જૈન નેટવર્ક, કોલીન્ડલના નેજા હેઠળ શનિવાર તા. ૨૦ જુન ૨૦૨૦ના રોજ વેબીનાર અને યુ-ટયુબના માધ્યમથી ઇન્ટરનેશનલ યોગા-ડેની ઉજવણી થઇ હતી. યોગ શિક્ષિકા કલ્પનાબેન પટેલે યોગાનું સંચાલન કર્યું હતું. જેમાં સમાજના અનેક અગ્રણીઓ અને યોગ સાધકોએ ભાગ લીધો હતો.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ પાંચમી જુલાઈ રવિવાર સુધી ત્યાં વિચરણ કરશે. પૂ.મહંત સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ દ્વારા શિક્ષાપત્રીમાં જણાવેલ ચાતુર્માસના નિયમ જણાવ્યા હતા.
બ્રિટનમાં કાર્યરત સામાજિક સંસ્થાઓની ગતિવિધિની ઝલક...
નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર - લંડન ખાતે ૨૩ જૂનને મંગળવારે મંદિરના સંતો દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું હતું. આ રથયાત્રાનું વેબકાસ્ટ પણ કરાયું હતું. યુકે અને સમગ્ર યુરોપના હજારો ભાવિક ભક્તોએ તે નિહાળ્યું હતું અને તેમના ઘરેથી રથયાત્રા ઉત્સવમાં જોડાયા હતા.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ વર્ષે કોરોના સંકટને પગલે ‘મારા ગુરુ મારું જીવન’ થીમ હેઠળ ગુરુપૂર્ણિમાની વિશિષ્ટ રવિસભાનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું. સાથે ટીવી ચેનલ પર પણ જીવંત પ્રસારણ થયું હતું. ૫ જુલાઈને રવિવારે સાંજે ૫ થી ૭:૩૦ દરમિયાન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભારત અને વિશ્વભરના તમામ હરિભક્તો માટે યોજાયેલી આ સભાને સંબોધતા પૂ. મહંત સ્વામીએ જણાવ્યું હતું,‘ ગુરુને સર્વોપરિ માનીએ તો જ ભક્તિ થાય. ભક્તિમય જીવન બને તે જ આ દિવસનો સાર છે.’
સરદાર પટેલ મેમોરીયલ સોસાયટી યુ.કે. દ્વારા ગયા રવિવારે સરદાર પટેલના પ્રેરણાત્મક જીવન આધારિત એક સવિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના યુવાનો માટે મોટીવેશન સ્પીકર તરીકે જાણીતા બનેલા સંજય રાવલ સાથે સૌને લાઇવ વાર્તાલાપનો લાભ મળ્યો હતો. સરદાર પટેલ સોસાયટી યુ.કે.નાં સક્રિય અને ઉત્સાહજનક સેક્રેટરી કૃષ્ણાબહેન પૂજારાએ Zoom મિટીંગ દ્વારા દેશવિદેશમાંથી ઘણા સરદાર ચાહકોને આ લાઇવ સેમિનારમાં જોડાવાનો પ્રયાસ કર્યો હતો. સાંજે ૪.૦૦ વાગે સરદાર પટેલ મેમોરીયલ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ લોર્ડ રેમી રેન્જરે સૌનું સ્વાગત કરીને આ Zoom સેમિનાર યોજનાર કૃષ્ણાબહેનનો આભાર વ્યક્ત કર્યો હતો.
થોડા દિવસ અગાઉ અમે ટ્વીટ કર્યું હતું કે ટૂંક સમયમાં મોટી જાહેરાત કરશું. આખરે તે ઘડી આવી પહોંચી છે. આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા ગ્લોબલ વીક ૨૦૨૦ના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરશે. કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ તે પછી વિશ્વના લોકો સમક્ષ આ તેમનું પ્રથમ મુખ્ય વક્તવ્ય હશે. તેમના વક્તવ્યને વૈશ્વિક સમુદાય આતુરતાપૂર્વક નિહાળશે તેમ હું માનું છું. આ કોન્ફરન્સ માટે આપ www.indiaglobalweek.com પર રજિસ્ટ્રેશન કરાવીને નિહાળી શકશો.
કોરોના મહામારી વચ્ચે લગભગ ૧૦૫ દિવસ બાદ લંડન સ્થિત વિલ્સડન સ્વામીનારાયણ મંદિર હરિભક્તોને દર્શન માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. હરિભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના કડક પાલન વચ્ચે ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા હતા. ભક્તોએ મંદિરમાં એકબીજાથી જરૂરી અંતર જાળવીને ભગવાનના દર્શનની સાથે આરતીનો પણ લાભ લીધો હતો. મંદિરમાં પ્રવેશ પહેલાં સેનેટાઈઝર સહિત વિવિધ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સેવકોએ તમામ જરૂરી વ્યવસ્થાનું સુંદર આયોજન કર્યું હતું. અંદાજે ૧૦૫ દિવસ પછી ભગવાનના દર્શન કરવા મળતાં શ્રદ્ધાળુઓએ આનંદની લાગણી અનુભવી હતી.
શનિવાર, ૨૭ જુન ૨૦૨૦ના રોજ હાલના પેન્ડેમીકના કારણે ઝુમ વીડીયો કોન્ફરન્સનું આયોજન ૩૦ જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી ચેરિટી IOJઅને વન જૈનના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં સંલગ્ન ૨૭ સંસ્થાઓના સભ્યો તથા મુખ્ય વક્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લોકડાઉનના નિયંત્રણો હળવા થયા તે અગાઉ ૧૧ જૂને બ્રેન્ટ લેબર કાઉન્સિલરોએ ઈંલિંગ રોડ ટેમ્પલ તરીકે જાણીતા શ્રી વલ્લભ નિધિ મંદિરમાં પ્રાર્થનામાં ભાગ લીધો હતો. તેમાં કાઉન્સિલ લીડર મુહમ્મદ બટ્ટ અને આલ્પર્ટનના કાઉન્સિલર તૃપ્તિ સાંગાણી, લેબરમાંથી સસ્પેન્ડ કરાયેલા ભૂતપૂર્વ ઉમેદવાર ચેતન હાર્પલ જોડાયા હતા.
