સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    નવનાત વણિક એસોસિએશનના પ્રીતિ

    પર્વાધિરાજ પર્યુષણ બાદ નવનાત વણિક એસોસિએશન તરફથી પ્રતિવર્ષ પ્રીતિ ભોજનનું શાનદાર આયોજન થાય છે. એ મુજબ આ વર્ષે રવિવાર તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ હેઝ ખાતેના નવનાત સેન્ટર ‘આપણું ઘર’ માં પ્રીતિ ભોજનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ૧૫૦૦ જેટલા નવનાતી ભાઇ-બહેનો દૂર-દૂરથી માઇલોની મુસાફરી કરી પધાર્યા હતા. મોટા મેળાવડા જેવું વાતાવરણ જામ્યું હતું. હોલની સુંદર સજાવટ,પ્રેમભર્યો મીઠો આવકાર, ચહલ-પહલ અને ખુશીભર્યો માહોલ.

    લંડનમાં પ્રથમ વખત IIW મહિલા સોફ્ટ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 12 ટીમે ભાગ લીધો

    ક્રિકેટ હવે માત્ર જેન્ટલમેન્સ ગેમ રહી નથી, જેન્ટલવિમેન્સની પણ ગેમ છે. IIW સોફ્ટ બોલ ક્રિકેટ એન્યુઅલ ટુર્નામેન્ટનો આરંભ 2018થી થયો ત્યારથી ઘણી મહિલાઓ માટે તે આદત બની ગયેલ છે. સૌપ્રથમ વખત બિનવ્યાવસાયિક ખેલાડીઓ અને ભંડોળ વિના જ12 મહિલા ટીમોએ લંડનમાં સ્પોન્સર્સ અને હિસ્ટોરિક ઈન્ડિયન જીમખાના સપોર્ટથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ઐતિહાસિક ટુર્નામેન્ટ હિસ્ટોરિક ઈન્ડિયન જીમખાનાના માનદ ટ્રસ્ટી સુતાંતર સોની, ગ્લોબલ બેન્કિંગ સ્કૂલ -GBS, RCCRICKET.CO.UK, અરુણ મધાન સેરમાકાસી, રમેશ ચેલૈયાહ અને કૃષ્ણ ગોપાલ ગર્ગના સહયોગથી શક્ય બની હતી. આ ચેમ્પિયનશિપમાં હંસલો હાઈ ફ્લાયર્સ ટીમ વિજેતા બની હતી.

    વેમ્બલીના શ્રી વલ્લભ નિધિ મંદિરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી

    વેમ્બલીના શ્રી સનાતન હિન્દુ મંદિર ખાતે ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. શનિવાર 7 સપ્ટેમ્બરના ગ૯ણેશ ચતુર્થીના દિવસથી મંગળવાર 17 સપ્ટેમ્બરના અનંત ચતુર્દશીના દિવસ સુધી શ્રી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં ગણપતિ બાપ્પાને સંગીત, વેદિક સ્તોત્રો અને શ્લોકોના ઊચ્ચાર તેમજ બાપ્પાને રોજ સવાર અને સાંજની આરતીઓ અને ભજનો થકી લાડ લડાવાયા હતા.

    યુકેના હોસ્પિટાલિટી સેક્ટર સમક્ષના ભરતીના પડકારો

    યુકેમાં હોસ્પિટાલિટી સેક્ટર 3.2 મિલિયન લોકોને રોજગારી આપવા સાથે અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે, સેક્ટર સમક્ષ તાજેતરના વર્ષોમાં બ્રેક્ઝિટ અને કોવિડ-19 મહામારી પછીની સ્થિતિ સહિત વિવિધ પરિબળોના કારણે રિક્રૂટમેન્ટના ગંભીર પડકારો ઉભા થયેલા છે. યુકે હોસ્પિટાલિટી સેક્ટર હાલ કામદારોની ભારે અછતનો સામનો કરી રહેલ છે. યુકેહોસ્પિટાલિટીના 2023ના રિપોર્ટ અનુસાર ઈન્ડસ્ટ્રીને 400,000 થી વધુ ખાલી જગ્યાનો સામનો કરવો પડ્યો છે જેના પરિણામે, ઓપરેશન્સ અને સર્વિસ ડિલિવરીને નોંધપાત્ર અસર પહોંચી છે.

