કેન્યાસ્થિત વિવિધ સંસ્થાઓના આમંત્રણને માન આપી મિશન હેલ્થ-અમદાવાદ દ્વારા જુલાઈ 2024માં કેન્યાના નૈરોબી, એલ્ડોરેટ અને કીસુમુ ખાતે ‘વેલનેસ સેમિનાર’ તથા નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
18 ઓગસ્ટે યોજાયેલા નવનાત જન્માષ્ટમી મેળાની એક ઝલક.
બ્રેન્ટ હિંદુ કાઉન્સિલ દ્વારા 17 ઓગસ્ટના રોજ ભારતના 78માં સ્વતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ચેરપર્સન નિર્મળાબહેન પટેલના નેતૃત્વમાં અને કમિટી મેમ્બર્સના સહયોગથી યોજાયેલી આ ઉજવણી પ્રસંગે બ્રેન્ટના મેયર, ડેપ્યુટી મેયર, પાર્લામેન્ટના સદસ્ય, કાઉન્સિલર્સ તેમજ અનેક માનવંતા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
વેમ્બલીના ફોર્ટી લેન પર આવેલ સત્તાવીશ પાટીદાર સેન્ટરમાં શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા દર મહિને સિનિયર સિટીઝન્સ મિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે. જેમાં બપોરે ૧૨ થી ૪ દરમિયાન ૬૦૦થી વધુ નિવૃત્ત ભાઇ-બહેનો જોડાય છે.
કાર્ડિફમાં આવેલા સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર ખાતે 15 ઓગસ્ટે ભારતના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - લંડન ખાતે 15 ઓગસ્ટે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઇ હતી.
વૈશાલીમાં આ વર્ષે ભગવાન બુદ્ધનો અસ્થિ કળશ પુનઃ સ્થાપિત કરાશે. વિશ્વનો આ પહેલો અસ્થિ કળશ હશે જે પોતાના મૂળ સ્થાને ફરી પરત આવશે. પ્રસિદ્ધ અભિષેક પુષ્કરણી તળાવ નજીક સાકાર થઇ રહેલા બુદ્ધસ્મૃતિ સ્તૂપ અને બુદ્ધ સમ્યક સંગ્રહાલયનું કામ લગભગ પૂર્ણતાના આરે છે.
ડેનહામસ્થિત અનુપમ મિશનની તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર ભક્તિસભર માહોલમાં યોજાયેલી ઉત્સવ ત્રિવેણીમાં ભક્તો, ભાવિકો અને રાષ્ટ્રપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે 15 ઓગસ્ટે ભારતના 78મા સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રભક્તિના ઉલ્લાસ અને ઉંમંગ સાથે ઉજવણી થઈ હતી. તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં અનુપમ મિશનના અધિષ્ઠાતા સંત ભગવંત સાહેબજીના સાનિધ્ય ભારતના સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્રપ્રેમી ભક્તોએ ધ્વજવંદન કર્યાં હતા.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
એસજીવીપી ગુરુકુળ-અમદાવાદની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર - યુકે શાખા દ્વારા લંડન ખાતે સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના સાંનિધ્યમાં છેલ્લા 17 વર્ષથી હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર યોજાય છે. આ સેમિનારનો લાભ લેવા યુકેના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો પધારે છે અને હિંદુ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ વર્ષે પણ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના આશીર્વાદ સાથે 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન પાંચ દિવસનો હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર યોજાયો હતો.
