વિશ્વ ઉમિયા ફાઉન્ડેશ-યુકે સીઆઇસી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે રવિવાર - 23 જૂને એકતા યોગ દિવસનું આયોજન કરાયું હતું.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે શનિવાર તા. ૨૯ ઓગસ્ટના રોજ BAPS ચેરિટીઝ દ્વારા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનને £૨૫,૦૦૦નો ચેક અર્પણ કરાયો હતો. વર્ષના આરંભે શરૂ કરાયેલી BAPS ચેરિટીઝ એન્યુઅલ ચેલેન્જમાં ભાગ લેનારા નાના બાળકોથી માંડી નેવું વર્ષ સુધીના વૃદ્ધો સહિત હજારો લોકો દ્વારા આ ભંડોળ એકત્ર થયું હતું.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-યુકે સીઆઇસી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે રવિવાર - 23 જૂને એકતા યોગ દિવસનું આયોજન કરાયું હતું.
વરિષ્ઠ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યકાર બળવંત નાયકની અનેક અપ્રસિદ્ધ લેખસામગ્રીઓનું વિલાયતના સાહિત્યકાર વલ્લભ નાંઢા સંપાદિત પુસ્તકનું જાહેર લોકાર્પણ શનિવાર, 13 જુલાઈ 2024ના દિવસે સંપન્ન થશે.
* નવયુગ જૈન પ્રગતિ મંડળ દ્વારા તા. ૧૦-૯-૧૫થી સેન્ટ મેથ્થીયાસ ચર્ચ હોલ, રશ ગ્રોવ એવન્યુ, લંડન NW9 6QY ખાતે પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ભારતથી આમંત્રીત સંગીત સમ્રાટ અનિલ ગેમાવટ તથા વિધિકારક હરીશભાઇ જોટાનો લાભ મળશે. તા. ૧૩-૯-૧૫ બપોરે ૧ કલાકે લક્ષ્મી પૂજન, તા. ૧૪ બપોરે ૨થી મહાવીર જન્મ વાંચન, ચૌદ સ્વપ્નાની વિધિ તેમજ તા. ૨૦-૯-૧૫ના રોજ મણીભદ્ર પૂજન, તપસ્વી બહુમાન અને બપોરે ૧૨-૩૯ કલાકે સ્વામી વાત્સલ્યનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ શાહ 020 8459 4953 અને કેસી જૈન 020 8202 0469.
છ ગામના સભ્યો દ્વારા 7 જુલાઇના રોજ બ્લ્યુ રૂમ મુંબઇ ગાર્ડન્સમાં પિકનિકનું આયોજન થયું હતું, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભારે વરસાદના માહોલ વચ્ચે પણ ઉમંગ-ઉલ્લાસભેર પિકનિકની મજા માણી હતી.
સમાજનિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે સરદારધામ જીપીબીએસ બિઝનેસ એક્સ્પો 2025નું પ્રિલોન્ચિંગ કરાયું હતું. સરદારધામ ખાતેના પ્રિલોન્ચિંગ કાર્યક્રમમાં એક્સ્પોનો ચિતાર રજૂ કરાયો હતો. આ પ્રસંગે સરદારધામના ગગજી સૂતરિયાએ જણાવ્યું હતું કે માત્ર પાટીદાર નહીં પરંતુ સર્વ સમાજના ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સર્વિસ પ્રોવાઈડરને એક સ્ટેજ પર ઉપસ્થિત રાખીને વૈશ્વિક ફલક પર તેઓ ધંધો કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.
'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' તેમજ 'ફેડરેશન અોફ પાટીદાર એસોસિએશન્સ' દ્વારા ગુજરાતના પાટીદારો દ્વારા ઉઠાવવામાં આવેલ અનામત અંદોલન અંગે ચર્ચા વિચારણા કરવા આગામી રવિવારે, તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ બપોરના બેથી પાંચ વાગ્યા દરમિયાન ફેડરેશન અોફ પાટીદાર એસોસિએશન્સ, પાટીદાર હાઉસ, ૨૨, લંડન રોડ, વેમ્બલી HA9 7TX ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
* મહાવીર ફાઉન્ડેશન દ્વારા તા. ૧૩-૯-૧૫ના રોજ ૪ કલાકે પાઠશાળાના બાળકોના અનોખા અને અદ્વિતીય કાર્યક્રમ તેમજ લેડીઝ વીંગ અને યુવાનોના કાર્યક્રમનું આયોજન કિંગ્સબરી હાઇ સ્કૂલ, સ્ટેગલેન NW9 9AA ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોધપ્રદ અને સુંદર નાટિકા 'અનુપમાદેવી' પણ રજુ કરાશે. તે પછી સ્વામીવાત્સલ્યનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ કપાશી 020 8204 2871.