    LCNL દ્વારા ડાયાબિટીક કેમ્પ યોજાયો

    લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા સ્વાસ્થ્ય કલાણ અને હેલ્થકેર વિશે જાગૃતિ કેળવવાના પ્રયાસો થતા રહે છે. આવા જ એક પ્રયાસમાં રવિવાર 22 સપ્ટેમ્બરે સાઉથ હેરોસ્થિત ધામેચા લોહાણા સેન્ટર ખાતે ડાયાબિટીક સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પનું ફોકસ સાઉથ ઈન્ડિયન કોમ્યુનિટીમાં ટાઈપ 2 ડાયાબિટીસના વધુ પ્રમાણ સંદર્ભે હતું.

    અમૃત કપ યુકેઃ BAPS ચેરિટીઝની વાર્ષિક અમૃત કપ યુકે ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ

     BAPS ચેરિટીઝની વાર્ષિક કોમ્યુનિટી યુથ ફૂટબોલ ટુર્નામેન્ટ- અમૃત કપ યુકેનું આયોજન શનિવાર 7 સપ્ટેમ્બરે ઈસ્ટ લંડનના ફેરલોપ પાવરલીગ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનો આરંભ 1996માં થયા પછી સૌપ્રથમ વખત ચિગવેલ દ્વારા તેની યજમાની કરાઈ હતી. એક ટીમમાં પાંચ સભ્ય સાથેની આ સ્પર્ધામાં 45થી વધુ ટીમે ભાગ લીધો હતો તેમજ સમગ્ર યુકે, આયર્લેન્ડ તથા નેધરલેન્ડ્ઝમાંથી 300થી વધુ ખેલાડી જોડાયા હતા. 2024ની ટુર્નામેન્ટમાં નવું ફોર્મેટ લાગુ કરાયું હતું. K1 ની 18 ટીમને ત્રણ ગ્રૂપમાં અને K2ની 27 ટીમને પાંચ ગ્રૂપમાં વહેંચી દેવાઈ હતી. 2023 ની ચેમ્પિયન નોર્થ લંડન બાર્નેટનો બર્મિંગહામ A વિરુદ્ધ 1-0 થી આંચકાજનક પરાજય થતા તે સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.

    * ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટનPR1 8JN ખાતે તા. ૨૧-૯-૧૫ના રોજ રાધાષ્ટમી જન્મોત્સવની ઉજવણી સાંજની આરતી બાદ સાંજે ૭-૩૦ કલાકે ધામધૂમપૂર્વક કરવામાં આવશે. સંપર્ક: 01772 253 901.

    ‘ભગવાન સ્વામિનારાયણની ભક્તિ

    મુંબઇ મહાનગરના હરિભક્તો તાજેતરમાં ભગવાન સ્વામિનારાયણનું સ્મૃતિપર્વ, પૂ. પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિપર્વ તથા પૂ. મહંતસ્વામી મહારાજની જન્મજયંતીની ઉજવણી એમ ત્રિવેણી ઉત્સવના સાક્ષી બન્યા છે. પૂ. મહંતસ્વામી મહારાજને તેમની 91મી જન્મજયંતીએ વધાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના દેશવિદેશમાં કાર્યરત 400થી વધુ સંતગણ ઉપરાંત લાખો હરિભક્તોમાં અનેરો ઉત્સાહ વર્તાતો હતો. 26 સપ્ટેમ્બરે મુંબઇમાં યોજાયેલી આ ઉજવણીમાં સામેલ થવા માટે હરિભક્તો ગોરેગાંવ ખાતે નેસ્કોમાં ઉમટ્યા હતા.

    મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી...

    ઇન્ડિયા લીગ અને ભારતીય હાઇ કમિશન દ્વારા આગામી તા. ૨ અોક્ટોબર ૨૦૧૫ શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકે મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી ટેવિસ્ટોક સ્ક્વેર, ગાર્ડન્સ, લંડન WC1H 9LD ખાતે કરવામાં આવશે.

    નવરાત્રિ વિશેષ સંસ્થા સમાચાર (...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...