સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    લંડનના રિચમન્ડમાં કુમકુમ મંદ

     શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા લંડનમાં આવેલા રિચમન્ડ પાર્ક ખાતે સત્સંગ સભા યોજાઇ હતી અને સાથે - સાથે જ વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ રિચમન્ડનું સ્થળ અતિ પાવનકારી છે કારણ કે ગુરુવર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિનું વિસર્જન આ રિચમન્ડની નદીમાં કરાયું છે.

     BAPS સ્વામિનારાયણ સંસ્થાને પેરિસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ 2024ના હિન્દુ ફેઈથ સેન્ટરનું સંચાલન કરવા આમંત્રિત કરાઈ હતી જેના મારફત સમગ્ર વિશ્વના એથ્લીટ્સને આવશ્યક આધ્યાત્મિક સપોર્ટ અને મેડિટેશન સુવિધા પૂરી પાડવાની હતી. આ સર્વિસ દ્વારા એથ્લીટ્સને તીવ્ર સ્પર્ધાના સમયમાં પવિત્ર અને શાંત સ્થળે પ્રાર્થના, ધ્યાન અને ચિંતન થકી આધ્યાત્મિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવવામાં મદદ મળતી હતી.

    વેમ્બલીના શ્રી સનાતન હિન્દુ મંદિરમાં જન્માષ્ટમીની ઊજવણી

     વેમ્બલીના શ્રી સનાતન હિન્દુ મંદિર ખાતે 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર જન્મદિનની ઊજવણીમાં દિનભર 10,000થી વધુ ભક્તો મંદિરમાં ઉપસ્થિત રહ્યા હતા. યુકેમાં સાંજના 7.30 (ભારતમાં મધ્યરાત્રિ) કલાકના સમયે કૃષ્ણજન્મ ઊજવાયો હતો.

    એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ દ્વ

    એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના ટ્રસ્ટીઓ દ્વારા તાજેતરમાં કિંગ્સબરી હાઇસ્કૂલ ખાતે યોજાયેલા હિન્દુ લાઇફસ્ટાઇલ સેમિનાર દરમિયાન સ્વામિનારાયણ ગુરુકુળ પરિવારને 25 હજાર પાઉન્ડનો ચેક અર્પણ કર્યો હતો.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    નિસડન મંદિરનો 29મો પાટોત્સવ રં

    નિસડન મંદિર તરીકે જાણીતા લંડનના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના 29મા સ્થાપના દિન (હિન્દુ તિથિ અનુસાર)ની 28 ઓગસ્ટે ધર્મોલ્લાસભર્યા વાતાવરણમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.

    ઉમિયા ધામમાં બે વર્ષમાં 10 લાખને નિઃશુલ્ક ભોજનપ્રસાદ

    અમદાવાદ શહેરના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયા મંદિરમાં છેલ્લાં અઢી વર્ષથી દેશ-વિદેશથી દર્શને આવતા ભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદ માટે ઉમાપ્રસાદમ્ સદાવ્રત ચાલી રહ્યું છે.

    તમારી ક્ષમતાને વિકસાવોઃ સ્વામી સ્વરૂપાનંદ સાથે ‘ઓમ નમઃ શિવાય’ મંત્રની શક્તિને ઓળખો

    આ સપ્ટેમ્બર મહિનામાં ચિન્મય મિશનના વૈશ્વિક વડા સ્વામી સ્વરૂપાનંદના લંડનમાં આગમનને ચિન્મય મિશન યુકે દ્વારા આવકાર અપાઈ રહ્યો છે ત્યારે પ્રાચીન હિન્દુ ફીલોસોફીના હાર્દમાં જીવનને બદલી નાખતી યાત્રામાં સામેલ થવા માટે સજ્જ બની જાવ. ‘પવિત્ર નાદ -Sacred Sounds’ નામની મંત્રમુગ્ધ બનાવી દેનારી ઉપદેશાત્મક શ્રેણી મારફત સ્વામી સ્વરૂપાનંદ પવિત્ર ‘ઓમ નમઃ શિવાય’ મંત્રના વિશિષ્ટ મહત્ત્વનું રહસ્ય ઉજાગર કરશે અને તેની પરિવર્તનકારી શક્તિનો અનુભવ કરાવવા ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપશે. આ ઉપદેશાત્મક શ્રેણી 24થી 28 સપ્ટેમ્બર સુધીના ગાળામાં રહેશે.

    મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા 33મા ગણેશોત્સવની ભવ્ય ઊજવણી

    મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા ફરી એક વખત ગણેશોત્સવની ભાવના અને ઉત્સાહને જીવંત બનાવાયો હતો. ભગવાન ગણેશજીના ઉત્સવની ભવ્ય 33મી વાર્ષિક ઊજવણી અસંખ્ય ગણેશભક્તોની હાજરીમાં શનિવાર, 7 સપ્ટેમ્બરે કરવામાં આ્રવી હતી. 10 દિવસ સુધી ચાલનારા પરંપરાગત ગણેશોત્સવે તેની પવિત્રતા, ઉત્સાહના રંગથી છવાયેલી વિધિઓ અને કોમ્યુનિટીની પ્રગાઢ ભાવનાથી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા.

    વડતાલ મંદિરે ગણેશ પૂજન અને સ્થ...

    સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરના પ્રવેશદ્વારે 199 વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાને પધરાવેલ ગણપતિ દાદાની મૂર્તિ જિલ્લામાં સૌથી પ્રાચીન મૂર્તિ છે.