આજે લાખો લોકો દેશ-વિદેશમાં બ્રહ્માકુમારી શિવાનીબેનના કાર્યક્રમોને ટીવી અને સોશિયલ મીડિયા પર ખૂબ જ રસપૂર્વક જોતા હોય છે. શિવાનીબેનનો ખાસ આગ્રહ હોય છે કે રાજયોગ મેડિટેશનનો કોર્સ જરૂરથી કરવામાં આવે. આ બાબતને ધ્યાનમાં રાખીને હાલના લોકડાઉનના સંજોગોમાં લોકો ઘરે બેસીને ઓન લાઇન ‘ઝૂમ (ZOOM)’ સીસ્ટમ દ્વારા આ ફાઉન્ડેશન કોર્ષ કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. જેનો સહુ કોઇ લાભ લઇ શકે. (આ પ્રોગ્રામ માટે કોઇપણ પ્રકારની ફી રાખવામાં આવી નથી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS દ્વારા કોરોના વાઇરસ મહામારીનો જલ્દી અંત આવે તે માટે ઓનલાઇન મહાઅભિષેક પ્રાર્થનાનું આયોજન કરાયું હતું.
પૂ. મહંતસ્વામી અને મહારાજશ્રીના આશીર્વાદથી શ્રી નરનારાયણ દેવ ભૂજ પાટોત્સવનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન ખાતે 28મી એપ્રિલ ગુરુવારથી લઇને 2 મે શનિવાર સુધી કરવામાં આવ્યું છે. ભૂજસ્થિત પૂજ્ય સંતો દ્વારા દરરોજ સાંજે ખાસ પુરુષોત્તમ પ્રકાશ પારાયણ પણ યોજાય છે. આ ઉજવણી દરમિયાન મળનાર દાનનો ઉપયોગ કોવિડ-19 મહામારીમાં દાન માટે કરવામાં આવશે. તેમ વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ કુરજી કેરાઈએ એક નિદેવનમાં જણાવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સોશિયલ મીડિયાના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.
વાચક મિત્રો, કોરોના મહામારીની વ્યાપકતા અને ગંભીરતાએ માનવધર્મ ઉજાગર કર્યો છે. નાત-જાત, રંગભેદ, ધર્મને બાજુએ રાખી એકબીજાના દુ:ખમાં સહભાગી બનવાની હકારાત્મક સ્પર્ધાને કારણે બ્રિટનમાં નાગરિક ધર્મ વધુ જાગ્રત બન્યો જોઇ શકાય છે. એક બાજુ પોતાના જીવનને હોડમાં મૂકી દર્દીઓની સારવાર ને સાજા કરવાની ખેવના કેન્દ્ર સ્થાને રાખી કોવીદ-૧૯માં નિ:સ્વાર્થ સેવા આપતા ફ્રન્ટ લાઇન મેડીકલ સ્ટાફ, ડોકટર્સ, નર્સો, કેરર્સ, એમ્બ્યુલન્સ, પોલીસ, ફાયર સ્ટેશનો, ટ્રાન્સપોર્ટ સ્ટાફ વગેરે વિવિધ સ્તરેથી રાત'દિ ફરજ બજાવવામાં ઝૂકી પડ્યા છે તો બીજી બાજુ એમના ખાવા-પીવાની તેમજ રક્ષણ માટે જરૂરી PPE સાધનો, વેન્ટીલેટર્સ આદીની જરૂરિયાત પૂરી પાડવા અનેક સેવાભાવી ભાઇ-બહેનો અને કંપનીઓ પોતાની ફરજ બજાવવા આગળ આવી રહ્યા છે. એ સૌને અભિનંદન. પ્રતિ સપ્તાહે નવા નવા સમાચાર અમને સાંપડતા રહે છે જે આપણા માટે પ્રેરણાદાયી બની રહે છે.
* મૂળ કરમસદના શ્રી અશોકભાઇ કાન્તિભાઇ પટેલનાં ધર્મપત્ની શ્રીમતી પુનિમાબેનનું તા. ૧૦-૫-૧૫ રવિવારે ન્યુ દિલ્હીમાં દુ:ખદ અવસાન થયું છે. ફેબ્રુઆરી ૨૦૧૫માં ભારત ફરવા ગયાં હતાં ત્યાં તેમની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. ત્યાં તબિયત સારી ન થવાથી દિલ્હી હોસ્પિટલમાં લઇ જવાયાં અને ત્યાં તબિયત ખૂબજ ક્રિટીકલ થઇ ગઇ અને તા. ૧૦-૫-૧૫ રવિવારે દેવલોક પામ્યાં.
