BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS દ્વારા સમગ્ર વિશ્વમાં જુદા જુદા સ્થળે કોરોના વાઇરસ કોવિડ-19 મહામારી વચ્ચે બાપ્સ ચેરીટી દ્વારા ગરમ ભોજન તથા રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
કોરોના મહામારીના પંજામાંથી બચવા વિશ્વભરમાં આહ્લેક જાગી છે. માનવતાના પૂર સાથે અધતન ટેકનોલોજીના ઉપયોગે મહ્દ અંશે કામને ગતિશીલ રાખવામાં, સરળ બનાવવામાં અને સમાજને પ્રવૃત્ત રાખવામાં અમૂલ્ય પ્રદાન આપ્યું છે. વિજ્ઞાનની શોધનો વિવેકપૂર્વક યોગ્ય માર્ગે ઉપયોગ થાય તો જીવન ચેતનવંતુ રહે છે.
કોવિડ -૧૯ મહામારી દરમિયાન ‘સેવા ડે’ ચેરિટી સંસ્થા દ્વારા માનસિક સ્વાસ્થ્યની જાળવણીમાં સપોર્ટ સર્વિસનો આરંભ કરાયો છે જેમાં, તમામ સાઉથ એશિયન ભાષાનો ઉપયોગ કરાયો છે. માનસિક આરોગ્યના આ સેવાયજ્ઞમાં ડો.રમેશ પટ્ટણી OBE અને DAWN કાઉન્સેલિંગ સર્વિસીસનો પણ સહકાર સાંપડ્યો છે. સેવા ડેની કોવિડ૧૯ હેલ્પલાઈનનો આરંભ ૨૫ મે, ૨૦૨૦થી કરાશે જેના મારફત માનસિક આરોગ્ય, ભાવનાત્મક અને શોકના આઘાતના સમયમાં ટેકાની જરુર અનુભવતા તમામ પશ્ચાદભૂ સાથેના લોકોને માનસિક આરોગ્યની મદદ મળશે તેમજ સાઉથ-ઈસ્ટ એશિયન ભાષાઓમાં પણ તે પ્રાપ્ત કરાવાશે.
ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)થી કોઈ પણ અજાણ્યું નથી. સેન્ટર દ્વારા હિન્દુ સંસ્કૃતિને સંલગ્ન વિવિધ કાર્યક્રમો અને અભ્યાસક્રમો ચાલતા રહે છે. કોરોના વાઈરસ મહામારીએ આપણી સમક્ષ કલ્પનામાં પણ ન હોય તેવા પડકારો ઉભા કર્યા છે. ઈન્ડિયન હાઈકમિશન દ્વારા નેહરુ સેન્ટર ખાતે OCHSના લેક્ચર્સ અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહામારી પછી જીવન સામાન્ય થાય ત્યારે પણ આ કાર્યક્રમો ફરી ચાલુ કરાશે.
VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE દ્વારા જાહેર કરાયું છે કે સંસ્થા દ્વારા વર્તમાન સમયે શોકાતુર પરિવારની મદદે સંસ્થા આવશે. સંસ્થા દ્વારા કોરોના વાઇરસ કોવિડ-19ને કારણે જેમણે પોતાના સ્વજન ગૂમાવ્યા છે તે પરિવારના સભ્યોને શોક વ્યક્ત કરવામાં આવ્યું છે. શોકના સમયે સહાયરૂપ થવા હિન્દુ કોમ્યુનિટી માટે સંસ્થા દ્વારા કાઉન્સેલીંગ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જો તમે આવી કોઇ વ્યક્તિ માટે આ કાઉન્સેલીંગ સર્વિસ સેવા માંગતા હોવ તો સંસ્થાના કમિટી સભ્યોને તેમનું નામ અને ઇ-મેઇલ એડ્રેસ મોકલી આપવા જણાવાયું છે.
BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS ચેરીટી દ્વારા યુકે તથા યુરોપમાં હેલ્થ અવેરનેસ વીડિયો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વર્તમાન સમયે માનસિક તથા શારીરિક રીતે તંદુરસ્ત રહેવા જાણકારી આપવામાં આવી છે.
૨૦ મે ૨૦૨૦થી ઇંગ્લેન્ડમાં “ઓપ્ટ આઉટ" કાયદાના અમલનો આરંભ થઇ ગયો જેને જૈન અને હિન્દુ ઓરગન ડોનેશન ( JHOD ) સ્ટીંયરીંગ ગૃપે આજે આવકાર્યો છે. આ નવા કાયદાના બદલાવનો મતલબ એ થશે કે, હવે ઇંગ્લેન્ડ સ્થિત બધા જ પુખ્ત વયનાઓના અવસાન બાદ અવયવ દાતા તરીકે સંમતિ છે એમ માની લેવાશે. સિવાય કે, જેઓએ અવયવ દાનના ફોર્મમાં અવયવ દાન માટે અસંમતિ દર્શાવી હશે તેવા પુખ્ત વયના અવયવ દાનના ગૃપમાંથી બહાર રહેશે.
કોરોના મહામારીમાં સમગ્ર બ્રિટને સામૂહિક ધોરણે, ભેદભાવથી પર રહી માનવતાના દીપ જલાવી નિ:સ્વાર્થ સેવાનું કાર્ય હાથ ધરેલ છે. એક અંદાજ મુજબ આર્થિક કટોકટી હોવા છતાં દેશભરમાં દસ મિલિયન સેવાભાવી બ્રિટનવાસીઓ લોકડાઉનમાં સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે અને હજી પણ ૭૮% એ પરિસ્થિતિ સુધરે ના ત્યાં સુધી અનુદાન આપવા તૈયારી દાખવી છે. કટોકટીના સંજોગોમાં માનવધર્મ સર્વોપરિ હોવાનું પુરવાર થયું છે.
હેરોસ્થિત કરુણા મેનોર કેર હોમ ખાતે રહેવાસીઓ તથા સભ્યો દ્વારા ગાયક શાહિદ અબ્બાસ ખાનની ઉપસ્થિતિમાં ૯ મે, શનિવારે ગાર્ડન પાર્ટીનું આયોજન કરાયું હતું. શાહિદ સ્વૈચ્છિકપણે ઉપસ્થિત રહ્યો હતો. સામાજીક અંતરના પાલન સાથે આ ગાર્ડન પાર્ટી યોજાઈ હતી. કોરોના વાઇરસ મહામારીને કારણે વર્તમાન પરિસ્થિતિમાં રહેવાસીઓ પોતાના પરિવારજનોને મળી શક્યા નથી અને રાબેતા મુજબના કોઇ કાર્યક્રમમાં પણ ભાગ લઇ શક્યા નહિ હોવાથી તેમને ઘરઆંગણે મનોરંજન મળી રહે તેવા હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.
BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર લંડન દ્વારા તાજેતરમાં અવસાન પામનારા હરિભક્તોની સ્મૃતિમાં વિશેષ ઓનલાઇન પ્રાર્થના સભા યોજાઈ હતી.
