સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    કાર્ડિફ સનાતન મંદિરમાં શિવકથા

     પવિત્ર શ્રાવણ મહિના નિમિત્તે કાર્ડિફ સનાતન મંદિરમાં શિવ કથાનું આયોજન કરાયું હતું. સુરતના જાણીતા કથાકાર શ્રી ભરતભાઈ ભગત દ્વારા કરાયેલી કથામાં શિવ પુરાણ માહાત્મ્ય, 12 જ્યોતિર્લિંગ કથા, શિવ લિંગ, રૂદ્રાક્ષ અને ભસ્મ મહિમા, ગણેશ જન્મોત્સવ સહિતના વિષયો આવરી લેવાયા હતા. આ ઉપરાંત, તેમણે રામ, કૃષ્ણ અને જલારામ બાપાની કેટલીક કથાઓનું વાંચન પણ કર્યું હતું.

    વડતાલધામથી દ્વિશતાબ્દી આમંત્...

    શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામથી ગુજરાત અને મહારાષ્ટ્રના 1000 ગામોમાં હરિભક્તોને ઘેર ઘેર નિમંત્રણ આપવા માટે આમંત્રણ પ્રચાર રથે પ્રસ્થાન કર્યું છે.

    કુમકુમ મંદિરના સંતોનું ધર્મ પ

    મોરોક્કો દેશમાં કુમકુમ મંદિરના સંતો સૌ પ્રથમ પ્રચાર અર્થે પધાર્યા હતા. સંતોના આગમનથી ખુશખુશાલ સ્થાનિક હરિભક્તોએ ભગવાન અને સંતોને ઘોડાગાડીમાં બેસાડી વાજતેગાતજે સ્વાગત કર્યું હતું. કુમકુમ મંદિરના સંતોનો સત્સંગ પ્રચાર અર્થે આ પાંચમા દેશનો પ્રવાસ હતો.

    રોમમાં યોજાયેલી વર્લ્ડ કોંગ્

    બીએપીએસ સંસ્થાના વિદ્વાન મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીની અધ્યક્ષતામાં યુકે, યુએસએ અને ભારતના વિદ્વાનો દ્વારા ‘અક્ષર-પુરુષોત્તમ દર્શન અને આધ્યાત્મિક ઇકોલોજી’ વિષયક વિશિષ્ટ સત્રનું આયોજન થયું હતું. વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીના પ્રમુખ પ્રોફેસર લ્યુકા સ્કારેન્ટિનોએ સનાતન ધર્મની વેદાંત પ્રસ્થાનત્રયી પર આધારિત અક્ષર-પુરુષોત્તમ દર્શનને રજૂ કરતા ‘સ્વામિનારાયણ ભાષ્યમ’ને સ્વીકારીને હર્ષ વ્યક્ત કર્યો હતો.

    આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ

    ન્હામ સ્થિત અનુપમ મિશન ખાતે ગુરુપૂર્ણિમા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોને સંબોધતા ગુરુહરિ સંત પ.પૂ. ભગવંત સાહેબજીએ કહ્યું કે ‘અમારા ગુરુ બહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજે બાળમંડળ, યુવકમંડળની સ્થાપના કરી અમને પાયામાં શિક્ષણ આપ્યું કે, આપણા જીવનમાં ત્રણ વ્યક્તિઓનું સ્થાન સર્વોપરિ રાખવું, જેમાં એક તો પોતાનાં ઈષ્ટદેવ, બીજા પોતાના ગુરુ અને ત્રીજા પોતાનાં માતાપિતા. 

    અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરમાં હજારો શ્રમિકો સાથે રક્ષાબંધન પર્વની ઊજવણી

    અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર સત્તાવારપણે ખુલ્લું મૂકાયા પછી પહેલી વખત કોમ્યુનિટી સાથે હૃદયંગમ જોડાણ સ્વરૂપે રવિવાર 18 ઓગસ્ટે રક્ષાબંધન પર્વની ઊજવણી કરવામાં આવી હતી. સાત અમિરાતમાં પરિવારજનોથી દૂર રહેલા 2500થી વધુ શ્રમિકો અને ભાવિકોએ સીમાચિહ્ન ઊજવણીમાં ભાગ લીધો હતો.

    ભારતના વિભાજનની ભયાનકતાઓનું સ્મરણ કરાવતું તસવીરી પ્રદર્શન

    ભારતીય હાઈકમિશન, લંડન દ્વારા ઈન્ડિયા હાઉસ ખાતે 14 ઓગસ્ટ, 2024ના રોજ ભારતના વિભાજનની યાતનાઓને દર્શાવતું તસવીરી પ્રદર્શન ‘પાર્ટિશન હોરર્સ રિમેમ્બરન્સ ડે’ અને પ્રાસંગિક સ્મરણ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ફિલ્મનિર્માતા લલિત મોહન જોશી અને સંસ્કૃતના વિદ્વાન શિવ કાન્ત શર્મા દ્વારા કાવ્યોનું પઠન તેમજ કર્ણાટકી વાયોલિનિસ્ટ અપર્ણા રઘુરામન દ્વારા વાયોલિન વાદન કરવામાં આવ્યું હતું.

    IDUK ગ્રૂપ દ્વારા સ્લાઉમાં ભારતના સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઊજવણી

    ઈન્ડિયન ડાયસ્પોરા ઈન ધ યુકે (IDUK) ગ્રૂપ દ્વારા સ્લાઉમાં ભારતીય ડાયસ્પોરાના નોંધપાત્ર અગ્રણીઓ સાથે ભારતના 78મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. ભારતીય ડાયસ્પોરામાં મજબૂત સાંસ્કૃતિક સંબંધો અને રાષ્ટ્રપ્રેમને દર્શાવતા કાર્યક્રમમાં સંખ્યાબંધ અગ્રણીઓ, બાળકો સહિત 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્લાઉના મેયર બલવિન્દર સિંહ ધિલ્લોનજી દ્વારા ધ્વજારોહણ કરાવાયું હતું, આઝાદી અને એકતાની ભાવના સાથે એકત્ર લોકોએ ફરકી રહેલા તિરંગા ધ્વજને સલામી આપી હતી.

    સડબરીના જલારામ મંદિરમાં ‘શિવ મહાપુરાણ કથા’ સપ્તાહ

    જલારામ જ્યોત વીરપુર ધામ, સડબરી દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે 16 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન ‘શિવ મહાપુરાણ કથા’ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અવેકનિંગ ડિવાઈન લવ ઓફ કૃષ્ણા કોન્સિયસનેસ વર્લ્ડવાઈડના પરમ ભક્ત અને પ્રભાવશાળી કથાકાર પૂજ્ય લાલ ગોવિંદ દાસ વ્યાસપીઠે બિરાજશે. પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો મહિમાં સાંભળવાથી આપણા જીવનમાં પવિત્રતા વ્યાપે છે.

    અબુ ધાબીના આંગણે રક્ષાબંધન પર

    અબુ ધાબી બીએપીએસ હિન્દુ મંદિરના આંગણે રક્ષાબંધન પર્વે પ્રેમ-શ્રદ્ધા-લાગણીનો ત્રિવેણીસંગમ રચાયો હતો. આ અનોખા પ્રસંગે પરિવારજનોથી હજારો માઇલ દૂર યુએઇના સાતેય અમિરાતમાં વસતાં 2500થી વધુ મહેનતકશ શ્રમિકો મંદિરે પહોંચ્યા હતા અને અહીં તેમને સ્વામીજીઓ દ્વારા પ્રેમ અને સુરક્ષાના પ્રતીક તરીકે રક્ષાબંધન કરાયું હતું.