શુક્રવાર ૩ જુલાઇ ૨૦૨૦ના રોજ લંડનના નહેરૂ સેન્ટરના ઉપક્રમે "યોગ અને કોવીદ કટોકટી" વિષય પર વક્તવ્ય અને વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા યોગાચાર્ય અને આધ્યાત્મિક વડા યોગીશ્રી એમ.એ યોગ પર વિષદ્ વક્તવ્ય રજુ કર્યા બાદ સમાજીક ક્રાંતિ માટે જાણીતા લેખિકા, હ્યમન ટ્રેફીકીંગના વિરોધી અને ગ્લોબલ એન્વોય ઓફ ઇન્ટરનેશનલ બુધ્ધિસ્ટ કનફડરેશન યુ.કે.ના ચેર લેડી મોહિની કેન્ટ નૂન સાથે પ્રશ્નોત્તરી યોજાઇ હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
શ્રી સ્વામીનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને છેલ્લા ૧୦ દિવસથી સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. તેમની તબિયતમાં ફેફસાની તકલીફ વધવાને કારણે તેમને વેન્ટિલેટરના સપોર્ટ ઉપર મુકવામાં આવેલા છે.
હિલીંગ આર્ટ્સ દ્વારા કોવિડ-૧૯ કોમ્યુનિટી ઈમ્પેક્ટઃ ગ્લોબલ ઓનલાઈન સમિટનું તા. ૧૨ જુલાઇ - રવિવારે બપોરે ૧૨થી સાંજે ૭ (બ્રિટિશ સમર ટાઈમ મુજબ) આયોજન કરાયું છે. આ સમિટમાં કોવિડની આર્થિક, મેડિકલ, સામાજિક અને મનોવૈજ્ઞાનિક અસરો વિશે નિષ્ણાત વક્તાઓ સાથે વાતચીત કરવામાં આવશે. તેઓ તેમના વિચારો રજૂ કરશે અને જરૂરી માર્ગદર્શન પણ આપશે, જે કોમ્યુનિટીને મદદરૂપ થશે.
આપણે સ્ટેજ ફેશન શો તો ઘણાં જોયા હશે પરંતુ કોરોના મહામારીના લોકઅપ સમયગાળામાં ઘરના બેઠક ખંડમાં ફેશન શોનું કેટવોક થયું હોય એવું સાંભળવા કે જોવામાં આવ્યું નહિ હોય! આ નવીન આઇડીયા હસ્મિતાબેન દોશીને આવ્યો અને નવનાત વડિલ મંડળના પ્રેસિડેન્ટ શ્રી નલીનભાઇ તથા પૂર્ણિમાબેન મેશવાની તેમજ અન્ય કમિટી સભ્યોના અને ઝૂમના એક્સપર્ટોના સહારે એ સાકાર થયો. ધાર્યા કરતા એને અદ્ભૂત આવકાર સાંપડ્યો. આ જાતનો પ્રયોગ પહેલી વખત થયો હોવાથી ઝૂમ ટીમ માટે એ એક પડકારરૂપ હતો. એ માટે મ્યુઝીક, સમયનું આયોજન જેવું કપરું કામ એમણે સ્વીકારી લીધું. નવનાત વણિક એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી દિલીપભાઇ મીઠાણી પણ સમાજના કાર્યક્રમોમાં સહર્ષ સહકાર આપે છે.
BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩જી ઓગસ્ટને સોમવારે આવી રહેલા રક્ષાબંધન પર્વ અંગે પૂજ્ય મહંત સ્વામી મહારાજે સર્વે સંતો-ભક્તોને આજ્ઞા કરી છે કે રક્ષાબંધન પવિત્ર ભાવનાઓ અને માંગલિક પ્રાર્થનાનું પર્વ છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીની સમસ્યાને ધ્યાનમાં રાખીને અરસ પરસ એકબીજાના ઘરે ગયા સિવાય, પ્રાર્થનારૂપી રાખડીઓ દ્વારા આ પર્વ ઊજવવું. કુરિયર કે પોસ્ટ દ્વારા પણ રાખડી મોકલવી નહીં, તેને બદલે સ્નેહીજનોને સોશિયલ મીડિયા દ્વારા ઇલેક્ટ્રોનિક સંદેશ મોકલી શકાય. ભગવાન સૌની રક્ષા કરે તેવી પ્રાર્થના કરવી.
