વિવિધા

No

Block: Site: Subtree Block

    ચારે તરફ ચૂંટણી જંગમાં મતદારન

    બિહાર પછી પણ ભારતમાં ચૂંટણીનો વાયરો ચાલુ છે. ડિસેમ્બરની ઠંડીમાં કાશ્મીરે સ્થાનિક વિકાસ પરિષદોમાં મોટા પાયે મતદાન કર્યું તેમાં બે નવી નવાઈની વાત હતી. એક તો, આતંકવાદીઓનો ડરામણો માહોલ હતો ત્યાં મોટા પાયે મતદાન માટે બુરખાધારી મહિલાઓ બહાર આવી. બીજી વાત એ બની કે પોતાના સ્વાર્થ માટે જાણીતી તમામ પ્રાદેશિક પાર્ટી મહેબુબા અને અબદુલ્લાના વડપણ હેઠળ એકજૂટ થઈ, કોંગ્રેસે પણ તેમની સાથે હાથ મેળવ્યો.

    ઉત્તરીય હિન્દ મહાસાગરમાં છેલ

    હિન્દ મહાસાગરના ઉત્તર ભાગમાં અનેક વખત સમુદ્રી ચક્રવાત - સાઈક્લોન - આવે છે અને તેનાથી કિનારાના દેશોને જાનમાલનું નુકશાન થાય છે. ચક્રવાત એટલે નીચું દબાણ ધરાવતા કેંદ્રબિન્દુની આસપાસ અતિશય ગતિથી ફરતો પવન. તે હંમેશા ઉચ્ચ દબાણથી નીચ દબાણ તરફ ગતિ કરે છે. આમ તો આ કોલમ ભૂગોળ માટે નથી, પરંતુ અત્યારે જયારે આપણે સૌ કોરોનાની ભયંકર સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છીએ અને આપણી અંદર ચક્રવાત સર્જાયેલા છે, તોફાન મચેલા છે ત્યારે આપણને ભારતીય મહાસાગરમાં અવારનવાર આવતા ચક્રવાત વિષે થોડી માહિતી મેળવવી ગમશે તેવું વિચારીને આ લેખ લખ્યો છે. 

    ‘રેખા કી આંખોં મેં ગિરકર ઊઠને કી એક કૈફિયત થી. જિંદગી લોગોં કો હિલા કર રખ દેતી હૈ! ઇન્સાન બાર બાર ગીરતા હૈ મગર જબ તક વો હર બાર ઉસી તાકત સે ના ઉઠે, ઉસકે અંદર જીને કા અંદાઝ પૈદા નહીં હોતા. ટૂટકર બિખરને કે બાદ વાપસ સંભલને કી ઇસી તાકત કા અહેસાસ રેખા કી આંખો મેં થા!’ આ વાક્ય વાંચ્યા પછી વાચકોને થશે કે કઈ રેખાની વાત છે?

    ક્રિસમસ ગિફ્ટ અવશ્ય આપો, પણ આટ

    ક્રિસમસ - નાતાલ - આવી રહી છે. ગિફ્ટ આપવાનો સમય છે. લોકડાઉન પણ ખુલી ગયું છે અને મર્યાદિત પ્રમાણમાં હળવા-મળવાનું પણ શરૂ થયું છે. આ વર્ષની ક્રિસમસ આપણા સૌ માટે આશા લઈને આવી છે કે જો કોરોનાની રસી સફળ થઇ જાય તો આ રોગચાળાનો અંત આવે અને આપણી સૌની ગાડી પાટે ચડે. જો તમારે પણ ક્રિસમસની ગિફ્ટ આપવાનું થાય તો શું વિચાર કર્યો છે? દિવાળી પર મીઠાઈ તો ખુબ ખાધી હશે અને હવે કદાચ નાતાલ નિમિતે મહિનાના અંત સુધીમાં ફરીથી ચોકલેટ અને કેક ખાવાનું શરૂ થઇ જશે. વાઈન અને કપડાં પણ ગિફ્ટની યાદીમાં ટોચ પર હોય છે. ગ્રીટિંગ કાર્ડ્સ મોકલવાનું તો ખરું જ.

    સરદાર પટેલના નામને વટાવવાને બ

    • વલ્લભભાઈને સ્મારકો અને પ્રતિમાઓમાં ક્યારેય રસ જ પડ્યો નહોતો • મણિબહેને નોંધ્યું છે કે સરદાર ક્યારેય વડાપ્રધાનપદના આકાંક્ષી નહોતા • વાજપેયી સરકારે રચેલી ટી.એન.ચતુર્વેદી સમિતિનો હજુ ધૂળ ખાતો હેવાલ • ડો. આંબેડકરનાં સ્મારકો ભલે થાય,પણ દિલ્હીમાં સરદારનું સ્મારક જ નહીં

