સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    SGVP છારોડી ગુરુકૂળમાં ગુરુપૂર્

    અમદાવાદમાં છારોડી સ્થિત સુપ્રસિદ્ધ SGVP ગુરુકૂળ ખાતે હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને સંતગણે અધ્યક્ષ પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીનું 50 ફૂટનો હાર પહેરાવીને પૂજન કર્યું હતું. 

    ‘વ્યક્તિત્વનું ઘડતર કરવામાં

    લંડનના સ્ટેનમોર વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) - યુકેની સ્થાપનાને 4 ઓગસ્ટના રોજ 11 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે પ્રસંગે યોજાયેલા પાટોત્સવ પ્રસંગે હાજરી આપવા માટે અમદાવાદથી આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) - મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજી સાથેની ખાસ વાતચીતના અંશોઃ

    વસ્તડીમાં રૂ. 120 કરોડના ખર્ચે સ

    સમસ્ત રાજપૂત સમાજના આરાધ્ય દેવી મા ભવાનીના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામમાં શરૂ કરાયું છે. સમસ્ત રાજપૂત સમાજ દ્વારા સમાજને એક તાંતણે બાંધવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર થઈ રહેલા રાજપૂત સમાજના આ પ્રથમ મંદિરમાં મા ભવાનીની પ્રતિમા સાથે હનુમાનજી તેમજ ગણેશજીની પ્રતિમા પણ સ્થાપિત કરાશે.

    * મહાવીર ફાઉન્ડેશન દ્વારા તા. ૧૩-૯-૧૫ના રોજ ૪ કલાકે પાઠશાળાના બાળકોના અનોખા અને અદ્વિતીય કાર્યક્રમ તેમજ લેડીઝ વીંગ અને યુવાનોના કાર્યક્રમનું આયોજન કિંગ્સબરી હાઇ સ્કૂલ, સ્ટેગલેન NW9 9AA ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોધપ્રદ અને સુંદર નાટિકા 'અનુપમાદેવી' પણ રજુ કરાશે. તે પછી સ્વામીવાત્સલ્યનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ કપાશી 020 8204 2871.

    એસએસજીપી-યુકે દ્વારા હિન્દુ લ

    શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર એસએસજીપી-યુકે દ્વારા વીતેલા સપ્તાહે પ.પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પ.પૂ. સદ્ગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં ચાર દિવસનો અદભૂત હિન્દુ લાઇફસ્ટાઇલ સેમિનાર અને યુથ ક્લબનું આયોજન થયું હતું. 

    મંદિરો - શાસ્ત્રો અને સંતોના ક

    સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ - લંડનના 11મા પાટોત્સવ પ્રસંગની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રવિવારે હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન-અર્ચન કરીને મહાઅભિષેક કરવામાં આવ્યો હતો.

    સંસ્થા સમાચાર (અંક 10 ઓગસ્ટ 2024)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    ભવન્સ દ્વારા ભારતના 78મા સ્વાતંત્ર્ય દિનની ઊજવણી

    ભારતે હાંસલ કરેલી આઝાદીની 78મી વર્ષગાંઠ નિમિત્તે ધ ભવન લંડન દ્વારા બુધવાર 7 ઓગસ્ટના રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મહેમાન વક્તાઓએ પ્રેરણાદાયી પ્રવચનો કર્યા હતા અને સાંસ્કૃતિક પરફોર્મન્સીસની રજૂઆતો થઈ હતી.

    GIEO GITA UK દ્વારા માન્ચેસ્ટરમાં ‘ભગવદ્ ગીતા’નો ત્રિદિવસીય જ્ઞાનોત્સવ

    ગ્લોબલ ઈન્સ્પિરેશન એન્લાઈટનમેન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ ભગવદ્ ગીતા (GIEO GITA UK) દ્વારા માન્ચેસ્ટરમાં ‘ભગવદ્ ગીતા’નો શુક્રવાર 9 ઓગસ્ટથી રવિવાર 11 ઓગસ્ટ સુધી ત્રિદિવસીય જ્ઞાનોત્સવ યોજાયો હતો. GIEO GITA UK ભારતમાં કાર્યરત ઈન્ટરનેશનલ GIEO GITA સંસ્થાની એક શાખા છે. યુકે અને માન્ચેસ્ટરમાં કાર્યરત BAPS, HSS, ઈન્ડિયન એસોસિયેશન માન્ચેસ્ટર, ઈનસાઈટ યુકે, ઈશા ફાઉન્ડેશન અને ઈસ્કોન સહિત ઘણી ડાયસ્પોરા સંસ્થાઓએ આ સાંસ્કૃતિક ઈવેન્ટમાં સાથ-સહકાર આપ્યો હતો.