સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    મુક્તજીવન સ્વામીબાપાનો 45મો અં...

    સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર અમદાવાદ ખાતે  મુક્તજીવન સ્વામીબાપાના 45મા અંતર્ધ્યાન દિનની ઉજવણી કરાઇ હતી. 

    મહંત સ્વામી મહારાજના 91મા જન્મદિનની ઊજવણી

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાનના આધ્યાત્મિક માર્ગદર્શક ગુરુહરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 91મા જન્મદિનની ઊજવણી શનિવાર 28 સપ્ટેમ્બર 2024ના રોજ લંડનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવી છે. પોતાનું જીવન નિઃસ્વાર્થ સેવા, અવિરત શ્રદ્ધા અને દિવ્ય પ્રેમને સમર્પિત કરનારા માર્ગદર્શક પ્રકાશની જન્મજયંતીની સંગીતમય અને કાવ્યમય ઊજવણીમાં ભાગ લેવા મંદિર દ્વારા હરિભક્તોને આમંત્રિત કરાયા છે.

    નવનાત વડીલ મંડળ દ્વારા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ

    નવનાત વડીલ મંડળ દ્વારા નવનાત સેન્ટર ખાતે 13 સપ્ટેમ્બરે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સાહપ્રેરક ટુર્નામેન્ટમાં 40 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટનું સંકલન રમેશ મેહતા, કીરિટ મણિયાર, વિજય શેઠ અને નલિન ઉદાણી દ્વારા કરાયું હતું જેથી સુચારુ આયોજન થાય અને તમામ લોકો માટે આનંદપ્રેરક અનુભવ બની રહે.

    સર્જક અશોકપુરી ગોસ્વામીના ગઝ

    યુકેમાં પધારેલા રાષ્ટ્રીય પુરસ્કારોથી પુરસ્કૃત કવિ, લેખક શ્રી અશોકપુરી ગોસ્વામીના ‘વજહ’ નામના ગઝલ સંગ્રહનું વિમોચન તાજેતરમાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ અને સાહિત્ય અકાદમીના સર્વેસર્વા વિપુલભાઈ કલ્યાણીના હસ્તે કરવામાં આવ્યું.

    હનુમાન મંદિર - સારંગપુર ધામ લે

    શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

    અબુ ધાબીના ઐતિહાસિક બીએપીએસ હ

    અબુ ધાબીમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય બીએપીએસ હિન્દુ મંદિરમાં વિશ્વભરના લોકોને આકર્ષે તેવું નવું નજરાણું ઉમેરાયું છે. ખારા રણમાં મીઠી વિરડી સમાન આ અભૂતપૂર્વ મંદિરની મુલાકાતે આવતા દર્શનાર્થીઓ હવે રોમાંચક ઈમર્સિવ શો ‘ધ ફેરી ટેલ’ના માધ્યમથી મંદિરની ઐતિહાસિક નિર્માણ ગાથાને જાણી શકશે.

    સંસ્થા સમાચાર (અંક 21 સપ્ટેમ્બર...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સંસ્થા સમાચાર (નવરાત્રિ વિશેષ)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સનાતન ધર્મપરંપરામાં શિક્ષાપત...

    શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં યોજાયેલા ત્રિદિનાત્મક આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાત સહિત દક્ષિણ ભારત અને બનારસના પંડિતો - પ્રોફેસરો અધ્યાપકો - શોધછાત્રોએ રિસર્ચ પેપર સાથે ભાગ લીધો. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે ‘સનાતન ધર્મ અનુપ્રાણિત સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃત અને શિક્ષાપત્રી ગ્રંથમાં પ્રાપ્ત ભારતીય જીવનમૂલ્ય’ વિષય પર વડતાલ મંદિર દ્વારા આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. જેમાં દિલ્હીસ્થિત ભારતીય તત્વાનુસંધાન પરિષદ સહિત 18 જેટલી કેન્દ્રીય અને રાજ્ય સ્તરીય યુનિવર્સિટીઓ સાથે મળીને 500થી વધુ સારસ્વતો જોડાયા હતા.

    ન્યૂ જર્સી સ્થિત ગાયત્રી મંદિરે ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી બાદ 15 સપ્ટેમ્બરે વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક હજારથી વધુ શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવપૂર્વક વિઘ્નહર્તાને વિદાય આપી હતી.