સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    હિન્દુ કાઉન્સિલ યુકેની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

    હિન્દુ કાઉન્સિલ યુકે (HCUK)ની વાર્ષિક સામાન્ય સભા (AGM) વેમ્બલીના ધ બ્રેન્ટ ઈન્ડિયા એસોસિયેશન ખાતે 22 સપ્ટેમ્બર 2024ના રોજ યોજાઈ હતી. AGMમાં HCUK અધ્યક્ષ કૃષ્ણા ભાન,  અનિલ ભનોટ (મેનેજિંગ ટ્રસ્ટી), ક્રિસ ગોપાલ (ટ્રેઝરર), દીપેન રાજ્યગુરુ (ઈક્વલિટી ડાયરેક્ટર),  મૂર્થિજીની પ્રોક્સીમાં એમ.પી.નાથન તેમજ ટેમ્પલ્સ ડર્બી,  રીડિંગ,  બેડફોર્ડ,  લેસ્ટર,  સાઉધમ્પ્ટન અને લંડનથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

    HEFની ત્રિમાસિક બેઠકમાં સીમાચિહ્ન સિદ્ધિઓ અને નોંધપાત્ર સહકારની બોલબાલા

    Wealth-i ગ્રૂપના સીઈઓ વિનેશ વિજયકુમાર દ્વારા સ્પોન્સર કરાયેલી હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF)ની ભારે સફળ નેટવર્કિંગ ત્રિમાસિક બેઠક મેરિયોટ ડેલ્ટા હોટેલ્સ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં બિઝનેસ અગ્રણીઓ અને એન્ટ્રેપ્રીન્યોર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સીમાચિહ્ન સિદ્ધિઓ અને નોંધપાત્ર સહકાર સાથેની આ બેઠકમાં વૈશ્વિક હિન્દુ કોમ્યુનિટીમાં એકતા અને સહકારના HEFનાં કેન્દ્રિત ધ્યેયની મજબૂતી જોવાં મળી હતી.

    મુંબઈમાં મહંત સ્વામી મહારાજના 91મા જન્મદિનની ભવ્ય ઊજવણી

    પરમ પૂજ્ય મહંત સ્વામીના 91મા જન્મદિન પ્રસંગે મુંબઈમાં તેમજ વિશ્વભરમાં BAPS મંદિરો અને સેન્ટરોમાં ગુરુવાર 26 સપ્ટેમ્બર 2024ના રોજ ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમે આવી આધ્યાત્મિક વિભૂતિ માટે અમારી હાર્દિક પ્રાર્થનાઓ ઓફર કરીએ છીએ.

    ચોવીસ ગામ ઊજમણી વાર્ષિકોત્સવમાં 7000થી વધુ લોકોની ઉપસ્થિતિ

    નોર્થોલ્ટમાં આવેલા શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (SKLPC UK) સેન્ટરમાં રવિવાર 29 સપ્ટેમ્બર 2024ના દિવસે ચોવીસ ગામ ઊજમણી 2024નો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. મૂળિયા તરફ પરત જવાના વિષય સાથેની ઊજવણીમાં 24 ગામોનાં 7000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિકોત્સવની સવારનો આરંભ હનુમાનજી અને ગણેશજીના મંદિરોમાં આરતી સાથે થયો હતો. શ્રી સ્વામિનારાયણ વિલ્સડેન મંદિરના લેડિઝ બેન્ડ અને લેઝિમ તેમજ શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ ટેમ્પલ હેરો પાઈપ બેન્ડ અને લેઝિમની સાથે 24 ગામના પ્રતિનિધિઓનું સરઘસ નીકળ્યું હતું. અગ્રણીઓના હાથમાં નકશા હતા જે મુખ્ય સ્ટેજના ડેકોરેશનમાં ચોવીસ ગામ કોયડાનો હિસ્સો બની રહ્યા હતા.

    ભારત - બાંગલાદેશમાં પૂરરાહત અને પર્યાવરણીય સુરક્ષા માટે નોંધપાત્ર ભંડોળ એકત્ર

    હડસન વિઅર એન્ડ ધ એકાઉન્ટન્ટ્સ ક્લબ દ્વારા ભારત અને બાંગલાદેશમાં પૂરરાહત અને પર્યાવરણીય પુનઃ સ્થાપન પ્રોજેક્ટ્સ માટે 13,400 પાઉન્ડનું નોંધપાત્ર ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. આ માટે હેરોસ્થિત ધ બ્લુરૂમ ખાતે શુક્રવાર 27 સપ્ટેમ્બર 2024ના દિવસે ચેરિટી ઈવેન્ટનું આયોજન કરાયું હતું જેને ભારે સફળતા મળી હતી.

    સંસ્થા સમાચાર (અંક 12 ઓક્ટોબર 2024)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    પૂ. મહંત સ્વામીનું ગોંડલ વિચરણ...

    બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત-સ્વામી મહારાજ 13 ઓક્ટોબર - રવિવારે સાંજે ગોંડલ અક્ષર મંદિર ખાતે પધારશે. સ્વામિનારાયણ ભગવાનના પદપંકજથી પુનિત થયેલા અક્ષરતીર્થ ખાતે મહંતસ્વામી મહારાજ 23 દિવસ સુધી બિરાજશે અને હરિભક્તોને દિવ્ય સત્સંગનો લાભ આપશે.

    કુમકુમ મંદિર દ્વારા મુક્તિજી

    સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપાની 117મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી ધામધૂમથી કરાઈ હતી. આ પ્રસંગે મુક્તજીવન સ્વામીબાપાની તુલાવિધિ શર્કરા, પૂંગીફલ, શ્રીફળ, ફુલ અને ગોળથી કરાઇ હતી. આ મહોત્સવ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ પ્રગટ થઈને અદ્ભૂત દ્રુત કાર્યો કર્યા છે.

    સંસ્થા સમાચાર - શરદ પૂર્ણિમા વ

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...