વિવિધા

No

Block: Site: Subtree Block

    નાતાલની મીણબત્તીના અજવાળે કવ

    ૨૫મી ડિસેમ્બરે જન્મ્યા હતા અટલ બિહારી વાજપેયી. ૧૯૨૪માં. પિતા કૃષ્ણ બિહારી અને માતા કૃષ્ણા દેવી. નાનકડા બટેશ્વરથી પૂર્વજો ગ્વાલિયર આવીને વસી ગયા, અને એક તેજસ્વી વિદ્યાર્થીથી વિપક્ષ નેતા, ત્યારબાદ ત્રણ વાર વડા પ્રધાન બનેલા આ કવિ અને રાજપુરુષની જિંદગી વિચાર, રાજનીતિ, લોકતંત્ર અને રાષ્ટ્ર માટેની, ઉબડખાબડ જમીન પરની દીર્ઘ સફર રહી.

    પ્રેમ અને માનવતાની વહેંચણી એટ

    નાતાલ આવે એટલે ચારેબાજુ જ્યાં જુઓ ત્યાં સાન્તા સાન્તા થઈ જાય છે. ક્રિસમસની ઉજવણીના દિવસો સાન્તાના ઉલ્લેખ વિના અધૂરા જ ગણાય. ધાર્મિક દૃષ્ટિકોણથી જૂઓ તો ક્રિસમસ ખ્રિસ્તીઓનો સૌથી મોટો તહેવાર છે, પરંતુ હકીકત એ છે કે દુનિયાના દરેક દેશમાં નાતાલ પર્વને ઉમંગ-ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઊજવાતું નાતાલ પર્વ આવી રહ્યું છે, ત્યારે આ તહેવાર અંગે કેટલીક દિલચસ્પ વાતો પ્રસ્તુત છે.

    આ છે દરિયાદિલ કોનોલી દંપતીઃ જીતેલા જેકપોટની અડધી રકમની સખાવત

    પોતાના સુખમાં અન્યોને ભાગીદાર બનાવવાનું કાર્ય જૂજ લોકો કરી શકે છેબ્રિટિશ દંપતી ફ્રાન્સેસ અને પેટ્રિક કોનોલી આવા ગણ્યાગાંઠ્યા લોકોમાં છેકોવિડના કપરા કાળમાં પોતાની સંપત્તિનો સદુપયોગ કેવી રીતે કરવો તેના માટે આ દંપતીએ ધનવાનોને ઉદાહરણ પુરું પાડ્યું છેકોનોલી દંપતી ૨૦૧૯ના પ્રથમ દિવસે જ ૧૧૪.૯ મિલિયન પાઉન્ડનો યુરોમિલિયન્સ જેકપોટ જીત્યા હતા.

    વડા પ્રધાન થવામાં નિષ્ફળ પ્રણ

    • ગામડિયા મુખરજી એકનું એક શર્ટ ત્રણ દિવસ પહેરતા, ઇન્દિરાજીએ તાલીમ આપી • વર્ષ ૧૯૮૪, ૨૦૦૪, ૨૦૦૭ અને ૨૦૧૨માં વડા પ્રધાનપદની તક ગુમાવ્યાનો ગમ • કોંગ્રેસના ચૂંટણી પરાજય માટે સોનિયા-મનમોહનને દોષ, મોદીને આપખુદ લેખાવ્યા

    ચાલો...યંત્રયુગી ચોરોને ચકરાવે...

    ગયા ગરૂવારે સવારે ઘરના ફોન (લેન્ડલાઇન)ની રીંગ વાગી એટલે અમે અમારા કુટુંબીજન કે મિત્રોનો ફોન હશે એમ સમજી ફોનનું રીસીવર ઉપાડ્યું ત્યાં સામેથી મેસેજ સંભળાયો કે, “એમેઝોન" તમને £ ૯.૯૯ સ્પેશીયલ ઓફર માટે ચાર્જ કરે છે, તમારે એ કેન્સલ કરવું હોય તો નંબર ૧ દબાવો અને તમે એકસેપ્ટ કરતા હો તો નં-૨ દબાવો.