    જલારામ બાપાનું જીવન એટલે ભક્ત

    ‘જલારામ બાપાની અપાર કૃપા ડગલે ને પગલે અનુભવી છે’ લેસ્ટર સ્થિત જલારામ મંદિરના ટ્રસ્ટી-ચેરમેન શ્રી પ્રમોદ ઠક્કરે કહ્યું. ‘સાચ્ચે જ જલારામ બાપાના નામ સાથે જોડાયેલી આ વર્ચ્યુઅલ વર્લ્ડવાઈડ ઉજવણી સહુના માટે ધન્યતાનો અવસર બની રહી’... લંડનના મુરબ્બી શ્રી ધીરૂભાઈ સાંગાણીએ પ્રતિભાવ આપ્યો. આવો જ ઉલ્લાસ-ઊર્જા અને ભક્તિથી ભર્યોભર્યો લાગણીનો ભાવ પ્રગટ કર્યા સમગ્ર ઉજવણીની કોર કમિટીના અજય જોબનપુત્રા, સંજય રૂઘાણી, ભદ્રશીલ ત્રિવેદી, નરેશ પોપટ અને તમામ ટ્રસ્ટીઓએ આવા આનંદદાયક ઉદ્દગારો વિશ્વભરમાંથી ઉચ્ચારાયા એના મૂળમાં હતા - છે અને રહેશે વીરપુરના સંત શ્રી જલારામ બાપા અને તેમના માટેની ભક્તોની ભક્તિ તથા ભજન.

    ખળભળતા પર્વત શિખરો: સંઘર્ષમાં...

    સાચુકલો સંઘર્ષ અને ભીતર સુધી ખળભળાટ મચાવતી યુવા પ્રણયની અદ્દભુત કથા? હા, પુસ્તક એક ચીની વિદ્રોહી યુવકે લખ્યું હતું. ‘મૂવિંગ માઉન્ટેઈન’. લેખકનું નામ લી લુ. ૧૯૮૯ના વર્ષમાં ખ્યાત ટીનાનમેન ચોકમાં યુવા છોકરા છોકરીઓએ ચીની સામ્યવાદી શાસનની ખિલાફ લોકશાહી માટે જંગ છેડ્યો હતો તેની દાસ્તાન છે.

    અતિ સર્વત્ર વર્જયેત્ (અતિરેક એ...

    વડીલો સહિત સૌ વાચકમિત્રો, વિક્રમ સંવત ૨૦૭૭ના સૌને નૂતન વર્ષાભિનંદન, ચાલો આપણે મનોમન (આ કોરોનાને કારણે જ સ્તો) રાજકોટ જઇએ. ખાસ કરીને ત્યાંની સિઝન્સ હોટેલમાં મારો મુકામ હોય છે. આ સમગ્ર સંકુલના સર્વેસર્વા વેજાભાઇ રાવલીઆ સાથે એક વખત હોટેલના ઉદ્યાનમાં બેઠો હતો. ત્યાં એક લોહાણા મિત્ર મળવા આવ્યા. જેઓ પ્રોપર્ટીનો બિઝનેસ ધરાવે છે. આવતા વેંત તેમણે કહ્યું, ‘સી.બી., આજે તો ભૂક્કા કાઢી નાખ્યા! મોટી પ્રોપર્ટી હતી! વાત ના પૂછો...’ હું ચમક્યો. 

    ‘એ ધોરણ ૧૨ની પરીક્ષા આપવાની હતી. હું જ રોજ એને સેન્ટર પર લેવા ને મૂકવા સ્કુટર પર જાઉં. પહેલું પેપર હતું, અમે બંને સ્કુટર પર જતાં હતાં. મેં સ્કુટર ચલાવતાં સહજભાવે કહ્યું કે, બેટા પેપરમાં તને કાંઈક ન આવડે તો સ્હેજ પણ ચિંતા ન કરતી. કોઈ ચોરી કરતું હોય તો એમાં ધ્યાન ન આપતી અને ચોરી કરવાની તક મળે તો પણ ના કરતી... તો તેણે પાછલી સીટ પરથી મારા ખભે પ્રેમાળ હાથ મૂકીને કહ્યું કે મા, તને નથી લાગતું કે તેં અમને બહુ જ સરસ અને સાચી રીતે જીવતા શીખવ્યું છે?... મારો જિંદગીભરનો જાણે થાક ઉતરી ગયો અને મા તરીકે મને ભરપૂર ટાઢક મળી...’ 

    તહેવારોના દિવસો નજીક આવી રહ્ય

    ધેર ઇઝ નો અનધર ડે - આજનો દિવસ અંતિમ છે અને ફરી નવો દિવસ નહિ આવે, ધેર ઇઝ નો ટુમોરો - ની વિચારસરણી આપણને શું શીખવે છે? જેટલું હોય તેટલું ખાઈને ખતમ કરો, કાલે કોના માટે બચાવવાનું છે? કે પછી આજે જ બધો આનંદ કરી લો, કાલ કોણે જોઈ છે? આવા કેટલાય અર્થઘટન આ વાક્યો કે શબ્દસમૂહોના કરી શકાય પરંતુ કોઈ જ રીતે તેનો કોઈ પોઝિટિવ અર્થ નીકળતો નથી. મોટા ભાગે આ ફ્રેઝ નેગેટિવ સેન્સમાં જ વપરાય છે.