કોરોનાની મહામારીના લોકડાઉનમાં માણસો સાથે ભગવાનના ધ્વાર પણ બંધ થઇ ગયા. મંદિર, મસ્જીદ, ગુરૂદ્વારા, ચર્ચને તાળાં લાગ્યા. એ તાળાંનો ટાળો મેળવીએ. મૂર્તિઓમાંથી બહાર નીકળી પ્રભુ જન-જનમાં જઇ પહોંચ્યાં. મેડીકલ સ્ટાફમાં ડોક્ટર હોય કે નર્સ, કેરર હોય કે કેર ટેકર, બસ ડ્રાઇવર હોય કે એમ્બ્યુલન્સ ડ્રાઇવર, પોલીસ હો કે સમાજ સેવક….સૌનામાં ઇશ્વર જઇ વસ્યા. ઇશ્વર સર્વ-વ્યાપી છે એનું આથી મોટું પ્રમાણ કયું હોઇ શકે? જન સેવા એ જ પ્રભુ સેવાનો મંત્ર ગૂંજતો થઇ ગયો અને કોરોના સામે સંઘર્ષ ખેલી જીતવાનો જંગ આરંભાયો. ઘર એક મંદિરનો અહેસાસ થયો. પરિણામે ફ્રન્ટ લાઇનમાં સૌ આવી ગયા. ઘર-ઘર માનવતાના દીપ પ્રગટ્યા અને દર ગુરૂવારે લંડનની ગલીઓમાં રાતના આઠ વાગે ફ્રન્ટ લાઇનમાં સેવા આપતા સૌની કદર કરવા ભાઇ-બહેનો ઘરની બારીઓ ને બારણે આવી ઘઁટારવના નાદ કરી વધાઇ આપે છે.
કોરોના વાઇરસ મહામારીને કારણે હાલ લોકો જ્યારે લોકડાઉનથી ઘરોમાં બંધ છે. તેવા સમયે મંચ યુકે દ્વારા ‘મીટ ધી આર્ટિસ્ટ’ શ્રેણી જાહેર કરવામાં આવી છે. 24મી એપ્રિલના ફેસબુકના માધ્યમથી એકેડમીના પૂર્વ નિયામક મિરા મિશ્રા કૌશિક અને તેમની ટીમ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દરરોજ સાંજે 6 કલાકે (યુકે સમય અનુસાર) યુકે સાઉથ એશિયન ડાન્સ સેક્ટરથી એક કલાકાર રજુઆત કરશે. 24 મે સુધી સમગ્ર મહિના સુધી મંચ યુકે દ્વારા ફેસબુકના માધ્યમથી લાઇવ સેશન પ્રસારિત કરાશે.
BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી ભક્તોને ઓનલાઇન સત્સંગ અને આશિર્વચન આપી રહ્યાં છે. BAPS UK દ્વારા કોવિડ-19 મહામારી વચ્ચે મેન્ટલ હેલ્થ અંગેની જાણકારી આપતા વીડિયો જાહેર કરીને મહામારીના સમયે લોકોને માનસિક શાંતિ રાખવા જાણકારી આપી હતી.
શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, ફોરેસ્ટગેટ, ન્યુહામ તરફથી શ્રી કિશોરભાઇ વરસાણી સ્વયં-સેવકો સાથે ઇસ્ટ લંડનની ન્યુહામ હોસ્પીટલમાં કાઉન્સિલર પુષ્પાબેન મેકના સહયોગથી ગુરુવાર તા. ૭ મે ૨૦૨૦ના રોજ NHS સ્ટાફ અને કેર વર્કર્સ માટે એમનો આભાર માનવા ભારતીય નાસ્તાના પેકેટો અને જાતજાતના ફળોની બેગ્સનું વિતરણ કરવા ગયા હતા. એ ઉપરાંત રાતના ૮ વાગ્યે સમાજ માટે સમર્પિત સેવાભાવીઓના અનુદાનની કદર કરતાં મંદિરના બેન્ડે સુમધુર સંગીત રેલાવ્યું અને તાળીઓથી અભિવાદન કર્યું ત્યારે NHS સ્ટાફ અને કેર વર્કર્સ પણ નાચ-ગાનમાં ભાગ લઇ ઘડીભર આનંદવિભોર બન્યાં. એ સાંજ એમના માટે યાદગાર બની રહી. તસવીરમાં એ જોઇ શકાય છે.
આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે ફરીથી પૂજા, આરતી અને દર્શન શરૂ કરવામાં આવ્યા છે. સંસ્થાની યાદીમાં જણાવ્યા અનુસાર અગાઉથી નોંધ કરાવનારાઓને આ સેવાનો લાભ મળશે. જો કે તે માટે અહી જણાવેલ નિયમો તથા માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત રહેશે.
