સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વાર

    વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના તત્વાવધાનમાં કોવિડ-૧૯ને નાબૂદ કરવાના અભિયાનમાં સક્રિય કોરોના ફ્રંટલાઈન વોરિયર્સના લાભાર્થે સેફ્ટી કેર કિટ્સનું વિતરણ થયું હતું. 

    વિશ્વવ્યાપી નવકાર મહામંત્રના...

    કોરોના મહામારીમાંથી માનવજાતની મુક્તિ અને કલ્યાણાર્થે નવકાર ગૃપ (મુંબઇ) અને જૈન વીઝન (રાજકોટ) દ્વારા રવિવાર તા.૩૧-૫-૨૦ના રોજ સવારના ૮.૪૧ થી ૧૨.૪૧ સામૂહિક ૯૯,૯૯,૯૯,૯૯૯ નવકાર મંત્રના જાપનું એક ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું જેને ભારે સફળતા સાંપડી હતી.

    વૈષ્ણવ સંઘ-યુકે તરફથી નોર્થ વે...

    વૈષ્ણવ સંઘ યુકે (VSUK) દ્વારા ગત ૧૭ એપ્રિલમાં શરૂ કરાયેલ NHS કોવિડ-૧૯ ફંડરેઝીંગ પ્રોજેકટને અભૂતપૂર્વ સફળતા સાંપડી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના ઇલાજ માટે  ઉપયોગી ઇકવીપમેન્ટ માટે સહાય રૂપ થવા વૈષ્ણવ સંઘ યુકે તરફથી ૨૫૦૦૦ પાઉન્ડ એકત્ર કરવા આ પ્રોજેકટ લોન્ચ કરાયો હતો. 

    કોરોના મહામારીના આ કપરા સમયમાં જરૂરતમંદોને મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશ સાથે સાઉથ લંડનના બાલમ સત્સંગ મંડળના તેમજ કેન્ટના વૈષ્ણવોએ ચેરિટી ફંડ એકત્ર કર્યું હતું. 

    પશ્ચિમી જગતના પ્રથમ સ્વામીના

    પરમ પૂજ્ય યોગીજી મહારાજ વર્ષ ૧૯૭૦માં ૧૨ સ્વામીઓ સાથે યુકે આવ્યા હતા. એ પ્રથમ અવસર હતો કે તે સમયે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી દેશની મુલાકાતે આવ્યા હોય. પોતાના દોઢ મહિનાના રોકાણ દરમિયાન યોગીજી મહારાજના હસ્તે ઇસલિંગ્ટન, નોર્થ લંડનમાં મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ મંદિર પશ્ચિમ જગતનું સૌપ્રથમ સ્વામીનારાયણ મંદિર હતું. યોગીજી મહારાજે ભક્તોની ઇચ્છાને માન આપીને યુકેના અનેક સ્થળોની પણ મુલાકાત લીધી હતી.
    યોગીજી મહારાજ યુકેમાં પધાર્યા તે અલૌકિક ઘટનાને ૫૦ વર્ષ પૂર્ણ થતાં સંસ્થા દ્વારા તેની ઉજવણી થઇ રહી છે.

    ગુજરાતમાં બીએપીએસ સ્વામીનારા...

    કોરોના સંકટના કારણે અપાયેલા લોકડાઉનમાં છૂટછાટ અપાયા પછી અનલોક-૧.૦ દરમિયાન ગુજરાતમાં ધાર્મિક સ્થળો ખોલવા માટે મંજૂરી અપાઈ છે. જોકે બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા લેવાયેલા નિર્ણયમાં રવિવારે ફેરફાર કરાયો હતો. કોઠારી સ્વામી ઉત્તમપ્રકાશદાસ મહારાજે આદેશ જારી કરી તમામ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરોમાં આ અંગેની જાણ પણ કરી હતી.