાળો છે. સદીઓથી તેની માવજત કરી કરીને તેઓએ સાહિત્ય, જ્ઞાન અને મનોરંજનનો છપ્પન ભોગ ગુજરાતીઓને પીરસ્યા કર્યો છે. તેનાથી ગુજરાતી પ્રજાને આખરે ફાયદો જ થયો છે. આવા ભાષા-ભક્તોને કારણે જ આપણી ગરવી ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ અને અભિવ્યક્તિ ક્ષમતા દિવસે દિવસે વિસ્તરી છે.
પ્રવાસનનું પ્રથમ કામ સહેલાણીઓ આવી જગ્યાએ જાય તે માની લેવામાં આવ્યું છે, પણ તેનો મુખ્ય હેતુ તો સમાજ, દેશ, ધર્મ, સંસ્કૃતિને ઉજાગર કરતાં જાણીતાં સ્થાનોના વિકાસનો તો છે જ, સાથે અજાણ ઈતિહાસને સાચવીને બેઠેલાં નગર, ઉપનગર, ગામડાં સુધી પ્રવાસનને સ્થાપિત કરવાનો છે.
‘જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે તેમ જ જ્યાં ધનુર્ધર પાર્થ છે ત્યાં જ વિજય છે, લક્ષ્મી છે, કલ્યાણ છે તેમ જ શાશ્વત નીતિ છે એવો મારો મત છે’ એમ મહર્ષિ વ્યાસ ગીતાના અંતિમ શ્લોકમાં કહે છે. યોગેશ્વર કૃષ્ણ એટલે ઈશકૃપા અને ધનુર્ધર પાર્થ એટલે માનવ-પ્રયત્ન. આ બન્નેનો જ્યાં સુયોગ સધાય ત્યાં શું અસંભવિત રહે? ચડતો માનવ-પ્રયત્ન અને અવતરતી ઈશકૃપાનું મિલન જ્યાં સર્જાય ત્યાં વિજયનો જ ઘંટનાદ સંભળાય એ નિર્વિવાદ ઘટના છે. દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિનો સમન્વય સમજાવતો ઉત્સવ.
મૂળ નામ વલ્લભભાઈ પટેલ તો સરદાર ઉપનામ કેમ પડ્યું? એમના જીવનપ્રસંગનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના સફળ નેતૃત્વ પછી આ નામથી ઓળખાયા. સરદાર પટેલ ‘લોખંડી પુરુષ’ - આયર્ન મેન તરીકે કેમ ઓળખાયા? ભારત સ્વતંત્ર થયા બાદ દેશી રજવાડાંઓને એક કરવામાં નિર્વિવાદ રૂપે સરદાર પટેલનું પ્રભાવી યોગદાન હતું અને એથી નીતિગત દૃઢતાને લીધે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ એમને લોહપુરુષની ઓળખ આપી. એમને ભારતના બિસ્માર્ક કેમ કહેવાયા? જવાબ હતો કે ભારતના દેશી રજવાડાંઓને એકીકરણમાં એમણે કુશાગ્ર બુદ્ધિ અને રણનીતિથી શાંતિપૂર્ણ રીતે કામ પાડ્યું એટલે ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાયા.
ઓક્ટોબરના આતશમાં આપણા કેટલાક વીરલા નાયકોની સ્મૃતિ સ્વાભાવિક છે. આ મહિનો ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રી-જન્મનો છે. જયપ્રકાશ નારાયણ ઓક્ટોબરનું સંતાન અને ડો. રામમનોહર લોહિયાની વિદાય પણ ખરી. આપણા પોતાના ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ચોથી ઓક્ટોબરે જન્મ્યા હતા.