આધુનિક અને પરંપરાગત લાક્ષણિકતાઓ સાથે ઓલ્ડહામમાં £ ૫ મિલિયનના ખર્ચે તૈયાર થનારા નવા સ્વામીનારાયણ મંદિરનું કામકાજ શરૂ થયું છે. શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ દ્વારા મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે સેલ્ફોર્ડ ક્વેઝ સ્થિત રેકોમ સોલ્યુશન્સની નિમણુંક કરવામાં આવી છે. ૨૦૨૨માં નવું મંદિર તૈયાર થઈ જશે. આ મંદિર કોપસ્ટરહિલ રોડ પર નિર્માણ પામશે.
શાળાઓમાં ઉનાળાની રજા પડી છે ત્યારે બોરેહામવૂડના કાઉલી હિલના સેંકડો બાળકોને ભૂખ્યાં રહેતાં બચાવવા સ્થાનિક સંસ્થાઓએ તેમને બપોરનું પોષણયુક્ત ભોજન પુરું પાડવા સંયુક્ત પ્રયાસ હાથ ધર્યો છે. છ સપ્તાહની ઉનાળાની રજાઓ (૨૨ જુલાઈથી ૧ સપ્ટેમ્બર) સુધી ચાલનારા આ સંયુક્ત પ્રોજેક્ટમાં કાઉન્સિલર મીનલ સચદેવ, સ્થાનિક ચેરિટી ગ્રેટિટ્યૂડ, GMSP ફાઉન્ડેશન, કમ્પેશન લંડન અને હર્ટ્સમીઅર બરો કાઉન્સિલે હાથ મિલાવ્યાં છે.
Tate મોડર્ન, Tate બ્રિટન, Tate લીવરપુલ અને Tate સેન્ટલાઈવ્સ ગેલેરી ૨૭ જુલાઈને સોમવારથી મુલાકાતીઓ માટે ફરી ખૂલ્લી મૂકાઈ હતી. કલારસિકો ફરીથી તેમના પસંદગીના વિશ્વભરના કલાકારોની કૃતિઓ નિહાળી રહ્યા છે.
નેનપુર ખાતે બિરાજમાન BAPSસ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામીએ રક્ષાબંધનના પવિત્ર પર્વે શ્રી રામ જન્મભૂમિ પર થનારા શિલાન્યાસ વિધિ માટે શ્રીરામયંત્રનું વૈદિક પૂજન કર્યું હતું. તેમણે વહેલામાં વહેલી તકે આ મંદિર સાકાર થાય તેવી શ્રદ્ધા અને પ્રાર્થના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું,‘અનેક મહાત્માઓ-સંતો-ભક્તોના તપ, સમર્પણ, બલિદાન અને પ્રાર્થનાની વેદી પર આ રામમંદિરના નિર્માણનો આરંભ થાય છે ત્યારે, તેમાં જોડાયેલા સૌ કાર્યવાહકો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારત સરકાર અને ભારતીય ન્યાયતંત્ર સહિત સૌને અભિનંદન સાથે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.’
• જૈન નેટવર્ક, કોલીન્ડલમાં પર્યુષણ પર્વ દરમિયાન વિશેષ વ્યાખ્યાનમાળા :
જૈનાચાર્ય પદ્મભૂષણ રત્નસુંદરજી મહારાજ સાહેબના વ્યાખ્યાન સવારના ૧૧ થી ૧૨.૩૦. સ્નાત્ર પૂજા, પ્રતિક્રમણની વ્યવસ્થા સહિતના અન્ય કાર્યક્રમો જૈન સેન્ટરમાં કોરોના નીતિ-નિયમોના પાલનને ધ્યાનમાં રાખી કરાશે. વધુ માટે જુઓ આગામી અંક.