    વર્ષ ૨૦૨૧નો શુભારંભ થઈ ચૂક્યો છે. મારી કલમ દ્વારા લખાયેલો લેખ આ અખબારના માધ્યમથી આ વર્ષમાં પહેલી વાર આપના સુધી પહોંચી રહ્યો છે. સૌપ્રથમ તો આપ સહુ વાચકોને દિલ સે હેપ્પી ન્યૂ યર... ૨૦૨૧નું વર્ષ તમારા માટે, અમારા માટે, સમગ્ર વિશ્વ માટે કલ્યાણકારી - શુભ બની રહે એ જ પ્રાર્થના અને શુભકામનાઓ.

    કાશ્મીરનો ગઢ જીત્યાનું ભાજપ અ

    • જિલ્લા વિકાસ પરિષદોમાં જમ્મૂ અને ખીણ પ્રદેશનાં વિભાજન તો યથાવત રહ્યાં • જેલમાં રાખેલા અબદુલ્લા-મુફ્તી તો હમણાં સુધી ભાજપના સત્તાજોડાણમાં હતાં • ભારતીય બંધારણ હેઠળ ચૂંટણી લડનારને પણ રાષ્ટ્રવિરોધી ગણાવવાનું જોખમી • કાશ્મીરીઓને વાજપેયીના ‘ઈન્સાનિયત, જમ્હૂરિયત, કશ્મીરિયત’ની ખરી જરૂર

    નૂતન વર્ષના પ્રારંભે કરવા જેવ

    જયારે તમે આ લેખ વાંચતા હશો ત્યારે નવું વર્ષ આવી ગયું હશે અને ૨૦૨૦ પર ચોકડી મારીને તમે ૨૦૨૧માં પ્રવેશી ચૂક્યા હશો. સૌને માટે ૨૦૨૦ કપરું રહ્યું છે અને જેમ અંધારી અને લાંબી સુરંગમાંથી પસાર થતી ટ્રેનમાં બેઠેલા મુસાફરોને સુરંગના છેડે પ્રકાશ દેખાય તેવો અનુભવ આપણને ૨૦૨૧ના આવતા થઇ રહ્યો હોય તે સ્વાભાવિક છે. પરંતુ એક બાબત આપણે સૌએ સમજવા જેવી છે કે સમય ચક્રમય અને સતત છે. તે એક ઝટકે બદલાઈ જતો નથી. જેમ આકાશમાં જેટ વિમાન પસાર થઇ જાય પણ તેનો સફેદ લસરકો રહી જાય તેમ સમય વીતી જાય, પરંતુ તેની અસર આવનારા સમય પર રહી જતી હોય છે. જેમ ટ્રેઈન પસાર થઇ જાય પણ તેની સિટીનો અવાજ હવામાં કેટલાય સમય સુધી ગુંજતો રહે છે તેમ ભૂતકાળના સમયનું પણ સાતત્ય ભવિષ્ય પર છવાયેલું રહે છે.

    ‘સમાજસેવાનો સંકલ્પ’ સાસુમાનો...

    લંડનના નવનાત ભગિની સમાજના પ્રેસિડેન્ટનો હોદ્દો છેલ્લા પાંચેક વર્ષથી શોભાવી રહેલ રેણુકાબહેન મહેતાનો પરિચય નવા વર્ષના અંકમાં કરાવીશ. સુદાનના એક નાના ગામ કસાલામાં જન્મેલ રેણુકાબહેન બાવીસી નાનપણથી જ ભણવામાં તેજસ્વી. ગણિત એમનો પ્રિય વિષય. એમનો મોટો ભાઇ મુંબઇની સુવિખ્યાત હાઇસ્કુલમાં ભણતો હતો એથી એમના મનનો મોરલો પણ નાચી ઉઠ્યો કે મને પણ મુંબઇ જઇ ઉચ્ચ અભ્યાસ કરવા મળશે. પરંતુ મનની મનમાં રહી ગઇ. સમય – સંજોગો બળવાન છે. 

    પાકિસ્તાન હજુ જૂનાગઢને ‘પાંચ

    તાજેતરમાં કરાચીમાં એક કાર્યક્રમ યોજાઈ ગયોઃ જૂનાગઢના નવાબે પોતાના કુંવરને ‘વઝીરે આઝમ’ની પાઘડી પહેરાવી! જૂનાગઢ તો ભારતમાં છે, સૌરાષ્ટ્રનું માતબર નગર છે, અને પાકિસ્તાનમાં તેના નવાબ-દીવાનનો સોગંદવિધિ? આમાં નવું કશું નથી. છેક ૧૯૪૭થી જ પાકિસ્તાન કાશ્મીર, જૂનાગઢ, માણાવદરને પોતાનું ગણે છે.