સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    મિડલેન્ડ્સની જસ્ટ નાચ સ્પર્ધાનું પુનરાગમન

    વોલ્વરહેમ્પ્ટન ગ્રાન્ડ થીએટરની સાઉથ એશિયન ડાન્સ સ્પર્ધા ‘જસ્ટ નાચ’ના પુનરાગમન માટે ફાઈનાલિસ્ટ્સની જાહેરાત કરી દેવાઈ છે. 15 સપ્ટેમ્બરે યોજાનારી સ્પર્ધાના ફાઈનાલિસ્ટ્સમાં હોલીહેડ દી શાન, નાટ્યાલય ડાન્સ કંપની, રિયા એન્ડ દિયા, રોશિની પિન્ક, ધ વોલ્ટ સ્ટુડિયોઝ, અલ્ટિમેટ ભાંગરા અને નિલાક્ષીની બેલ્સ એન્ડ સીટ્સનો સમાવેશ થાય છે. વોલ્વરહેમ્પ્ટન્સ સાઉથ એશિયન ડાન્સ ચેમ્પિયન 2024નો તાજ હાંસલ કરવા તેઓ ગ્રાન્ડ થીએટરના સ્ટેજ પર સ્પર્ધા કરશે.

    નવનાત વણિક એસોસિયેશન દ્વારા જન્માષ્ટમી મેળો યોજાયો

    નવનાત વણિક એસોસિયેશન દ્વારા રવિવાર 18 ઓગસ્ટ 2024ના રોજ સવારના 11 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી તમામ લોકો માટે ખુલ્લા અને નિઃશુલ્ક જન્માષ્ટમી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 1600થી વધુ લોકોએ મેળાનો લાભ લીધો હતો. મેળામાં ટ્રાવેલ, એજ્યુકેશન, ભારતીય ફૂડ અને ફેશન, જ્વેલરી, સૌંદર્ય ઉત્પાદનો, બોમ્બે સ્ટ્રીટ ફૂડ, ડ્રિન્ક્સ, પિઝા વાન અને આઈસ્ક્રીમ સહિત 66થી વધુ સ્ટોલ્સ હતા. કિડ્ઝ ઝોનમાં બાઉન્સી કેસલ્સ, મેરી-ગો-રાઉન્ડ, ફેસ પેઈન્ટિંગ તેમજ 13થી વધુ વયના બાળકો અને વયસ્કો માટે સ્પેશિયલ રાઈડનો સમાવેશ કરાયો હતો.

    શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (યુકે) SKLPC (UK) દ્વારા રવિવાર 24 સપ્ટેમ્બરે ચોવીસ ગામ ઊજમણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની ઊજવણીનો થીમ આપણા સાંસ્કૃતિક મૂળિયા તરફ પરત ફરવાનું છે. શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી મૂળતઃ ગુજરાતના કચ્છ જિલ્લાના 24 ગામમાંથી ઉદ્ભવી છે. આ વાર્ષિક કાર્યક્રમ કોમ્યુનિટીના સભ્યોને અરસપરસ મળવાની અને સાંસ્કૃતિક સમૃદ્ધિને ઊજવવાની સાથોસાથ એકતા અને સંવાદિતાને આગળ વધારવાની અનેરી તક પૂરી પાડે છે.

    એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાયો

    એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ ટ્રસ્ટ (AHTT) દ્વારા રવિવાર18 ઓગસ્ટના દિવસે બ્રોટોન જુનિયર સ્કૂલ ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાયો હતો. અત્યંત સફળ રહેલી જન્માષ્ટમી ઊજવણીમાં એઈલ્સબરી કોમ્યુનિટીના 200થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઊજવણીમાં સમર્પણ, આનંદ અને સાંસ્કૃતિક ઉત્સાહ છવાઈ રહ્યો હતો.

    નિસ્ડન ટેમ્પલમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ભાવભક્તિ સાથે ઊજવણી

    નિસ્ડન ટેમ્પલના લોકપ્રિય નામથી પ્રખ્યાત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઊજવણી ભાવભક્તિ સાથે કરવામાં આવી હતી.

    SKLPC (UK) દ્વારા 24 સપ્ટેમ્બરે ચોવીસ ગામ ઊજમણીનું આયોજન

    શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (યુકે) SKLPC (UK) દ્વારા રવિવાર 24 સપ્ટેમ્બરે ચોવીસ ગામ ઊજમણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની ઊજવણીનો થીમ આપણા સાંસ્કૃતિક મૂળિયા તરફ પરત ફરવાનું છે. શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી મૂળતઃ ગુજરાતના કચ્છ જિલ્લાના 24 ગામમાંથી ઉદ્ભવી છે. આ વાર્ષિક કાર્યક્રમ કોમ્યુનિટીના સભ્યોને અરસપરસ મળવાની અને સાંસ્કૃતિક સમૃદ્ધિને ઊજવવાની સાથોસાથ એકતા અને સંવાદિતાને આગળ વધારવાની અનેરી તક પૂરી પાડે છે.

    કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિર...

    શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી દ્વારા નિર્માણ કરાયેલું અને વિશ્વનું સૌપ્રથમ ઈકો ફ્રેન્ડલી મંદિર હોવાનું બહુમાન ધરાવતા કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરના દશાબ્દિ મહોત્સવ પ્રસંગે સેન્ટ લ્યુકસ હોસપીસ-લંડનને રૂ. 80 લાખનું દાન પેટ્રન લોર્ડ ડોલર પોપટ અને ટ્રસ્ટી નીલ રાડીયાને સેવાકાર્યો માટે અપાયું હતું.

    વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન - CIC UK દ્વ

    સહેલાણીઓમાં આગવી લોકપ્રિયતા ધરાવતા બ્રાઇટન બીચના મનમોહક કિનારા સ્વચ્છતાથી દીપી ઉઠ્યા છે. આ શાનદાર બીચનો નજારો બદલવાનો યશ જાય છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્વયંસેવકોને. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ 24 ઓગસ્ટે બીચ સફાઈ અભિયાન હાથ ધરીને સહુ કોઇ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપવા અને બ્રાઇટનના કિનારાના કુદરતી સૌંદર્યને જાળવી રાખવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સમુદાયના લોકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.

    સંસ્થા સમાચાર (અંક 31 ઓગસ્ટ 2024)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    હ્યુસ્ટનમાં હનુમાનજીની 90 ફૂટ

     ટેક્સાસમાં હ્યુસ્ટન પાસે પવનપુત્ર હનુમાનજીની 90 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું છે. ટેક્સાસમાં માઇલો દૂરથી દેખાતી, આ પ્રતિમા અમેરિકામાં ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. તે ન્યૂ યોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી (151 ફીટ) અને ફ્લોરિડામાં હેલેન્ડેલ બીચ સ્થિત પેગાસસ એન્ડ ધ ડ્રેગન (110 ફીટ) બાદ ત્રીજા નંબરે આવે છે.